________________
૨૩)
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ ઉપર કૂચડો ફેરવવો પડતો નથી અને તેથી એમાં નિયમને કુચો ફેરવવા જેવું કાંઈ નથી, એમ નિશંકપણે કહીયે છીએ.
આજના લોકો, જે થોડું બને તેને અપવાદમાં લઈ જાય છે. અપવાદનો અર્થ શો ? સાધુની સંખ્યા સૌથી ઓછી માટે સાધુ બધા અપવાદ? તેમાં પણ કેવળી ઓછા માટે એ કેવળીઓ પણ અપવા? તીર્થકર તો એક જ (તે તીર્થમાં) હોય માટે એ તો મોટો અપવાદ ! ! એમ જ ને ? અપવાદ ) 4 સમજો ! જ્યાં ઉત્સર્ગનો બાધ હોય તેનું નામ અપવાદ છે. બાલદીક્ષાને આજે અપવાદ ગણવામાં આવે છે, પણ એમાં અપવાદ શાથી ? દેવલોકમાં પણ સમ્યગૃષ્ટિ દેવો પોતે પૂર્વભવમાં બાલ્યવયમાં સંયમ ન લીધું તે માટે હૃદયમાં બળ્યા કરે છે. એવી બાલદીક્ષાને અપવાદરૂપ શી રીતે કહેવાય ? અહીં તો અનંતા દ્રવ્ય એટલે ખોટાં ચારિત્રની પ્રાપ્તિના જોરે જ ભાવ એટલે સાચાં ચારિત્ર હોય એવો શ્રી હરિભદ્રસૂરિજીએ પંચ વસ્તુમાં જણાવેલા મુખ્ય નિયમને અનંતકાળે બનતા આશ્ચર્યરૂપ થતા બનાવો બાધક નથી, માટે મરૂદેવાનું દૃષ્ટાંત, અનંતા ખોટા ચારિત્ર વગર સાચા ચારિત્રની પ્રાપ્તિ ન થાય એ નિયમને લેશ પણ બાધક નથી. પ્રયત્ન મોહક્ષયનો છે, જ્ઞાન તેનું સાધન છે.
ક્લિષ્ટ કર્મના ઉદયથી ખંડિત થાય તે દ્રવ્ય ચારિત્ર છે. અનંતા દ્રવ્ય ચારિત્ર આવી જાય પછી જ ભાવચરિત્ર આવે છે એ નિયમમાં મરૂદેવામાતાનું દૃષ્ટાંત આશ્ચર્યરૂપ છે. આ વાતની પ્રતીતિ કરવા ઈચ્છનારે શ્રીહરિભદ્રસુરિ કૃત પંચવસ્તુ ગ્રંથ જોઈ લેવો, એમાં સ્પષ્ટ કથન છે કે અનંતાં દ્રવ્ય ચારિત્ર એ જ ભાવચરિત્રનું કારણ છે; પગથિયાં ચઢવાં જ જોઈએ. ભાવચારિત્રના ઉમેદવારે દ્રવ્યચારિત્રમાં પણ પ્રવેશ કરવો જ જોઈએ. આ આત્મા અનંતી વખત નવરૈવેયક સુધી ગયો છે તે શાથી? નવરૈવેયકમાં કોણ જાય ? દ્રવ્યથી પણ સાધુ હોય તે જ જાય ! આથી એ નક્કી થયું કે આ જીવે અનંતી વખત દ્રવ્યચારિત્ર અંગિકાર કરેલ છે. અનંતી વખતે દ્રવ્યચારિત્ર થયા બાદ • ભાવ ચારિત્ર ઉદય આવે છે. આથી એ પણ સમજાશે કે ચારિત્ર અનંતભાવે પ્રાપ્ય છે, અને જ્ઞાન એક સમયમાં પ્રાપ્ય છે. જૈનશાસન ચારિત્રને મકાન તરીકે માને છે. ત્યારે જ્ઞાનને એ મકાનને ઓળખાવનાર ધ્વજ તરીકે માને છે. પહેલાં ક્ષપકશ્રેણી પૂરી થયા બાદ જ્ઞાનના ઘરની કે ચારિત્રના ઘરની ? ચારિત્રના ઘરની ! ક્ષપકશ્રેણી પૂરી થયા બાદ જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃત્તિઓ ઉદયમાં હોય છે. તે મોહનીયની એક પણ પ્રકૃત્તિ હોતી નથી. ક્ષપકશ્રેણીએ મોહનીય કર્મને તોડ્યું. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એ તો ઉદયમાં પડેલા જ છે-રહેલા જ છે, પણ મોહનીય તૂટ્યું, વર્તન સુધર્યું પછી બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તમે છાસ્થને એટલે કે કેવળજ્ઞાન નહીં પામેલાને વિતરાગ માનો છો પણ અવિતરાગને કેવલી માનો છો ? ના ! એનું એક જ કારણ કે ઉત્કૃષ્ટ ચારિત્રની.પ્રાપ્તિ તથા પાલન વિના સર્વજ્ઞપણું પમાય જ નહીં. સર્વજ્ઞપણું ન હોય છતાં ઉત્કૃષ્ટ ચારિત્ર હોઈ શકે છે. આથી ઉત્કૃષ્ટચારિત્ર હોય તો જ કેવળજ્ઞાન થાય એ નિયમ ખરો, પણ ઉત્કૃષ્ટ જ્ઞાન થયું હોય તો જ ઉત્કૃષ્ટ ચારિત્ર થાય તેવો નિયમ નથી. જૈનશાસનનું ધ્યેય ચારિત્ર છે, જ્યારે જ્ઞાન એ, તે ચારિત્રરૂપે ધ્યેયનું સાધન છે. કેવળજ્ઞાન માટે શ્રેણી માની નથી, કેમકે મોહનો ક્ષય થયો એટલે એ ઉત્કૃષ્ટ પણ જ્ઞાન તો જરૂર આવી મળવાનું. પ્રયત્ન મોહક્ષયનો આવશ્યક છે, ને એ શ્રેણિ પ્રબંધ દ્વારા સમજી શકાય છે. જ્ઞાનહીન ક્રિયા ખધોત જેવી અને ક્રિયાહીન જ્ઞાન સૂર્ય જેવું” એ કથનનું રહસ્ય
આ પ્રકારે ચારિત્રની ઉત્કૃષ્ટતા તથા જ્ઞાનની ગણતા સાંભળીને એવું કહેનારા નીકળશે કે અજ્ઞાનીના ચારિત્રની કિંમત શી ? જ્ઞાન વગરનો ચારિત્રી અને ચારિત્ર વગરનો જ્ઞાની એ બેમાં અધિકતા