________________
૨૩૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ કોની? ચારિત્ર વગરના જ્ઞાનની જ અધિકતા છે, જ્ઞાન વગરના ચારિત્રની અધિકતા નથી જ એ તેઓનું વચન વ્યાજબી છે. ખોટું નથી, પણ વિચારીને સમજવા જેવું છે. ઉપાધ્યાયજી મહારાજ પણ ફરમાવે છે કે -
क्रियाहीनं च यद्ज्ञानं, ज्ञानहीना च या किया ।
अनयोरन्तरंदृष्टं, भानुखद्योतयोरिव ॥ જ્ઞાનહીન એવી જે ક્રિયા તે ખદ્યોત જેવી છે, જ્યારે ક્રિયાહીન જ્ઞાન એ સૂર્ય જેવું છે. આ કથન યથાર્થ રીતિએ સમજવાની જરૂર છે. અહીં વર્તન (ચારિત્ર) કોનું લીધું ? જેઓ શ્રદ્ધા વગરના જૈનદર્શનની ક્રિયાથી નિરાળા (જૂદા) છે, પંચાગ્નિ તપ વિગેરે કષ્ટ ક્રિયા કરનારા છે તેઓનું ચારિત્ર એટલે ક્રિયા લીધી તેને અજ્ઞાનવશાત્ હોવાથી ખદ્યોતસમાન છે, તથા ચારિત્રની તીવ્ર ભાવના છતાં કર્મસંયોગવસાત્ ચારિત્ર લઈ શક્યા નથી, તેવા પુણ્યાત્માઓ ભાવનાએ ચહ્યા, શ્રેણીની ટોચે આવ્યા, થાવત્ કેવળ જ્ઞાન પામ્યા; કહો ! તે વખતે ક્રિયા કઈ છે ? ક્રિયા વગરનું આવું ત્યાગની ભાવનાવાળું આદરવાળું જ્ઞાન તે જ સૂર્યસમાન છે. આરિલાભુવનમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરનાર ભરત મહારાજા કેવા છે ? સંપૂર્ણજ્ઞાની ! ક્રિયા વગરના જ્ઞાની ! શ્રદ્ધાહીન, પંચાગ્નિતપ કરનાર અજ્ઞાની તથા આવા ક્રિયા રહિત જ્ઞાની વચ્ચે ખદ્યોત તથા સૂર્યના પ્રકાશ વચ્ચે હોય તેવું અંતર હોય તેમાં નવાઈ શી? જો આવું સમાધાન ન હોય તો અગીતાર્થમાં સાધુપણું મનાત નહીં ! જો અજ્ઞાનીની ક્રિયા ખદ્યોત જેવી ગણાતી હોત તો ગીતાર્થની નિશ્રામાં રહેલા અગીતાર્થ સાધુમાં સાધુપણું મનાત જ નહીં ! જૈનશાસનની ક્રિયા પ્રાપ્ત કરનારા-આચરનારા અજ્ઞાની કહેવાય જ નહીં. જેઓ જીવાદિક તત્ત્વોની શ્રદ્ધા વગરનું હોઈ પંચાગ્નિ તપ વિગેરે કાયક્લેશમય ક્રિયા કરનારા છે તેઓ જ અજ્ઞાની ગણાય છે. અત્ર વળી એ પ્રશ્ન થશે કે ગોશાળો, જમાલિ વિગેરેના સાધુગણની ક્રિયા તો જૈનશાસનની હતી તો તેમને શામાં ગણવા? પણ તેઓનાં જ્ઞાન તથા શ્રદ્ધા એ જૈનશાસનની શૈલી પ્રમાણેનાં નથી, માટે તેમને પણ પેલા બાળતપસ્વીઓના ભાઈઓ જ ગણી લેવામાં હરકત નથી ! આથી આ શાસનમાં અગીતાર્થનું સાધુપણું માન્યું છે, પણ અવિરતિ એવા જ્ઞાનીમાં સાધુપણું માન્યું નથી, આ શાસન જ્ઞાન વગર કથંચિત્ કોઈકમાં ચલાવી શકે છે, પણ ક્રિયા વગર તો કોઈ સ્થાને ચલાવી શકતું નથી. જ્ઞાન ભાડે મળે છે, ચારિત્ર ભાડે મળી શકતું નથી.
જ્ઞાન, અક્કલ બુદ્ધિ વિગેરે ભાડે, પણ મળી શકે છે પણ વર્તન ભાડે મળી શકતું નથી. તમારી પાસે દ્રવ્ય હોય તો બેરીસ્ટર, સોલિસિટર વિગેરેની બુદ્ધિ તમને મળી શકે, તમારા ઉપયોગમાં આવી શકે, પણ નાણાં તો તમારા પોતાનાં જ જોઈએ. એ રીતે જ્ઞાન પારકું પણ કામ લાગે છે, પણ ચારિત્ર પારકું કામ લાગતું નથી. એ તો આત્માને પોતાનું જ જોઈએ. દુનિયામાં બુદ્ધિનો ઉપયોગ કમાઈ કરવામાં છે તેવી રીતે અહીં પણ જ્ઞાનનો ઉપયોગ ચારિત્ર પાલન માટે જ છે. ચારિત્ર પાલન વગરનું જ્ઞાન તે કમાણી વગરની બુદ્ધિ જેવું માથાફોડના ફળવાળું છે. શાસ્ત્રકાર કહે છે કે
जहाखरो चंदणमारवाही भारस्स भागी नवु चंदणस्स । एवं सु नाणी चरणेण हीणो नाणस्स भागी नवु सोग्गईए ॥१॥
કાષ્ઠ બાવળનું હોય કે ચંદનનું હોય, ગધેડાને તો તે બધું સરખું જ છે, એ તો બિચારો માત્ર બોજો ઉઠાવનાર જ છે, તેવી રીતે જ્ઞાન ગમે તે શીખો, વૈદક, જ્યોતિષ, ગણિત વિગેરે કોઈપણ જ્ઞાન વિજ્ઞાન શીખો અરે ! કદાચ ભગવાનના શાસનનું જ્ઞાન શીખો, પણ જો આચરણ ન હોય તો