________________
૨૪૬ .
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૨-૩-૩૩ પણ ત્યાગીઓનો જ છે.
ઉપર જણાવેલા પંચમહાવ્રતનું જીવનપર્યત પાલન કરવાની પ્રતિજ્ઞા કરી દીક્ષા લેનાર, પોતે તો દુન્યવી દોષોથી બચે છે જ પણ પોતાની પાસે આવનારાઓને પણ સન્માર્ગ-પ્રેરણા વડે તેવા દોષોથી અવશ્ય બચાવે છે અર્થાત્ ભાગવતી દીક્ષા જેમ પોતાને શાંતિપ્રદ છે. જે ગુનાઓ રાજ્યના કાયદાથી પણ અટકતા નથી તે ગુનાઓ આવા ત્યાગી મહાત્માઓના સામાન્ય ઉપદેશથી પણ આપોઆપ અટકી જાય છે..
ભરતચક્રીએ છ ખંડ સાધ્યા પછી પોતાના અટ્ટાણું ભાઈઓને પોતાનું સાર્વભૌમત્વ સ્વીકારવા સંદેશ પાઠવ્યો અર્થાત્ તેઓને પોતાની સેવામાં બોલાવ્યા. એ અઠ્ઠાણુંયે ભાઈઓ “હવે શું કરવું ?” એ પૂછવા પિતાજી (શ્રી ઋષભદેવજી ભગવાન) પાસે આવ્યા. “હવે શું કરવું?” એ પ્રશ્નમાં એમણે કયા ઉત્તરની આશા રાખી હશે ? “પિતાજી કોઈપણ રીતે આવા અતિલોભી ભરતને સમજાવે;' આ જ ભાવના હતી કે બીજી? “અમારે ભારત સામે લઢવું કે નહીં ?' આ જ પ્રશ્ન હતો, પ્રશ્ન આ પણ પિતાએ પ્રત્યુત્તરમાં પ્રવ્રજ્યા જ આપી કે બીજું કાંઈ ? પ્રભુએ શું કહ્યું? યુદ્ધ ? યુદ્ધ કોની સાથે ? યુદ્ધ તો શત્રુ સાથે હોય અને કર્મ વિના બીજો શત્રુ કયો ? યુદ્ધ જ કરવું હોય તો આવો સંવેગની સમરાંગણ ભૂમિ પર ! ખરેખર! જૈન દર્શનમાં શત્રુ કર્મને જ માનવામાં આવેલ છે અને એ માટે જ ધાતકર્મનો સર્વથા સંહાર કરનાર આત્માને “અરિહંત' કહે છે.
પારમેશ્વરી પ્રવજ્યાનું સ્વરૂપ સામાન્યતઃ દર્શાવવા પ્રયત્ન થયો છે. તેનું વાસ્તવિક સ્વરૂપ વચનાતીત છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવી દિક્ષાનો દ્રોહ એ ભયંકર આત્મદ્રોહ છે. દીક્ષા એ મોક્ષનો એક જ માર્ગ છે અને તેમાં કાંટા વેરનારા કમનસીબો પોતાનો બલ્બ જગતભરનો વિદ્રોહ કરી રહ્યા છે; દીક્ષાનો વિરોધ કરનારી ટોળકીને પણ “દીક્ષા તો શિરસાવંદ્ય' એમ શરૂઆતમાં કબૂલવું પડે છે એ જ દીક્ષાની શ્રેષ્ઠતા છે, દીક્ષાનું એ ગૌરવ છે, દીક્ષાનો એ મહાન વિજ્ય છે. સીધી રીતે “દીક્ષા નથી ગમતી, દક્ષા ન જોઈએ' એમ કહેવાથી કોઈ માને નહીં માટે તેને “અયોગ્ય' વિશેષણ જોડી પોતાની અયોગ્યતા પુરવાર કરનાર અયોગ્યનું માનસ સહજ સમજાય તેમ છે.
લ
લ
લ