________________
૨૪૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ થવાથી ગુણો કેમ ન પ્રકટે ? અને જ્યારે આત્માના સ્વરૂપપણે રહેલ દર્શનાદિ ગુણો પ્રગટ થવા માટે પાપનો ક્ષય નમસ્કારમંત્રમાં જણાવ્યો તો તેમાં કારણરૂપે દર્શનાદિ ચારે પદનો સમાવેશ થયો કે નહીં? આવરણરૂપ પાપનો નાશ થાય અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ન થાય એમ જૈન શાસન માનતું નથી. નમસ્કારમાં અનંતર ફળ તરીકે સર્વ પાપનો નાશ જણાવ્યો; પછી. “મંત્રાપાંવલબેરિં પદ્દમંદ મં’ સર્વ મંગલોમાં એ પ્રથમ મંગલ છેઃ સર્વ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ કયું ? ભાવ મંગલ. ભાવ મંગલ એટલે આત્માના સમ્યમ્ દર્શનાદિ ગુણો, ને એ જ પ્રથમ મંગલ નવકારના ચાર પદો કારણ તરીકે મંગલ તરીકે દર્શનાદિ જણાવેલ છે, પણ જગતના જે જીવો કારણરૂપે કહેલું નહીં સમજી શકે તેવાને માટે આરાધ્યરૂપે કહો ! અથવા આરાધનાના કારણ કે ફલરૂપે કહો ! સમ્યગ્દર્શનાદિ ચાર ગુણો અહીં નવપદમાં સ્પષ્ટપણે કહ્યાં છે. જૈન શાસનમાં શત્રુ તરીકે માત્ર કર્મને જ માનવામાં આવેલ છે.
આથી એ નક્કી થયું કે પંચપરમેષ્ઠિની ભક્તિ તે કેવળ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના ધ્યેયથી જ કરવાની છે; જૈન શાસનમાં પાપના ક્ષયથી મળવા લાયક અનુપમ પદાર્થો હોય તો આ ચાર જ. મંગલમાં મંગલ કોઈ પણ હોય તો આ ચાર જ. આ ઉપરથી જૈનોની પરિભાષાનો અર્થ નિયમિત થાય છે, જેમ નમો અરિહંતાપ એનો સીધો નિરૂક્ત અર્થ કેટલો ? શત્રુને હણનારાને નમસ્કાર થાઓ ! હવે શત્રુ ક્યા ?, બે વ્યક્તિનું નામ પુરુષોત્તમ હોય. હવે “પુરુષોત્તમ' એમ પોકારી બોલાવતાં કયો પુરુષોત્તમ બોલે ? જે ઘરવાળા તરફથી પુરુષોત્તમને બોલાવવામાં આવ્યો હોય તે ઘરવાળો અગર જેનો કાગળ આવ્યો હોય છે. તેવી રીતે અહીં શત્રુ કોણ? જૈન શાસનમાં કર્મ સિવાય કોઈને શત્રુ ગણવામાં આવેલ નથી. ત્યારે વળી પ્રશ્ન થશે કે નો મેહંતા કેમ ન કહ્યું? પણ એમ સ્મૃદંતાનું કહીને કર્મને હણનારાને નમસ્કાર થાઓ એમ કહેવાથી તે કર્મને હણ્યું તે ઈષ્ટ છે કે અનિષ્ટ ? તેનો ખુલાસો થાય નહીં. વળી માહિંતાનું કહીને કર્મરૂપી શત્રુને હણનારાને નમસ્કાર થાઓ એમ કહેવાથી “કર્મના શત્રુને હણનારો' એવો અર્થ પણ થઈ જાય. ત્યારે કદાચ એમ કહેવામાં આવે છે, તો તમ્મદંતાdi એમ કહીને પૂર્વે વિશેષણ મૂકવામાં આવે તો ચોખ્ખો અર્થ થાય કે શત્રુભૂત કર્મોને હણનારાઓને નમસ્કાર થાઓ, વાત ઠીક છે પણ આમ કહેનારાએ વિચારવું જોઈએ કે વિશેષણ ક્યાં વપરાય ? અરિભૂત કર્મ ત્યારે જ કહેવાય કે જ્યારે કર્મ બે પ્રકારનાં હોય. કોઈક મિત્રરૂપ ને કોઈક શત્રુરૂપ, પણ કોઈ કર્મ મિત્રરૂપ છે જ નહીં. જૈન શાસનમાં તો કર્મ શત્રુ જ છે ને કર્મ જ શત્રુ સ્વરૂપે પ્રસિદ્ધ છે. અર્થાત્ કર્મ મિત્ર નથી ને કર્મ વિના કોઈ શત્રુ નથી. આમ હોવાથી વિશેષણ જોડવાની જરૂર નથી. - હવે કદાચ કોઈ કહે કે જે પદાર્થનો સ્વભાવ જાણવામાં ન આવ્યો હોય તેવા સ્વભાવને પ્રગટ કરવા (જણાવવા) માટે પણ વિશેષણ મુકાય છે. જેમકે પરમાણુરપ્રદેશઃ (૧) પરમાણુ-પરમારપ્રવેશ: જેનો વિભાગ ન હોય તે પરમાણુ શું કોઈ પણ પરમાણુ બે વિભાગવાળા છે ? જો નથી તો પછી (૧) પરમ પુર પ્રવેશ: કેમ કહ્યું? ઉત્તર એ જ અપાય કે પરમાણુના સ્વભાવને જણાવવા માટે એમ કહ્યું; માટે તેવી રીતે અહીં પણ કર્મનો સ્વભાવ જણાવવા માટે “અરિ' વિશેષણ મુકાય તો વાંધો શો ?, વાત ખરી! પણ જ્યાં પદાર્થનો સ્વભાવ પ્રગટ કરવો હોય ત્યાં વિશેષણ કરતાં વિશેષ્યરૂપ પદાર્થ એ જ મુખ્ય હોવો જોઈએ જેમ ‘પરમાણુરપ્રદેશઃ' એ જગા પર અપ્રદેશનો સંબંધ હોવાથી પરમાણુની મુખ્યતા છે.