________________
૨૨૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ જૈનશાસનમાં પ્રવેશ કરનારે આ પ્રતિજ્ઞા અવશ્યમેવ કરવી જોઈએ. કદી પોતાના બાપના અંદરના પૈસાથી ખોલવામાં આવેલી તથા ચલાવાતી સ્કુલ હોય છતાં તે વિદ્યાથી પણ જો ભણવામાં લક્ષ્ય ન રાખે, અને ડાફોળિયાં માર્યા કરે તો તેને પણ બહાર કાઢી મૂકવામાં આવે છે. તેવી રીતે ઉપરોક્ત પ્રતિજ્ઞા વગરનાને આ જૈનશાસનમાં-પ્રભુપ્રણીત શાસનમાં રહેવાનો લેશ માત્ર પણ હક નથી. સમ્યકત્વ પ્રાપ્તિની સાથે જ ચતુર્થ ગુણસ્થાનકથી જ આ પ્રતિજ્ઞા હોવી જોઈએ. પ્રદેશ રાજા, કૃષ્ણજી તથા શ્રેણિક રાજાએ પણ સ્પષ્ટતયા આ પ્રતિજ્ઞા પ્રારંભમાં જ કબૂલી છે. એ પ્રતિજ્ઞા કબુલેલી એટલું જ નહીં પણ જાહેર કરી છે. કરવું જોઈએ કે કરવું પડે છે ? આ બે માન્યતા વચ્ચે મહદંતર છે !!
આજે કેટલાક દેશવિરતિધર આનંદ કામદેવાદિ શ્રાવકોના દ્રષ્ટાંતથી બોલી રહ્યા છે કે તેવાઓ પણ ખેતી કરતા હતા, હળ ફેરવાવતા હતા, હજારો ગાયો વિગેરે રાખતા હતા અને પુષ્કળ વ્યાપાર ખેડતા હતા. અર્થાત્ આનન્દ કામદેવાદિના તે કર્મોદયથી અરૂચિપૂર્વકના કાર્યોને વિધેય તરીકે મનાવવા તૈયાર થાય છે, જો કે આનંદ કામદેવદિ આરંભ સમારંભ કરતા વિષય પ્રવૃત્તિથી નિવૃત્ત હોતા એ વાત બધી સાચી, પણ ત્યાં એક જ મુદો વિચારણીય છે કે આ બધું તેઓ કરવા લાયક (કર્તવ્ય) ધારીને કરતા હતા કે કરવું પડે છે એમ (વેઠ) ધારીને કરતા હતા? વિદ્યાર્થી ગોખવા-અભ્યાસ કરવા બેઠો હોય અગર રંગ પછી વિગેરે સામગ્રી લઈને નકશો ચીતરવા બેઠો હોય એવામાં એને તૃષા લાગી અથવા પેશાબ વિગેરેની હાજત થઈ, તે વખતે પાણી પીવા વગેરેનું બધું એ કરે છે પણ જરા એને પૂછો કે તેના મનમાં શું છે,? કરવું પડે છે માટે કરે છે, તૃષા સહન થતી નથી અથવા હાજત રોકી શકાતી નથી માટે જ એ ઊઠે છે, બાકી એના હૃદયના ખૂણે પણ ત્યાંથી ખસવાનું મન હોતું નથી. તેવી રીતે આનંદાદિ શ્રાવકે જે જે કાંઈ આરંભાદિમય કાર્ય ક્યું છે તે કરવું પડે છે માટે કર્યું છે, એમ સ્પષ્ટ જણાવ્યું છે, અને માટે જ વ્રતો ઉચ્ચારતાં કરવું પડે છે' એમ કહીને એ દ્રષ્ટિએ છૂટ રાખી છે, આજકાલ સમાજમાં પડેલાં બે વિભાગો, શાસનપ્રેમી અને સુધારકો (તેવી સંજ્ઞાથી ઓળખાતા) વચ્ચે ભેદ અહીં જ છે. આરંભાદિકમાં થતી પ્રવૃત્તિને શાસનપ્રેમી વર્ગ જ્યારે કરવી પડે છે' એમ માને છે, ત્યારે સુધારકવર્ગ “કરવી જોઈએ' એમ માને છે. “કરવું પડે છે' અને “કરવું જોઈએ' આ ધ્યેય વચ્ચે મહદંતર છે. આનંદાદિ શ્રાદ્ધવર્યો કેટલા રંગ ભીના હશે તેનો ખ્યાલ કરો !!
બારવ્રત ઉચ્ચારતાં પહેલાં આનંદાદિ શું બોલે છે તે ધ્યાનમાં લ્યો! સfજ મંતે નિર્થ પાવથvi પત્તિયામિ મત્તે નિri પાવથvi, સેમિ ભંતે નિપાર્થ પાવથઈ આ વાક્યો ધ્યાનમાં રાખજો, શ્રદ્ધા, પછી પ્રતીતિ અને પછી રૂચિ, શ્રદ્ધા કોની ? નિગ્રંથ પ્રવચની જ શ્રદ્ધા! , વારૂ! શ્રદ્ધા તો થઈ, પણ તે વચનમાત્રની કે અંતઃકરણની ? સમજણપૂર્વકની કે સમજણ વગરની ? એટલા જ માટે શ્રદ્ધા પછી પ્રતીતિ કહી. તત્ત્વ આ જ છે, બેય આ જ છે, કલ્યાણનો માર્ગ આજ છે, આવી પ્રતીતિ થયા પછી “એ ક્યારે મળવું?' એમ થાય (એ ભાવના થાય, એનું નામ રૂચિ. આવી રૂચિવાળો જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી પોતાના જન્મને નિષ્ફળ માને. જે વસ્તુને સારી (શ્રેષ્ઠ) ગણીને પોતે મેળવવા