________________
૨૪૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ શાંતિથી નિદ્રા લે. એ પારાવાર દુઃખથી છૂટવા (મરણ સ્વરૂપે મરણ વહાલું નહીં છતાં) તેઓ હરપળે મરણને ઇચ્છે છે આમ છતાં પણ ધાર્યું તો મરણ તે મેળવી શકતા નથી, એના જેવું બીજું દુઃખ ક્યું હોઈ શકે ? તિર્યંચ યોનિમાં પણ પરવશતાને પરિણામે ઇચ્છાનું રૂંધન, પરનો સહેવો પડતો ભયંકર અને અનિચ્છિત ત્રાસ અને એથી આત્માને ઊપજતા સંતાપજનક સંકટોથી પણ કોણ અજાણ છે ! પોગલિક સામગ્રીની પ્રાપ્તિ બેશક મનુષ્ય યોનિમાં છે, પણ તે અઢળક રિદ્ધિમાન દેવોની સામગ્રી પાસે તો તુચ્છ જ છે. આ લોકમાં પણ એક બીજા એક બીજાથી ન્યુનાધિક છે. સારાની સામા ન થવાના કોડો (મનોરથો) મરણ પયંત મનમાં જ રહી જાય એ પણ ઓછું દુઃખ તો નથી જ ! દેવ યોનિમાં તો એવા સુખનો સુમાર નથી, છતાંયે એને પણ એ જ દુઃખ છે કે આ સુખો પણ શાશ્વત તો નથી જ, વળી છે તેટલા પણ એ રંગ અને રાગથી ભરેલા દેવોને પણ સંતાપ અને કદર્થનાથી તો મુક્ત જ નથી ! ક્યાંથી હોય ? શાશ્વત સુખ તો સિદ્ધિસ્થાન (મોક્ષ) સિવાય બીજે ક્યાંય જ નથી! એ શાશ્વત સુખના સાધકોએ તેને સહેલાઈથી મેળવી આપે તેવા ઉત્તમ સાધન (સિદ્ધચક્ર) ની સાધના અવશ્યમેવ કરવી જોઈએ ! એ પરમ તત્ત્વની જૈન દર્શનમાં એટલી તો સુપ્રસિદ્ધિ છે કે જૈન દર્શનાનુયાયિઓમાંનું નાનું પણ બચ્ચું એનાથી અજાણ હોતું નથી. સિદ્ધચક્રજી કહો કે નવપદજી કહો, નવપદજીમાં પ્રથમના પાંચ પદ તે પાંચ પરમેષ્ઠિઓ અને પછીના ચાર તે ગુણો છે. ગુણી ગુણ વગરના હોઈ શકે જ નહીં, એટલે કે એ પાંચ પરમેષ્ઠિઓમાં એ ચારે ગુણો વિદ્યમાન છે.
આ સ્થળે અમો વાંચકવૃંદનું ખાસ ધ્યાન ખેંચવા માગીએ છીએ કે એ પાંચે પરમેષ્ઠિઓ સંસારી નથી, પણ સંસારનો સર્વથા પરિત્યાગ કરી દીક્ષિત જ બનેલા પરમતારક મહાત્માઓ છે. ગુણોમાં પણ પહેલો ગુણ સમ્યગ્દર્શન એ રત્ન દીપક છે વસ્તુનું યથાર્થ દર્શન કરાવનાર એ સમ્યગ્દર્શન છે, જ્યારે બીજો જ્ઞાનગુણ એ હેય અને ઉપાદેયનો વિવેક કરાવે છે. આટલું થયા છતાં પણ જો આચરણ ન થાય તો દર્શનથી દેખાયેલો અને જ્ઞાનથી જણાયેલો લાભ પણ સાચા અને ચિરસ્થાયી સુખને મેળવી આપવા તો અસમર્થ જ છે; અર્થાત્ કહીએ કે સુખનો માર્ગ દર્શન બતાવે, જ્ઞાન તે માર્ગને અંગે વિશેષ અજવાળું પાડનારી સમજણ આપે ! પણ અવ્યાબાધ અખંડ એવા સુખને તો ત્રીજો ગુણ ચારિત્ર જ અપાવે ! અનાદિકાલથી આત્મા કર્મના બોજાથી દબાયેલો છે એની કોણ ના કહે તેમ છે ? તેથી છુટવા માટે સૌથી પહેલાં તો આવતાં નવાં કર્મોને રોકવા જોઈએ ! નવા ને આવતાં રોકવા એનું નામ સંવર છે; અને એ સર્વથા તો સર્વ સંવર રૂપ દીક્ષાના પાલનથી જ રોકાય છે. ચારિત્ર ગ્રહણ ર્યા પછી પણ તપ દ્વારા જુનાં કર્મોને બાળીને ભસ્મીભૂત કરવામાં આવે છે. ચોથા ગુણ રૂપ એ તપપદ અનાદિના કર્મોને તીવ્ર પણે તપાવવામાં આત્માના એક સમર્થ અને પરમ વિશ્વાસુ મિત્રની ગરજ સારે છે. આપણે ઉપર જોઈ ગયા કે આ ચારે ગુણોના માલીક પરમેષ્ઠીઓ છે. આથી એ સ્પષ્ટ સમજાશે કે સર્વ વિરતિ રૂપ પરમ શુદ્ધાચરણ વડે કર્મમાત્રનો સર્વથા