________________
૨૪૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ નિર્વાહ ભાગવતી દીક્ષા વિના બીજે ક્યાં થાય ? સંસારમાં તો ડગલે ને પગલે રાગદ્વેષના ઝઘડા છે, ક્ષણે ક્ષણે અલના છે. સંસાર એટલે ભયંકર દાવાનળ ! એ દાવાનળમાંથી ઉતરવાનો એક જ આરો છે અને તે સંસારનો સર્વથા પરિત્યાગ એટલે કે ભાગવતી દીક્ષા ! સંસારમાં સારનો અંશ પણ નથી માટે દરેક જ્ઞાની મહાત્મા પોતાના પ્રવચનના પ્રારંભમાં જ મસાડયંસંસાર: એવી ઉદ્ઘોષણા કરે છે. સંસારમાં રહેનાર ભયમુક્ત થઈ શકે શી રીતે ? કેમકે જીવનનિર્વાહ માટેની પ્રવૃત્તિ તથા ચાલુ અભ્યાસને લીધે વિષય કષાયાદિમાં રમણતા તેમજ કુટુંબકબીલો વિગેરેને લઈને ઈહલૌકિક ભયો વધતા જ જાય છે જ્યારે પ્રવ્રજિત પુણ્યાત્માની પરિસ્થિતિ જ તે છે કે જ્યાં ભયની સંભાવના જ નથી. યતઃ.
धैर्ययस्य पिता क्षमा च जननी शान्तिश्चिरं गेहिनी । सत्यं सूनुरयं दयाचभगिनी भ्राता मनः संयमः ॥ शय्याभूमितलं दिशोऽपिवसनं ज्ञानामृतं भोजन । मेते यस्य कुटुम्बिनो वद सखे । कस्माद्भयं योगिनः ॥१॥
વૈર્ય જેનો પિતા છે, ક્ષમા જેની માતા છે, ચિરશાંતિ જેની ગૃહિણી છે, સત્ય જેનો પુત્ર છે, દયા જેની બહેન છે, મનઃસંયમ જેનો ભાઈ છે, ભૂમિતલ જેની શય્યા છે, દિશા જેનાં વસ્ત્રો છે અને જ્ઞાનામૃતનું જે ભોજન આરોગે છે, હે સખે ! કહે કે આવા કુટુંબ વચ્ચે રહેનાર યોગીને ભય હોય જ ક્યાંથી?
પ્રાણી માત્રને અભયદાન દેવું, સર્વથા જુઠું ન બોલવું, ચોરી, મૈથુન તથા પરિગ્રહનો સર્વથા ત્યાગ કરવો, આ પાંચ મહાવ્રતોથી યાજજીવ પાવન કરાવનારી સ્વ-પર કલ્યાણ, અશાંતિ, ઉત્પાતો વિગેરે તો ત્યાં જ હોય કે જ્યાં રાગનાં સન્માન હોય. ભાગવતી દીક્ષા લેનાર તો રાગને ઠોકર મારીને આવે છે. કંચન અને કામિની એ બે જ ક્લેશનાં કારમાં કારણ છે, કહેવત પણ છે કે “જર, જમીન, જોરૂ, એ ત્રણ કજીયાનાં છોરૂં” પણ દીક્ષા લેનાર ભાગ્યવાન તો ધન માલ મિલકત કુટુંબકબીલો, વાડી, વજીફા અને વૈભવાદિ સર્વસ્વને સદાને માટે તિલાંજલિ આપીને સર્વથા ત્યાગી બને છે અને આગળ વધીને શરીર પરત્વે પણ વધુ ને વધુ નિસ્પૃહ બને શરીર નિસ્પૃહતાના યોગે મહાન તપશ્ચર્યા કરી કઠીનમાં કઠીન કર્મોને ભસ્મીભૂત કરે છે. આવી તપશ્ચર્યા પણ સાધ્ય ક્યારે ? સર્વવિરતિનો સ્વીકાર હોય ત્યારે ! આ રીતિએ દીક્ષિત પુણ્યાત્માઓ અભ્યાસ દ્વારા પ્રાંતે પરમત્યાગી થઈ પરમપદને અવશ્યમેવ પ્રાપ્ત કરે છે. પુરુષાર્થ હંમેશાં સુખ માટે હોય, સુખ, શાશ્વત્ સુખ મોક્ષમાં જ છે, અને મોક્ષની સાધના ભાગવતી દીક્ષા એ જ સાચો પુરુષાર્થ છે.
જૈન દર્શનનો મૂળભૂત સિદ્ધાંત જ ત્યાગ છે. ત્યાગનું સર્વીશે પાલન ભાગવતી દીક્ષામાં જ છે. દીક્ષા એજ જૈન શાસનનું લક્ષ્યબિંદુ છે બલકે જૈન શાસનમાં દીક્ષાનાં ઠામઠામ યશોગાન છે! ત્યાગ સિવાય જૈન દર્શનમાં બીજું નથી જ ! આથી તો પૂજ્ય પંચ પરમેષ્ઠિ પદમાં સ્થાન