________________
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
-
,
,
,
,
,
૨૪૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ નાશ ક્ય પછી જ આત્મા વિશુદ્ધ બની, અખંડ અને ચિરસ્થાયી અવ્યાબાધ સુખરૂપ સિદ્ધિસ્થળને સંપ્રાપ્ત કરે છે. એટલે કે શાશ્વત સુખનો સ્વામી બને છે. આથી એ પણ સહજ સિદ્ધ છે કે વિશુદ્ધ સુખને ઇચ્છનારાઓ જો તેના સાચા જ જિજ્ઞાસુ હોય તો એમણે તેવા અખંડ સુખને પણ અલ્પકાળમાં જ મેળવી આપનારી ભાગવતી દીક્ષાને સર્વ પ્રમાદનો સત્વર ત્યાગ કરી અંગિકાર કરવી ઘટે ! સંયમ કહો; સર્વ વિરતિ, કહો, પરમેશ્વરી પ્રવ્રજ્યા કહો કે ભાગવતી દીક્ષા કહો એ સર્વ એકનું એક જ છે.
જૈન દર્શન ભાગવતી દીક્ષાથી ભિન્ન નથી અને એથી તો જૈન દર્શનમાં, શાસ્ત્રમાં તેમજ કથાઓમાં જ્યાં દેખો ત્યાં એ પવિત્ર ભાગવતી દીક્ષાથી કલ્યાણનાં વર્ણનો જગા જગાએ ઠાંસી ઠાંસીને ભર્યા છે ! આથી, જૈન શાસ્ત્રોમાં ભાગવતી દીક્ષાના ધ્યેય વિના બીજો ઉપદેશ જ નથી, એમ કહેનારા ભાગ્યવાનોનું હર વખતે બોલવું પરમ સત્ય છે. એ વાત પણ સહેજે સમજાશે. એને આદરવામાં અસમર્થ (અશક્ત) એવા આત્માઓ માટે પણ (એટલે કે તે બાપડા ધર્મવિહોણા ન રહી જાય માટે પણ) પરમકૃપાળુ શાસ્ત્રકાર મહર્ષિઓએ દેશવિરતિ, સમ્યકત્વ પ્રભુપૂજનાદિ અસંખેય આરાધનના યોગો બતાવેલા છે. યોગો દરેક આદરવા યોગ્ય છે, છતાંયે અશક્તિએ, પણ તમારા આત્માના હિતની ખાતર અનુકૂળ પડતો કોઈ એક પણ યોગ આરાધોપણ કદીયે વિરાધક બની દુર્ગતિમાં ધકેલી દગો દેનારા દુષ્ટ આલંબનોને તો અડકશો જ નહીં ! આ એ તારક મહર્ષિઓની પરમ ભાવના ! એ યોગમાં પણ તપાસીએ તો ખુલ્લું જ છે. કે એનું અશકિતએ આરાધન કરનારાઓએ પણ ધ્યેય તો મોક્ષને અપાવનાર સર્વ વિરતિનું જ રાખવાનું હોય છે. સર્વ વિરતિ વિના શાશ્વત સુખની પ્રાપ્તિ નથી નથી તે નથી જ ! સર્વ વિરતિને સર્વથા સેવન કરનારા ભાગ્યવાનો સિવાય કોઈને એ શાશ્વત્ સુખની પ્રાપ્તિ અસંભવિત છે. આત્માને અવ્યાબાધ પદે પહોંચાડી ચિરસ્થાયી સુખ સમર્પનારી તે એ એક જ “ભાગવતી દીક્ષા' છે. એથી તો ખરેખર ! જગતભરના તમામ જંતુઓની એ કલ્યાણ પ્રદાતા માતા છે ! આવી પવિત્ર અને સ્વાર કલ્યાણકારી તારક દીક્ષાને આપણે અવ્યાબાધ ઇચ્છીએ, (ટકાવીએ) એમાં મનુષ્યત્વતાની એ સાચી ફરજ સિવાય અધિક કશુંયે કરતા જ નથી. આથી એ પણ સ્પષ્ટ છે કે ભયંકર ભવાટવીમાં ભયભીતપણે ભમતા ભવ્ય આત્માઓને એ એક જ શરણ ભૂત છે. સર્વથા ભયમુક્ત બનાવનારી અને એકાંતે નિર્ભયસ્થાનને આપનારી એ ભાગવતી દીક્ષા તેથી તો વિજયવંતી છે! અરે! તે જ ભવમાં પોતાની સિદ્ધિ (મુક્તિ) નિશ્ચિત ', તો પણ એ શાસન સંસ્થાપક તીર્થંકર દેવોએ એને સ્વયં અંગીકાર કરી ઉત્કૃષ્ટ