________________
૨૫૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ ચારિત્ર શબ્દનો અર્થ સર્વ આશ્રવનારોધ સુધી લેવો. અશુભ ક્રિયાનો ત્યાગ ને શુભમાં પ્રવૃત્તિ તે ચારિત્ર લઈએ તો કેવળી ભગવાનને દર્શન, જ્ઞાન, ચારિત્ર પૂર્ણપણે પ્રાપ્ત થયા છતાં અધુરાપણું તપના તડાકાનું જ છે. કેવળજ્ઞાનીને પણ મોક્ષ મેળવવામાં તપનો તડાકો બાકી છે, શુકલધ્યાન એ તપમાં છે. એ શુકલધ્યાનનો ત્રીજો ચોથો પાયો આવ્યો કે તરત મોક્ષ !, જો કે પાંચ આશ્રવ તથા કષાય રોકાય તે ચારિત્ર કહેવાય પણ અહીં લીધેલ જોગરૂપ આશ્રવનો રોધ ક્યા ચારિત્રમાં? સામાયિક, છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સૂમસં૫રાય કે યથાખ્યાતમાં ?, એ યોગના આશ્રવને રોકવો જેટલો બાકી રહ્યો તેટલા પૂરતો સંવર બાકી યોગ રોકાઈ જાય ત્યારે પછી જ ચોથો પાયો આવે. ઘોર અંધકારને (કર્મતિમિરને) દૂર કરવામાં તપરૂપ અદ્વિતીય સૂર્ય જ સમર્થ છે.
વર્તન વગરનું એકલું સમ્યગુદર્શન દરિદ્રીના મનોરથ જેવું છે, કૂવાની છાંયડી જેવું છે, સમ્યગૂજ્ઞાન તો ગોખલામાં પડેલા દીવા જેવું છે, સમ્યક્ ચારિત્રથી બારણાં બંધ થવાથી નવો કચરો આવતો બંધ થયો, પણ આવેલા-એકઠા થયેલા કચરાને કાઢવાની તાકાત એ ત્રણેમાં એકકેની નથી. એ તાકાત તો તપમાં જ છે. એ કચરો દૂર કરવાનું ઔષધ કેવળ તપ જ છે. એક કેવળી કેવળજ્ઞાન પામી અંતર્મુહૂર્તમાં મોક્ષે જાય, બીજા દેશોને ક્રોડ વર્ષ પછી મોક્ષે જાય, તેમાં કારણ કોણ ? ઉપર મુજબ મોક્ષ તથા કેવળજ્ઞાનનું મુખ્ય કારણ તપ ગણાયું ને તે વ્યાજબી જ છે. આ જીવને સજ્જડ કર્મો વળગેલા છે, અને તેનો નાશ કરવા માટે તપની જરૂર કર્મવાળા સર્વ જીવોને છે આ ઉપરથી હવે બૌધ્ધ કરેલી મશ્કરી ધ્યાનમાં લેજો ! આપણા સાધુઓ આતાપના કરતા હતા, ત્યાં બૌધ્ધ પૂછ્યું કે “આ શું કરો છો? સાધુએ કહ્યું- “અમે તપશ્ચર્યા કરીએ છીએ. ફરી પૂછ્યું', કોના કહેવાથી તપ કરો છો ? ઉત્તરમાં જણાવ્યું કે ભગવાન શ્રી મહાવીરદેવે એ ફરમાવી છે' તેમણે આ તપસ્યા શા માટે કહી છે ? ઉત્તર મળ્યો કે “તેઓશ્રીએ કર્મના ક્ષય માટે આ તપસ્યા ફરમાવી છે.' આ સીધી વાતમાં જે સમજુ હોય તેને આડા જવાનું કારણ નહોતું, પણ કોયલો ગમે તેટલો સાબુથી ધોવાય પણ ઊજળો ન થાય, તેમ મિથ્યાત્વ મોહનીયવાળા જીવો ગમે તેટલું સારું દેખે તો પણ ઊજળા ન થાય, તેમ મિથ્યાત્વ મોહનીયવાળા જીવો ગમે તેટલું સારું દેખે તો પણ તે સારાપણાથી તેના આત્માને ફાયદો ન થાય. આથી તે બૌદ્ધોએ કહ્યું કે- જૈનોમાં શું બધા પાપી જ જન્મે છે કે જેથી તીર્થકરોને પાપક્ષય કરવાના ઉપાય બતાવવા પડ્યાં?” ખુલ્લી વાત છે કે જેઓને સર્વશપણું નથી આવ્યું, ત્યાં સુધી તે બધાને પાપનો ઉદય છે જ. પણ એ બુદ્ધને તપનો તડાકો ન ફાવ્યો, તેથી તતડી ગયો, ને તેથી તપ કરનારને એ પાપી કહેવા લાગ્યો! બુદ્ધ ચરિત્ર લખતાં અશ્વઘોષ જણાવે છે કે પહેલાં બુધ્ધ ઘણી તપશ્ચર્યા કરી, એનું શરીર લાકડી જેવું થઈ ગયું. જ્યારે તે નિરંજના નદીને કાંઠે આવ્યો, ત્યાં અના વિચાર પલટાયો હવે એને તપ દુઃખરૂપ લાગ્યું; પછી એણે નદીમાં ડૂબકી મારી નદીમાં સ્નાન કર્યું. આથી એની સાથે રહેનારા