SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી સિદ્ધચક્ર તા. ૧૨-૩-૩૩ પણે પાળેલી છે. તેનાથી ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન રૂપ પરમ ફળને પામ્યા પછી તો એને કલ્યાણની નિકટ સંબંધીની જાણી સ્પષ્ટ પણે જગતને ઉપદેશીને તીર્થકર દેવોએ છૂટે હાથે વહેંચેલી છે. એવી પરમ પવિત્ર અને અખિલ વિશ્વનાયે જીવોને અભય આપનારી એ દીક્ષાનો વિજય પણ કેમ ન હોય ? આધિને અટકાવનારી, વ્યાધિને વિદારનારી, અને એ બન્નેની જનની જે ઉપાધિ તેને જડમૂળથી ઉચ્છેદનારી, સંતાપ માત્રને શમાવનારી તથા મદોન્મત્ત અને ક્રૂર એવા કર્મ રાજાને નિમેષમાત્રમાં નમાવનારી એ પરમ પવિત્ર ભાગવતી દીક્ષાનો વિજય અને વિજય વિજય જ હોય ! દેવોને પણ શીર સાવંદ્ય એવી એ વિજયવંતી પરમેશ્વરી પ્રવ્રયા સદાકાળ વિજયનો હો ! આ તારક દીક્ષાદેવીને મનુષ્ય ભવમાં જ સાધી શકાય તેમ હોવાથી અનેક સૂર અસૂરો પણ એ મનુષ્ય ભવની પ્રાપ્તિ માટે તો તલસ્યા જ કરે છે. મનુષ્ય ભવની મહત્તા પણ જ્ઞાની મહાત્માઓ આટલા માટે જ ગાય છે. દેવોની સ્થિતિ વિચારો ખૂબ ખૂબ વિચારો કે પોદ્ગલિક સુખ સંજોગ સામગ્રીની સ્વર્ગમાં તો ન્યુનતા જ નથી. ત્યાં એને તારક શાસનમાં સાધવા લાયક સાધ્યની પરમ સાધના જ અશક્ય છે અને પરિણામે જ દેવોની મનુષ્ય ભવની યાચના છે! વી એ ખુલ્લું જ છે કે દેવોની મનુષ્ય ભવ માટેની માંગણી પણ એ પરમ પવિત્ર પરમેશ્વરી પ્રવજ્યા માટે જ છે. આ સીધી અને સહેલી વાત જેને ન સમજાય તેણે પોતાને કમનસીબ માનવા સિવાય બીજો રસ્તો જ નથી. આ વાત બાજુએ રાખી-એ સદવસ્તુને યથાર્થ સ્વરૂપે સમજેલા જે મુમુક્ષુ મનુષ્યો એ દીક્ષા દેવીને જ ચરણે પોતાનું જીવન સમર્પે એ જોઈ કોને આનંદ ન થાય !! - પાપની પરાકાષ્ઠાએ પહોંચેલાઓએ પણ પુણ્યોદયે પરિસ્થિતિનું ભાન થવાથી પરમેશ્વરી પ્રવ્રજ્યા લીધા પછી જ પરમપદની પ્રાપ્તિ કરી છે. ભયંકર પાપોનું પ્રાયશ્ચિત તે એક જ પરમેશ્વરી પ્રવ્રજ્યા છે. યતઃ એવા પણ બહુ પાપથી, ઉદ્ધરવા દીએ હથ્થ, પ્રવ્રજ્યા જિનરાજની, છે એક શુદ્ધ સમથ્થ. (શ્રીપાળ રાસ.) જેઓને ગર્ભ, જન્મ વાસ, મરણ વિગેરે ન ગમતું હોય તેઓએ બીજા પ્રાણીનાં ગર્મ, જન્મ, ત્રાસ તથા મરણનાં કારણભૂત પોતે ન જ થવું એ સીધો અને સાદો ન્યાય છે. એ ન્યાયનું સંપૂર્ણ પાલન એજ પ્રભુએ પ્રરૂપેલી પારમેશ્વરી પ્રવજ્યા યાને ભાગવતી દીક્ષા! દુન્યવી એકે એક પદાર્થની પાછળ પડછાયાની જેમ ભય ઉભેલો જ છે. મને એ મર્થ, યુનેતિ મયં, વિકૃપાનમચં વિગેરે ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા ભયોને કહેનાર રાજ્યોગી ભર્તુહરીએ જણાવી દીધું કે વૈરાજ્યમેવાભયમ્ | અભયરૂપ માત્ર વૈરાગ્ય છે. આ વૈરાગનો
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy