________________
૨૨૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ છે. જ્ઞાન કોને કહેવું? જીવાદિક પદાર્થોનું જાણપણું મેળવવું (શીખવા) તેનું નામ જ્ઞાન. આ સિવાયના આરંભ પરિગ્રહને પોષનાર શિક્ષણને આ જ્ઞાનપદમાં સ્થાન નથી, નહીં તો ચોર, જુગારી વિગેરેના આગેવાનો કાંઈ અજ્ઞાન નથી હોતા, પણ તેઓ ન્યાયાધીશોને પણ આંટી ખવડાવે તેવા જબરદસ્ત જ્ઞાનવાળા હોય છે ! નમો નાણસ્સ એ પદથી શું ચોરાદિકના આગેવાનોને પણ નમસ્કાર થઈ ગયો ?, નહીં ! કારણ કે “જ્ઞાન' શબ્દ જ્ઞાન, વિજ્ઞાન, કલા, શિક્ષણ વિગેરે તમામમાં રાખીએ તો એ બધાને નમસ્કાર થઈ જાય, પણ એમ નથી. ત્યારે જ્ઞાન કોને ગણવામાં આવ્યું ? સ વિદ્યા યા વિમુwથે તે જ વિદ્યા, તે જ જ્ઞાન કે જે મોક્ષને માટે ઉપયોગી હોય. કલ્પસૂત્રમાંનું એક દૃષ્ટાંત યાદ હશે કે એક બાપ પોતાના પુત્રને વડીલની સામે નહીં બોલવાની શીખામણ આપે છે. કઈ ?, “વડીલની સામે ન બોલવું' એ આ શિક્ષા સૂત્રનો પેલો ઉલ્લેઠ પુત્ર કેવો ઉપયોગ કરે છે ?, માબાપ બહાર જાય છે ત્યારે તે નાદાન છોકરો ઘર વાસી સાંકળ દઈને પોતે નિરાંતે અંદર બેસે છે, આવ્યા પછી માબાપ ખૂબ સાંકળ ખખડાવે છે ઉઘાડવા બૂમો પાડે છે તથા કમાડ ઉઘાડવા પેલાને અનેક પ્રકારે કરગરે છે, પણ ‘વડીલની સામે ન બોલવું” આ શિક્ષાસૂત્રનો અમલ (?) કરનાર એ છોકરો હસ્યા જ કરે છે?, આવા મૂર્ખાઓ કે ઉલ્લેઠો કદી જ્ઞાની કહેવાય કે ? વળી, મોક્ષ શબ્દ કર્મક્ષયના અર્થમાં છે. કેદમાં પડેલો ચોર કલા વાપરી છૂટી જાય, ઠગબાજી કરી કોઈ ગુનેગાર ન્યાયાધીશના પંજામાંથી છૂટી જાય તો શું તે જ્ઞાની ગણાશે?, અહીં “મુક્તિ” શબ્દ નથી, પણ ‘વિમુક્તિ” શબ્દ છે. વિશાળ સપુનમ જ મુmિ, ફરીને મુક્તિ માટે પ્રયત્ન ન કરવો પડે તેવી મુક્તિ તે વિમુક્તિઃ આવી વિમુક્તિ અપાવે તે જ જ્ઞાન, અને તેવા જ્ઞાનને અંગે જ નમો નાણસ્સ એ આરાધ્ય પદ છે. એ ઉપરથી શ્રાવક સંઘે જે શ્રાવકોને યોગ્ય ને ધર્મ ગણી પોતાના આગેવાન નીમ્યા છે તેઓ જો મોક્ષને ઉપયોગી એવા જ્ઞાનના ઉત્થાન સહાય અને વૃદ્ધિ માટે એકઠા થયેલ જ્ઞાન દ્રવ્યમાંથી આરંભ પરિગ્રહને વિષય કષાયને પોષનાર કેળવણી માટે સ્કોલર શીપ આપે, ચોપડીઓ અપાવે તો તેઓ જ્ઞાનદ્રવ્યના ભક્ષક જ બને છે ને તેવા જ્ઞાનદ્રવ્યના ભક્ષક શ્રાવકો અથવા તેમાં મદદગાર થનાર છે તેવું કાર્ય કરવા ઉપદેશ દેનાર સાધુઓ કઈ ગતિમાં જશે તે સહેજે સમજાય તેવું છે. ' જ્ઞાનને જ્ઞાન તરીકે આરાધવાનું નથી પણ આરાધનાના સાધન તરીકે આરાધવાનું છે.
મોક્ષમાર્ગ માટે ઉપયોગી તે જ જ્ઞાન. તેના નામે લીધેલા પૈસાનો ઉપયોગ દુનિયાદારીના જ્ઞાનમાં કરવો તે જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ નહીં તો બીજું શું? હૂંડીમાં “નામ મેળવીને આપજો' એમ લખો છો કે “ઠામઠેકાણું ચોક્કસ કરી આપજો' એમ લખો છો ? મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ તથા કેવળ આ પાંચ પ્રકાર જ્ઞાનના છે. જ્ઞાન તે જ કે જે મોક્ષમાર્ગ માટે ઉપયોગી હોય, તેથી જ જ્ઞાનપદને દર્શનપદની પછી લીધું છે, નહીં તો જીવાદિકનું જ્ઞાન તો પ્રથમ થાય છે અને શ્રદ્ધા તો તે પછી થાય છે. એ હિસાબે જ્ઞાનપદ જ પહેલું પહેલું ઠેલત, તત્ત્વાર્થકાર ભગવાન ઉમાસ્વાતિજી પણ “
સ ર્જન' એમાં શ્રદ્ધાને પહેલી હેલી ન મહેલત, પણ મોક્ષના ધ્યેયવાળાનું, એટલે એવી શ્રદ્ધાવાળાનું જ્ઞાન જ, જ્ઞાન મનાય છે. જ્ઞાન થયા પછી પણ જૈનશાસનમાં સ્વતંત્ર આરાધ્ય તરીકે તેને સ્થાન નથી. છાપરે રહેલાં નળિયાં ગણો તો પણ ગણનારને જ્ઞાન તો થાય છે, છતાં કેમ નથી ગણતા ?, એક જ કારણ કે એ જ્ઞાનનો ઉપયોગ શો ? અરે ! આજના શિક્ષણને અંગે પણ વ્યવહારને ઉપયોગી જ્ઞાન અપાતું