________________
૨૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ પરમાણુપદ ક્રિયાની સાથે સંબંધવાળું હોવાથી મુખ્યતાવાળું છે. અહીં કર્મપદ જુદું મુખ્ય નથી, અહીં હણવારૂપ ક્રિયાની સાથે અન્વયેવાળું છે. કર્મનો અરિ શબ્દ સાથે સમાસ કરીને ક્રિયાપદ સાથે પદ કહેવું હોય ત્યાં સ્વરૂપદર્શક વિશેષણ જોડી ન શકાય માટે તેમ ન બોલી શકાય એટલે નમો રિહંતાણં એમ જ બોલાશે. જૈન શાસનમાં આદિથી અંત પર્યત શત્રુ તરીકે કર્મ જ મનાય છે. કર્મ સિવાય કોઈ શત્રુ નથી. કર્મ કહો કે શત્રુ કહો, બંને સરખા હોવાથી નો મહૅિતા કહી કર્મરૂપી શત્રુ લીધા. ખરી રીતે આ શબ્દાર્થ જ નથી. અરિ એટલે શત્રુ હંત એટલે હણનાર એ તો નિક્ત; છે શબ્દની અંદરથી અક્ષર કે એક ભાગ લઈ જે અર્થ કરાય તે નિરૂક્ત અર્થ છે. જેમ “દી' એટલે કલ્યાણને દે અને “ક્ષા' એટલે ઉપદ્રવને ખપાવે માટે દીક્ષા શબ્દ નિરૂક્ત અર્થ થયો. તેમજ જે સમ્યમ્ દર્શનાદિ ગુણો પ્રાપ્ત કરવાના રસ્તા “શા' એટલે બતાવે અને પ્રાપ્ત થયેલા ના ત્ર' એટલે રક્ષણના રસ્તા બતાવે એનું નામ શાસ્ત્ર એ પણ નિરૂક્ત અર્થ જ છે, હવે જેને શાસ્ત્રને અભરાઈએ મૂકવાનું તથા બાળવાનું સૂઝે તેને સમ્યગદર્શનાદિ પ્રાપ્ત થયેલા છે એમ શી રીતે મનાય? આવાઓને શાસ્ત્ર નકામા જ લાગે. બોરાં લેવા નીકળેલાને ઝવેરી મળે તોયે તેને તો એ ઝવેરી નકામો જ લાગે. જે આરંભાદિમાં પડેલા હોય તેવાને સમ્યગદર્શનાદિ પ્રાપ્ત કરાવનાર તથા રક્ષણ કરાવનાર શાસ્ત્ર નકામા લાગે તેમાં નવાઈ શી ? બોરાં લેવા નીકળનાર જો સમજુ હોય તો સામે મળેલા ઝવેરીને એમ કહે કે તારી પાસેનો માલ છે તો કિંમતી, પણ તે ખરીદવાની મારી તાકાત નથી, પણ જો તે અક્કલહીન હોય તો એને તો ઝવેરી સામે મળ્યો હોય તો પણ ખોટો લાગે. તેવી રીતે આરંભાદિકમાં આસક્ત પણ બે પ્રકારના છે. કેટલાક આસક્ત ખરા, પણ સમ્યગ્ગદર્શન સંયુક્ત હોવાથી સમજે કે ખરો માર્ગ તો ધર્મને જ છે, પણ તે હું આચરી શકતો નથી' પણ જે આસક્તો મિથ્યાત્વયુક્ત હોય તેમને તો ધર્મ અને ધર્મ બતાવનાર શાસ્ત્ર પણ કડવું ઝેર જેવું જ લાગે. આરસી પોતે ચીજ સારી છે, પણ નાકકટ્ટાને દેખાડીએ તો એને તો એ ફોડવાનું જ મન થાય. વાંદરા પાસે ચાટલું મૂકો તો એ તો ચાટલાંને જ ચપેટા મારે; કારણ કે એને દાંતીયાની ટેવ એટલે પોતાના દાંતીયા ચાટલામાંથી પોતાને જ સામા દેખાય તેવી રીતે જે મિથ્યાત્વી છતાં આરંભાદિકમાં આસક્ત હોય તે તો તે પાપોને જ તત્ત્વ ગણે, તેવાને આગમ બતાવો તો આગમને ધોલ ન મારે તો બીજું શું કરે?ને તે મિથ્યાત્વ મોહમાં ગાઢ આસક્ત બનેલાને શાસ્ત્ર બતાવો એટલે એને બાળી નાખવાનું કહે તેમાં નવાઈ શી ? ભાવક્રિયા તે જ કે જે કર્મક્ષયના મુદાથી કરાતી હોય.
શાસ્ત્ર કોનું નામ ? શાસ્ત્રકારે સાફ જણાવ્યું છે કે
સમ્ય દર્શનાદિ નવા પ્રાપ્ત કરવાના રસ્તા થયા હોય તેના રક્ષણના ઉપાય બતાવે તે શાસ્ત્ર. આ નિરૂક્તિ અર્થ. તેવી રીતે કર્મરૂપી શત્રુને હણે તે અરિહંત એ નિરૂક્તિનો અર્થ. શબ્દાર્થ કે વ્યુત્યજ્યર્થ નહીં વ્યુત્પત્તિ અર્થ તો અતિ દેવતાઓએ કરેલ અશોકાદિ અષ્ટમહાપ્રાતિહાર્યરૂપ પૂજાને લાયક જેઓ થાય તેઓનું નામ ગતિ; શાસ્ત્રકારો પણ જણાવે છે કે “ગતિ સેવાનિવૃતમ9 પ્રતિહાપૂના મિતિ, ગર્દત' દેવ આદિની કરેલી આઠ અશોકાદિ પ્રતિહાર્યરૂપી પૂજાને જે લાયક તે અહમ્ કહેવાય છે. આ