________________
૨૫૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ મંગળની પ્રાપ્તિ રૂપ ફળ કહ્યાં ત્યારે અહીં તે સાક્ષાત્ કહ્યા. આપણે એ ચારને જ ધર્મ કહીએ છીએ.
તીર્થંકરની પૂજામાં, તેમનામાં રહેલા ગુણોનું બહુમાન થાય છે માટે આટલી છજીવનિકાયની વિરાધના થતાં પણ લાભ માનીએ છીએ. તમે સાધુની સામા જાઓ છોને ! રસ્તામાં કોઈ જીવની વિરાધના નહીં થતી હોય? તે લાભ શામાં માન્યો? સાધુના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણોના અનુમોદનમાંભક્તિમાં ! (સભામાંથી પ્રત્યક્ષથી નુકસાન છે.) જૈન તો પ્રત્યક્ષ પરોક્ષ બન્ને પર ધ્યાન આપે ઇન્દ્રિય પ્રત્યક્ષ કરતાં અતીન્દ્રિય પ્રત્યક્ષ અનન્તગુણું હોય છે ને અતીન્દ્રિય જ્ઞાનીનું કથન તે આપણને પરોક્ષ પ્રમાણ છે, માટે પરોક્ષને આધારે જ આરાધના છે. સાધમને પાણી પાઓ ત્યાં દેખાવમાં અપકાયની વિરાધના થઈ, પણ સાધર્મીની ભક્તિ થઈ એમાં કલ્યાણ માન્યું, વારૂ ! શ્રી સિદ્ધાચલજી ઉપર કુંડો મિથ્યાત્વીઓએ કરાવ્યા કે શ્રાવકોએ? જો તે શ્રાવકોએ કરાવ્યા તો તે દુર્ગતિ ધારીને કે સદ્ગતિ ધારીને? એ કુંડોમાં હમેશાં જીવો ઉત્પન્ન થવાના, મરવાના તો ખરા જ ને ! લીલજૂલ થવાની જ ! શ્રાવકોની સાથે બીજા લોકો પણ એ કુંડનો ઉપયોગ કરવાના તીર્થમાં આવું કરાવનારની ત્યારે શી ગતિ ? તીર્થસ્થાને કરેલું પાપ તો વળી વજલેપ સમાન ગણાયને ! પણ ત્યાં બુદ્ધિ એ છે કે પોતાના સમ્યગદર્શન જ્ઞાનવાળા ભાઈઓને લગીર પણ દુઃખ થવું જોઈએ નહીં ! ગુરુની સામે જવામાં તેમજ સાધર્મિકના સન્માન વિગેરેમાં થતા આરંભને સમ્યગદર્શનાદિની પ્રાપ્તિલાભમાં આત્માને નુકસાનકારક ન ગણ્યો ને ઉડાવી દીધો. શ્રી અરિહંતની ભક્તિમાં પણ કરીએ બધું પણ જો સમ્યગદર્શનનો સૂસવાટો સરખોયે ન હોય તો વલે શી ? ધર્મ વધે કે નહીં? પણ “શ્રાવકો વધારો” આવું માત્ર કહેનારા કઈ રીતે માર્ગમાં આવવાના? શ્રાવકને દરેક ક્રિયામાં ધ્યેય સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું હોવું જોઈએ. ભક્તિમાં ઉદ્દેશ્ય રૂપ આ જ હોવું જોઈએ. આ ચાર પદ (દર્શનાદિ) ને ધર્મ કહીએ છીએ. દાન, શીલ, તપ, ભાવ એ ચાર પ્રવૃત્તિમય હોવાથી કારણરૂપે છે, ધ્યેયરૂપે નથી, જ્યારે દર્શનાદિ ચાર આત્મસ્વરૂપ હોવાથી ધ્યેયરૂપે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર સાંપડ્યા છતાં તપ વિના “ગઢવી ઘેરના ઘેર જ !
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર મળ્યાં પણ ચોથું જો તપ નામનું પદ ન મળે તો “ગઢવી ઘરના ઘેર' એવું થાય. શ્રી તીર્થંકર મહારાજે દીક્ષા લીધી તે વખતે તેમનામાં સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર હતાં કે નહીં? પણ તપસ્યામાં સાડી બાર વર્ષ કેમ પસાર થયાં? શ્રી ઋષભદેવજી ભગવાનને કેવળ જ્ઞાનની પ્રાપ્તિમાં દીક્ષા પછી હજાર વર્ષ સુધી રાહ કોની જોવાઈ ? કદાચ કહેશો કે ભવસ્થિતિ નહોતી પાકી, પણ ભવસ્થિતિ પાકે કોનાથી? જો માત્ર સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રથી જ તે પાકતી હોય તો દીક્ષાની સાથે મન:પર્યવજ્ઞાનની માફક કેવળજ્ઞાન થવું જોઈએ પણ તે નથી થયું, કારણ કે તપનો તડાકો લાગ્યો નથી. અર્થાત્ તીવ્ર તપ વગર કૈવલ્યાદિ ઓળખાતા નથી. ચારિત્ર શબ્દથી ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિ જન્ય જે ગુણો તે લઈએ છીએ, પણ આશ્રવધારોનો રોધ એ જ ચારિત્ર એવો અર્થ લઈએ તો મોક્ષ સુધી ફાવશે. ક્ષાયિકદર્શન, જ્ઞાન, ચારિત્ર કેવળીને થયાં છે છતાં મોક્ષ કેમ નથી થતો? ત્યાં