________________
૨૨૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ નથી એવો વાંધો લેવાયો છે તે શાથી ? જ્ઞાન ભણવું તે ઉપયોગમાં લાવવાને માટે છે. જેમ દુનિયાના જ્ઞાનને માટે એ કાયદો છે. તેમ જૈનશાસનમાં પણ જ્ઞાનને જ્ઞાન તરીકે આરાધવાનું નથી. પણ આરાધનાના સાધન તરીકે જ આરાધવાનું છે. એથી જ ચૌદ વિદ્યાના પારગામી બ્રાહ્મણને હાથ ન જોડાય, પણ અષ્ટ પ્રવચન માતા જાણે તેવા શ્રમણ ભગવાનને દરેક સમ્યકત્વવાન્ દેવતા અને મનુષ્યથી હાથ જોડાય છે, તમે સાધુઓને નમો છો અને એ જ સાધુઓને ભણાવનાર પડિતોને નમસ્કાર કરતા નથી તેનું કારણ શું? એ પડિતોને જ્ઞાન છે પણ તેમને મળેલું તે જ્ઞાન આરાધનામાં ઉપયોગી નથી, માટે એમને નમસ્કાર કરતા નથી. જ્ઞાન થોડું હોય તે ચાલી શકે, પણ આરાધના વગરનું જ્ઞાન ગમે તેટલું હોય તો તે ઉપયોગી નથી માટે જૈનશાસનમાં આરાધ્ય થતું નથી. ઝાંખું દેખનાર હોય તેને ઝાંખો દીવો પણ માર્ગ દેખાડનાર થાય, પણ આંધળાને કરોડો દીવા શા કામના ? જેમ પ્રવૃત્તિમાં કામ ન લાગતા હોવાથી એને એ તમામ દીપકો નિરૂપયોગી છે. તેવી રીતે અહીં વ્રત પચ્ચખ્ખાણમાં જોડાયેલા કે જોડાતાનું થોડું જ્ઞાન પણ ઉપયોગી છે, પણ અવિરતિનું જબરદસ્ત જ્ઞાન પણ નિરૂપયોગી છે. અષ્ટપ્રવચનમાતા માત્રને જાણનાર વિરતિવાળો આરાધ્ય છે, જ્યારે ચૌદે વિદ્યાનો જાણકાર અચારિત્રી અનારાધ્ય છે; આથી જેમ દીવો દીવા તરીકે ઉપયોગી નથી. પણ દેખવાના સાધન તરીકે ઉપયોગી છે. તેમ જ્ઞાન પણ જ્ઞાન તરીકે ઉપયોગી નથી, પણ પ્રવર્તનના સાધન તરીકે જ ઉપયોગી છે. જો કે દીવા વગર ન ચાલે એ વાત ચોક્કસ. ચારિત્ર ચાહે તેવું જબ્બર હોય પણ જ્ઞાન વગર સર્વથા ચાલે નહીં તે કબૂલ પણ જેમ આંખવાળાને દવા વિના ન દેખાય એ ચોક્કસ છતાં આંખ વિનાનાને દીવા ઉપયોગી થતા નથી એ તો ચોક્કસ જ છે. અનંતા જૂકા ચારિત્ર વગર સાચા ચારિત્રની પ્રાપ્તિ થતી નથી.
ચારિત્ર મળવું મુશ્કેલ છે, જ્યારે જ્ઞાન પ્રાપ્ત થવું તદન સહેલું છે, કારણ કે જ્ઞાનમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જ્ઞાન પામવા માટે એક જ સમય પુરતો છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ એક જ સમયમાં થાય છે, જ્યારે ચારિત્રની પ્રાપ્તિ માટે અનંતાભવો જોઈએ છે. અક્ષર સારા કયા એ જાણવા માટે પા સેકંડ બસ છે, પણ સારા અક્ષર લાવવા માટે હજારો કલાકનો અભ્યાસ જોઈએ, તેવી રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ એક જ સમયે થાય છે. બારમા ગુણસ્થાન કે જઘન્યથી જ્ઞાન અષ્ટ પ્રવચન માતાનું હોય છે, અને તેરમા ગુણસ્થાનકના પ્રારંભમાં સર્વજીવોને સંપૂર્ણ લોકાલોકનું જ્ઞાન થાય છે, ત્યારે સંપૂર્ણ જ્ઞાન મેળવવામાં એક જ સમય બસ છે એ સિદ્ધ થયું. પણ ચારિત્રને અંગે એ નિયમ નથી. દુનિયાદારીમાં જેમ સેંકડો વખત ખોટા લીટા કર્યા વગર સાચો એકડો થનાર નથી, તેમ અનંતી વખત ખોટાં ચારિત્ર કર્યા સિવાય સાચા ચારિત્રની પ્રાપ્તિ કોઈને નથી, અનંતા ખોટા ચારિત્ર કર્યા વગરનો પ્રથમથી જ સાચું ચારિત્ર આચારનાર કોઈ છે જ નહીં. અત્ર મરૂદેવા માતાના દ્રષ્ટાંતથી તમને જરૂર શંકા થશે, કેમકે તેઓ મરૂદેવાના ભવ પહેલાં પોતે મનુષ્ય થયા પણ નથી, અરે ! વિકલૈંદ્રિય પણ થયા નથી, એકદમ અનાદિ વનસ્પતિમાંથી આવીને મરૂદેવામાતાનો ભવ લીધો છે ને તે જ ભવે મોક્ષે ગયા છે. તો તેમને પ્રથમ જ સાચું ચારિત્ર પ્રાપ્ત થયું, માટે અનંતા ખોટા ચારિત્ર વગર સાચા ચારિત્રની પ્રાપ્તિ ન જ થાય, એ નિયમ પર કૂચડો ફેરવવો પડશે, આવી શંકા જરૂર થશે ! પણ તીર્થકરો પુરુષવેદે જ હોય એવો નિયમ છતાં શ્રી મલ્લીનાથજી સ્ત્રી વેદે તીર્થકર થયા માટે તીર્થકરો પણ સ્ત્રી અને પુરુષ બેય થાય એમ કહી શકાશે? મલ્લીનાથ સ્ત્રી વેદે તીર્થંકર થયાં એને આશ્ચર્ય ગણવામાં આવ્યું છે. અનંતીઉત્સર્પિણી અવસર્પિણીએ આવાં અચ્છેરાં (આશ્ચર્યો) થાય છે, ને તેથી તીર્થંકર ભગવાનો પુરુષવેદે જ થાય એ નિયમ