________________
૨૩૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ અહીં કોઈને એ પ્રશ્ન થશે કે જો ચારિત્ર એ નિત્ય ક્રિયા હોય (નિત્ય પ્રવૃત્તિમય હોય) તો તે સંવર તત્ત્વમાં પાંચે ચારિત્રો ગણેલાં હોવાથી ચારિત્ર એ કેવલ સંવરરૂપ રહેશે, પણ નિર્જરારૂપ નહીં રહે ! તેના ઉત્તરમાં સમજવું કે આ ચારિત્ર સંવર તથા નિર્જરામાં રહેનારું છે. અહીં ચારિત્રપદ વ્યુત્પત્તિવાળું નહીં, પણ નિરૂક્તિવાળું સમજવું. વયે તે આઠ કર્મનો સંચય તેને રિવત એટલે ખાલી કરે તે ચારિત્ર. જો નિર્જરાને ચારિત્રમાં ન રાખો તો કર્મક્ષયનો પ્રસંગ નહીં આવે ! સંવર તથા નિર્જરા બન્નેમાં જેનો સમાસ છે તેવા ચારિત્રનું અહર્નિશ પાલન કરી આઠામા પદની આરાધના કરો ! પ્રશ્ન - સંવર અને નિર્જરા એ પરિણામથી થવાવાળી વસ્તુ છે. ને જો ચારિત્રના સ્વરૂપભૂત
સંવર અને નિર્જરા કેવલ આત્માના પરિણામરૂપ જ વસ્તુ છે તો પછી કેવળ આત્માના તેવા પરિણામને જ ચારિત્ર કેમ ન માનવું? પ્રશ્નનું તત્ત્વ એ જ કે આરંભપરિગ્રહ તે વિષય કષાયમાં પ્રવર્તવું નહીં તેમજ તેમાં પ્રવર્તવાનાં પરિણામો રાખવા નહીં. પણ અશુભક્રિયા જે હિંસા જુઠ ચોરી સ્ત્રીગમને અને પરિગ્રહરૂપે છે તેના ત્યાગની ને તેમાં
વળી તે ત્યાગના પચ્ચખ્ખાણની શી જરૂર છે ? જવાબ- ચોથું નમાવવ) જ્ઞાન ચારિત્રની સાથે સંબંધ ધરાવે છે એ વાત તમારાથી અજાણી
નથી, ત્યાગની ભાવના માત્રને શાસ્ત્રોમાં ચારિત્ર ગણાતું નથી. ભગવાન શ્રી મહાવીર દેવનાં જીવનમાં ત્રીશ વર્ષ ગૃહસ્થપણામાં અને બેતાલિશ વર્ષ ચારિત્રમાં શ્રી કલ્પસૂત્રમાં ભગવાન ભદ્રબાહુ સ્વામીએ જણાવ્યાં ત્યાં ગૃહવાસમાં પચ્ચખ્ખાણ ર્યા વિના પાળેલા સાધુપણાને પણ સાધુપણામાં ગણવામાં આવ્યું નથી. તે પ્રતિજ્ઞા વિનાના ત્યાગને ચારિત્ર કોઈ પણ શાસ્ત્રકારે કહ્યું નથી ને કુદરતે પણ અઠ્ઠાવીસમા વર્ષે ચારિત્રની સાથે જ સંબંધ ધરાવતું એવું મન પર્યાય જ્ઞાન પણ શ્રી તીર્થકર દેવ સરખા પરમ પવિત્ર ભાવનાવાળા ને ત્યાગવૃત્તિવાળાને પણ ઉપજાવ્યું નહીં. એ ઉપરથી સ્પષ્ટપણે સમજાશે કે પ્રતિજ્ઞા
કરવાપૂર્વકનો જ ત્યાગ એ ચરિત્રગુણ છે..
આઠમા ચારિત્રપદની આરાધનાને અંગે નમો ચરિત એ પદનું ગુણણું, ખમાસમણાં વિગેરે ક્રિયા માત્ર ઓટલાનાં પગથિયાં ચઢવા જેવી ઉપયોગી છે જ્યારે ચારિત્રનું પાલન તો મેડાના (સીડીના) પગથીયાં ચઢવા જેવું અત્યંતોપયોગી છે. ચારિત્ર અંગિકાર કર્યું એટલે આત્મા મોક્ષમાર્ગે ચાલવા લાગ્યો. પ્રવ્રજ્યા અંગિકાર કરી એટલે પરમપદના પુનિતપંથે પ્રયાણ કરવા લાગ્યો એ વાત ખરી પણ પરમપદની પ્રાપ્તિનો મનોરથ ફળે ક્યારે? સુધારનારના હાથમાં મોતી આવ્યું, તેણે તેજાબ વિગેરે મસાલાની શીશીમાં નાંખ્યું, પણ એ મોતીનું ખરાબ પડ ઊતરે નહીં ત્યાં સુધી તેની કિંમત અંકાય (થાય) નહીં. તેવી રીતે આત્મા ચારિત્રરૂપી મશાલાની શીશીમાં પડ્યો પણ મેલું પડ ઉખડે નહીં અર્થાત્ કર્મક્ષય થાય નહીં ત્યાં સુધી આત્મા નિર્મળ થાય નહીં. ને તે કર્મસમૂહરૂપ ખરાબ પડને ઉખેડનાર તપ છે. તેનું સ્વરૂપ તથા આરાધતા કેમ થાય વિગેરે અગ્રેવર્તમાન.
૯ - 2