SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૩-૩૩ શું થાય? ચારિત્ર પાળીએ, દેવગુરુની સેવા કરીએ, જ્ઞાન ભણીએ, સમ્યકત્વ નિર્મળ રાખીએ આ બધું શા માટે ?, તેમાં પહેલું ફળ કયું? પહેલું ફળ તે જ છેલ્લું અને છેલ્લું ફળ તે જ પહેલું એમ કેમ? જ્યાં પ્રવૃત્તિથી ફળ ભિન્ન હોય ત્યાં અનંતર ને પરંપર ફળ ભિન્ન હોય, પણ જ્યાં ફળ ભિન્ન જ ન હોય ત્યાં અનંતર કે પરંપર ફળમાં ભેદ હોય નહીં. કોડીયું સળગાવ્યું, પહેલાં નાનો અગ્નિ ન થયો, પછી વધીને મોટો થયો, પણ છોડીયું સળગાવવામાં અનંતર ને પરંપર બને ફળ “સળગવું” એ છે તેવી રીતે અહીં નવપદમાં જે પાંચ પદો (પંચ પરમેષ્ઠિ) તેના આરાધનમાં જે અનંતર ફળ-પ્રાપ્તિ તે જ પરંપર ફળ-પ્રાપ્તિ; અને પરંપરાએ જે ફળ-પ્રાપ્તિ તે જ અનંતર ફળ-પ્રાપ્તિ છે, સમ્યગુદર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ આ ચાર વસ્તુઓ પંચ પરમેષ્ઠિના આરાધનમાં અનંતર તથા પરંપર ફળ તરીકે છે તે તે સર્વ એક જ રૂપે છે. કારણરૂપે જણાવ્યું અગર કાર્યરૂપે જણાવ્યું, પણ ફળ એક જ છે. પંચપરમેષ્ઠિની જઘન્ય આરાધના કરીએ તો પણ આત્માને ફળ કયું? સામાન્યરૂપે દર્શન મોહનીય તૂટે, જ્ઞાનવરણી, ચારિત્ર મોહનીય તથા અંતરાયતૂટે, જ્યારે આ જઘન્ય આરાધનાનું ફળ ત્યારે ઉત્કૃષ્ટ આરાધનાનું ફળ પણ સંપૂર્ણ દર્શનમોહ આદિનો ક્ષય, અને તે જ મોક્ષ, મોક્ષ એટલે આત્માનું યથાવસ્થિત સ્વરૂપ પ્રકટ થવું, આત્માને સંપૂર્ણજ્ઞાન થાય, ક્ષાયિક સમ્યકત્વ સાંપડે, વીતરાગપણું તથા અંતરાયરહિતપણું પ્રગટે, એટલે આ પરંપર ફળ પણ અનંતરમાં જે ફળ હતું તે જ પરંપરામાં, અને પરંપરામાં જે ફળ ને જ અનંતરમાં આથી પંચપરમેષ્ઠિમાં દર્શનાદિ ચાર પદનો સમાવેશ ફળ તરીકે કરી દીધો. નવકાર મંત્રમાં છઠ્ઠા સાતમા પદનો અર્થ વિચારો ! / પંદનમુદAો સબપીવMU/ આ સ્થળે જેમ બીજાઓ કહે છે એમ જ પાંચ નમસ્કાર' કહેવું હોત તો છેલ્લો શબ્દ ન હોત પણ પ્રો. પંઘનકુવા એમ કહેવું પડત. અહીં તો “પંચ નમુક્કારો' શબ્દથી “પાંચ નમસ્કારરૂપ શ્રુતસ્કંધ' એમ કહેવું છે, ને તેથી “આ પંચ નમસ્કાર નામનો શ્રુતસ્કંધ સર્વ પાપનો નાશ કરનાર છે' એવો એ છઠ્ઠા સાતમા પદનો અર્થ છે. દર્શનાદિ ચારે પણ અંશે કે સર્વથા પાપનો નાશ થવાથી અગર સામાન્યથી કે સર્વથા સમ્યકત્વાદિ ગુણો પ્રકટ થાય તે વસ્તુ નવપદમાં કાર્યરૂપે જણાવી, જ્યારે નવકારમાં કારણ તરીકે જણાવી, દર્શન એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર જે મિથ્યાત્વરૂપ મોહજાળ તે પાપ છે, જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, એને રોકનાર જ્ઞાનાવરણીય એ પણ પાપ રૂપ છે, અનંતવીર્ય એ આત્માનો સ્વભાવ છે એને રોકનાર અંતરાય પણ પાપ સ્વરૂપ છે, ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે એને રોકનાર is ચારિત્ર મોહનીય પાપ છે. જે જે પાપનો ક્ષય થાય એટલે તે તે ગુણો આપોઆપ પ્રગટ થવાના ! 1મરકાર તો દુર્જનને પણ કરાય છે, પણ તે સૌજન્યનો નહીં. અરિહંત યદ્યપિ ત્રણ જગતના નાથ છે, માં છે, પણ એમની એ અનન્ય પ્રભુતા આપણને નમસ્કાર દ્વારા જ ફાયદો કરે છે. જેઓ અરિહંતને આરાવતા નથી તેઓનું અરિહંતની સત્તા માત્રથી કલ્યાણ થતું નથી, એમ સિદ્ધ ભગવાન આચાર્ય મહારાજ ઉપાધ્યાય અને સાધુ મહારાજા પણ આરાધનાથી જ ફળ દે છે એમને નમસ્કાર કરવામાં આ રીતિએ એ અરિહંતાદિકથી અધિકતા હોવાથી નમો શબ્દ સર્વપદોમાં પહેલાં મુક્યો. આ નમસ્કાર માત્ર પણ સર્વપાપનાં કાશ ને અંગે છે. માટે જ કહ્યું કે “સવ્વપાવપૂVIળો એટલે સર્વ પાપનો નાશ કરનાર છે. આ પાંચ નમસ્કાર રૂપી શ્રુતસ્કંધ સર્વ પાપનો નાશ કરનાર છે. વિચારો કે પાપનો નાશ
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy