________________
૨૩૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ પણ નિભાવવા અર્થાત્ એ રીતિએ વર્તવા દેવા, એવી પ્રવૃત્તિની આડે લેશ નહીં આવવા એટલે જરાપણ પડખલગીરી નહીં કરવાનો નિર્ણય કરવા તૈયાર છે ? તેમજ બે વર્ષથી વધારે તો રોકવા જ નહીં એ વાત કબૂલ રાખી છે? મહાવીર ભગવાન જેવાને પણ મનપર્યવ તે બે વર્ષમાં ન જ થયું, જ્યારે ઘરથી નીકળ્યા, સાધુ થયા ત્યારે જ તે જ્ઞાન પ્રાપ્ત થયું અર્થાત્ ગૃહવાસના કારણ માત્રથી જ આવા નિર્લેપ મહાત્માના સાધુપણાને પણ કુદરતે કબૂલ રાખ્યું નથી. જ્યારે કુદરતે તે સાધુપણું ગૃહત્યાગથી જ કબુલ રાખ્યું ત્યારે ગૃહત્યાગ કર્યો કે તરત જ મન:પર્યવ થયું. તીર્યચોને ચારિત્ર શાથી નથી માન્યું?
મન ચંગા તો ઘરે ગંગા' એ કથન-એ લોકોકિત ગૃહ ત્યાગના વિષયમાં લાગુ ન પડી શકે. કેમકે સંસારની તમામ ક્રિયા અશુભ છે. તેનો ત્યાગ પહેલો થવો જ જોઈએ. ગૃહત્યાગ એ તો ચારિત્રનો અર્ધભાગ છે. જો ગૃહત્યાગ માત્રથી જ ચારિત્ર મનાય તો મારામો એટલું જ કહેવું બસ હતું. તેની સાથે મUTIFચંપન્નડા એ કહેવાની જરૂર નહોતી. ઘર છોડવું અને સાધુપણાની સામાચરી આચરવી એ બંને આવશ્યક છે, અને એમ માનીશું તો જ તિર્યંચમાં સાધુપણું નથી એ વાત માની શકાશે. તિર્યંચો જાતિસ્મરણ જ્ઞાન પામી, સર્વથા અનશન કરતાં સર્વથા પાંચે અવ્રતનો ત્યાગ કરે છે છતાં શાસ્ત્ર ત્યાં સાધુપણું માનતું નથી. શ્રેણિકના પગ નીચે ચગદાયેલ દેડકાએ એકાંતમાં જઈ પાંચે અવ્રતનો ત્યાગ કર્યો છે, છતાં શાસે ત્યાં સાધુપણું માન્યું નથી, કારણ કે અશુભક્રિયાનો ત્યાગ છતાં ત્યાં શુભક્રિયાનો આદર નથી. અશુભક્રિયાનો ત્યાગ થાય અને શુભક્રિયામાં અપ્રમત્તપણે વર્તાય (પ્રવૃત્તિ થાય) ત્યારે જ તેને ચારિત્ર કહેવાય.
આ તો અશુભક્રિયાના ત્યાગની તથા શુભક્રિયાના આદરની એટલે માત્ર ક્રિયાની જ વાત થઈ, ત્યારે શું ભાવનાને (ક્ષમા, માર્દવ, આર્જવ, સંતોષ, સત્ય, અકિંચનત્વ, બ્રહ્મચર્ય વિગેરેને) સ્થાન નથી ? ના, એમ નહીં ! ઉત્તમ ગુણે સહિત એવું ચારિત્ર પાળવાનું સ્પષ્ટ વિધાન છે. ક્ષમાદિ દશ પ્રકારના શ્રમણધર્મ સહિત, અશુભક્રિયાના ત્યાગ તથા શુભક્રિયાના આદરરૂપ ચારિત્રનું નિરંતર પાલન કરો !!! ચારિત્ર એ શ્વાસ લેવાની જેમ નિત્ય ક્રિયા છે.
| શ્રી નવપદમાં પ્રથમનાં પાંચ પદ (અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, અને સાધુ) ધ્યાન કરવા લાયક છે, દર્શન એ રત્નદીપિકા છે, એને સુદઢપણે સ્થાપન કરવા યોગ્ય છે. દીપક પ્રગટાવીને સુસ્થાને સ્થાપીએ પછી તે દીપક માટે કાંઈ કરવાનું રહેતું નથી તેમ અત્રે કરવા યોગ્ય છે સાધ્યના નિશ્ચય પછી વિચારવાનું કાંઈ નથી. પણ જ્ઞાન અને ચારિત્રમાં તો દીપકના ઉદ્યોતે અન્ય કાર્યોના પ્રયત્નની માફક પ્રવૃત્તિ કરવાની છે. જેમ અમુક વિષયનો અભ્યાસ કરી પરીક્ષા પસાર કરી ડિગ્રી મેળવ્યા પછી બેસી રહેવાય છે તેમ દર્શન પ્રાપ્ત કર્યા પછી તેને સાચવી રખાય સ્થાપન કરી રખાય પણ જ્ઞાન તથા ચારિત્રમાં બેસી રહે ન ચાલે. એ કાંઈ પ્રાસંગિક ક્રિયા નથી. શ્વાસ લીધા વગર જેમ ચાલતું નથી તેમ જ્ઞાન શીખવામાં અને ચારિત્ર પાવામાં આ જીવને યાવજીવ ઉદ્યમ વિના ચાલતું નથી સતત ઉદ્યમની પરમ આવશ્યકતા છે.