________________
૨ ૨૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ માગે તેને મેળવવાનો માર્ગ બીજો કોઈ નહીં, પણ તે શ્રેષ્ઠ વસ્તુને મેળવનારનો આદર સત્કાર કરવો તે છે. આનંદ શ્રાવક નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ, રૂચિ એ ત્રણે સ્પષ્ટતયા જણાવીને વળી મુક્તકંઠે તે નિગ્રંથ પ્રવચનને આદરનારાઓની પ્રશંસા કરતાં કહે છે કે - પ્રશંસે છે કે - થી પ રાસ णं देवाणुप्पियणं अंतिए मुंडेमवित्ता अगारीओ अणगारिय पव्वइए, अहंणं मंते । नो संच्चारामि तहीन्तोरे BUT ! વગેરે તે રાજામહારાજાઓ, યુવરાજો, શ્રેષ્ઠિવર્યો, સેનાપતિઓ, સાર્થવાહો વિગેરેને ધન્ય છે કે જેઓએ ઘરબાર છોડીને હે પ્રભો ! આપની પાસે પ્રવ્રજ્યા અંગિકાર કરી છે. મારી તો તાકાત નથી, માટે મને દેશવિરતિ આપો.” આનંદ શ્રાવક કેટલો રંગભીનો હશે, તેનો ખ્યાલ કરો ! આપણે શાબાશી કોને દઈએ ?, રમા રામામાં રાચ્યા, માચ્યા રહેનારને, કે એમને? કાલનો ગરીબ આજે સાધુપણું સ્વીકારે એ શાથી ખટકે છે? “કાલના ગરીબને, ગઈ કાલના નોકરને આજે નમસ્કાર કેમ કરીએ ?' આવી ક્ષુદ્ર ભાવનાથી ને જો એમ હોય તો એ ભાવના પરમ પાપોદયથી છે તેણે અંગીકાર કરેલા નિગ્રંથ માર્ગની કિંમત તો નથીને ? દીક્ષિત થનારો પ્રથમ ગણ (પૂર્વાવસ્થામાં પણ) ધનિક હોવો જોઈએ એવું માનો છો ? જો એમ ન હોય તો પ્રથમની નિધન દશાને કેમ યાદ કરો છો ? આ સભામાં બેઠેલા ઘણા તો બ્રિટિશ રાજ્યની રૈયત છે છતી એ વાત કોઈથી અજાણી નથી હાલના ગાયકવાડ સરકાર સયાજીરાવ રાજા ક્યારે થયા? કમલા નામના ગામમાં ઢોર ચારતાં ચારતાં પુણ્યોદયે વડોદરાની ગાદીએ રાજા થયા, ત્યારે તેઓને સલામ ભરતાં શું કોઈ ગાયકવાડી રેવાને શરમ આવે છે, નહીં ! ગરીબની છોકરી મોટા શેઠને ત્યાં આવી કે તરત જ એને “શેઠાણી' કહેતાં ને તે પ્રમાણે આદરસત્કાર કરતાં તમારામાંથી કોણ અચકાઓ છો ? કોઈ નહીં ?, એમ શાથી ?, રમા તથા રામાના રટણમાં પડેલાને એ પૂર્વની અવસ્થા કરતાં મારામાની કિંમત છે, તેઓની માત્ર નિગ્રંથ પ્રવચનની કિંમત નથી ! પણ જેઓને શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ આ ત્રણ વસ્તુનો નિર્ધાર છે, તે નિર્ધારવાળાને જ શ્રાવક કહેવરાવવાનો હક છે. આનો અર્થ એ નથી કે આ સ્થિતિ વિના પણ જેઓ શ્રાવક ધર્મને અંગે જે આચરણ કરતા હોય તે મૂકી દેવું, કારણ કે દ્રવ્યથી આચરણ કરેલી વિરતિ પણ ભવિષ્યમાં ફલપ્રદ છે. એકડો કરવા માટે ખીચેલા ખોટા લીટા પણ પરિણામે સાચા એકડાને લાવનાર-બલ્ક શીખવનાર છે.
લીટા નકામા ભલે ન હોય, પણ એ લીટાને એકડો કહેવા કોઈ તૈયાર થાય નહીં; તેવી રીતે રૂપમેવ
આ માન્યતા જેના અંતઃકરણમાં ન હસી હોય, તથા નિગ્રંથ પ્રવચન પોતાથી અંગિકાર નથી કરાયું તેમાં પોતાની વર્ષોલ્લાસની ખામીથી રહેલી અશક્તિ અને અપ્રત્યાખ્યાની મોહ આદિથી વિષયાદિમાં થતી આસક્તિ કારણભૂત છે એમ જેઓ માનતા નથી તેઓ શ્રાવકો નથી. આ ત્રણ વસ્તુની માન્યતા નિશ્ચિત ન હોય ત્યાં સુધી દેવ ગુરૂની ભક્તિ વિગેરે એકડાને લીટી થાય તેમ લીટાના
સ્થાનમાં છે, અને એ જ્યારે અંતઃકરણમાં રમે ત્યારે તે પરિસ્થિતિ એકડાનું સ્થાન પામે છે. જ્ઞાન કોને કહેવું?
હવે નિગ્રંથ પ્રવચન એ જ અર્થ, એ જ પરમાર્થ તથા શેષ અનર્થ એવી શ્રદ્ધાવાળા પણ જો જ્ઞાન ન મેળવે તો સાધ્યને સાધી શકતા નથી, માટે દર્શન પછી જ્ઞાનની જરૂરિયાત જણાવી. દર્શનરૂપ રત્નદીપકને મનભવનમાં ધારણ કરવાનું છે જ્યારે જ્ઞાનને ધારણ કરીને બેસવાનું થી, પણ શીખવાનું