________________
શ્રી સિદ્ધચક્ર
૨૩૨
તા. ૨૪-૨-૩૩. તેવા જ્ઞાનીને શાસ્ત્રોમાં ગધેડા જેવો ગણવામાં આવ્યો છે. ચંદનનું કાઇ તોલમાં ભારે હોય છે તેથી તેને વહન કરનાર ગધેડો દુર્બળ હોય છે, તેવી રીતે જૈનશાસનના જ્ઞાનની પ્રાપ્તિ દુર્લભ છે, તે પામીને પદિ ચારિત્ર પાલન ન થાય તો તે જ્ઞાની દુર્બળ ગધેડા જેવો છે. દર્શન તથા જ્ઞાન, ચારિત્રની અભિલાષામાં રહે છે. જો એ અભિલાષા ન હોય તો નથી દર્શન કે નથી જ્ઞાન એ હકીકત શાસ્ત્ર સમજનારાઓથી અજાણી નથી. ચારિત્ર કોને કહેવું?
હવે ચારિત્ર કહેવું કોને ? ને એ ચારિત્ર જોય (જાણવા લાયક), હેય (છોડવા લાયક) કે ઉપાદેય (આદરવા લાયક) છે?, ચારિત્ર ઉપાદેય છે. જો કે સમ્યગદર્શન વિનાના જ્ઞાન તથા ચારિત્રની કિંમત નથી, તથાપિ સમ્યગ્દર્શન સંયુક્ત જ્ઞાન છતાંયે ચારિત્ર વિના મુક્તિ થવાની નથી, અર્થાત્ જ્યારે ત્યારે પણ સિદ્ધિ ચારિત્રથી જ છે. જેમ પાંચ, સાત, દશ વર્ષ અભ્યાસ કરી, પરીક્ષા પસાર કરી વકીલ બેરિસ્ટરની પદવી (ડિગ્રી) મેળવ્યા પછી જિંદગીભર યુનિવર્સિટીમાં ન જાય તો પણ તે વકીલ કે બેરિસ્ટર કહેવાય છે તેમ અમુક વખત સુધી ચારિત્ર પાળ્યા પછી ગમે તેમ વર્તવાથી તે ચારિત્રવાન કહી શકાય કે નહીં ? ના ! ચારિત્રની ક્રિયા પ્રાસંગિક નથી, પણ શ્વાસ લેવાની જેમ નિત્ય ક્રિયા છે, હંમેશા કરવા લાયક છે. શ્વાસની ક્રિયા એવી નથી કે થોડો વખત લે અને વળી ન લે (લેવો મુલતવી રાખે) તો ચાલે, તેવી જ રીતે ચારિત્ર પણ જીવનભર પાલન કરવું જોઈએ. ચારિત્ર કહેવું કોને? શું ચારિત્રમાં ગૃહત્યાગ આવશ્યક છે ?
આત્માના કલ્યાણ માટે માબાપ સ્ત્રી પુત્રાદિ પરિવાર, ઘરબાર હાટહવેલી ખેતર પાદર વ્યાપારાદિ તમામ માટે થતી ક્રિયાનો સદંતર ત્યાગ કરવો એનું જ નામ ચારિત્ર. માટે જ શ્રી તીર્થકર દવે ઘરથી બહાર નીકળીને સંયમ અંગિકાર કરેલ છે. સાધુપણું બે પ્રકારે છે. એક ઘરમાંથી નીકળવું તે તથા બીજું અણગારિતા અંગિકાર કરવી તે; શ્રી તીર્થંકરદેવ તો ગર્ભથી જ ત્રણ જ્ઞાનયુક્ત હોય છે તેઓ પણ ઘરમાં રહીને ચોખ્ખા (નિર્લેપ) રહેવાય એવું ધારી શક્યા નહીં, તો પછી આજકાલ પાઘડી પંથીઓ જે રસ્તે ચાલી એવું કોઈ વિચારે તો તે પામરની દશા શી? વળી શ્રી તીર્થકરને પ્રવ્રજ્યા અંગિકાર ક્ય પછી જ ચોથું જ્ઞાન થાય છે. એ બિના તો સર્વને સુવિદિત છે. ભગવાન શ્રી મહાવીરદેવને એ (મનઃ પર્યવ) જ્ઞાન અઠાવીશમે વર્ષે થયું કે ત્રીશમે વર્ષે? ઓગણત્રીશમું ને ત્રીશમું બે વર્ષ પણ સાધુપણામાં!! અર્થાત્ સાધુપણા જેવી પરિસ્થિતિમાં રહ્યા છે ને ! છતાં મન:પર્યવજ્ઞાન કેમ ન થયું? ગૃહસ્થાવાસમાં ધારણ કરવામાં આવેલી એ અવસ્થા જો સાધુપણાની ગણાય તો તે જ્ઞાન અઠાવીશમે વર્ષે થવું જોઈતું હતું. ભગવાને એ બે વર્ષમાં સ્નાન સુદ્ધાં ક્યું નથી. દીક્ષાના ઉમેદવારો ઉપર ધર્મઘાતક વીતકણા વીતાડનારાઓએ આ સ્થાને બરાબર સમજવું જોઈએ કે એમના મોટા ભાઈ નંદિવર્ધ્વને સાધુપણું કેવું પાળવા દીધું છે, એ વાત જરા ધ્યાનમાં લ્યો ! રહે ઘરમાં છતાં હાય નહીં. સંસાર વ્યવહારનો સદંતર ત્યાગ કરે, એક મહાન રાજકુમાર આ રીતિએ ઘરમાં રહે એ નંદિવર્તનથી શી રીતે સહન થયું હશે! નંદિવર્તનનું દૃષ્ટાંત લેનારા આ રીતિએ દીક્ષાના ઉમેદવારને બે વર્ષ તો શું તો પણ બે માસ (મહિના)