________________
૨ ૨૫
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ થતી નથી, શિક્ષકની પાસે વિનયપૂર્વક શિક્ષણ લેવાથી જ તે શિક્ષા પ્રાપ્ત થાય છે, તેવી રીતે જગતના તમામ જીવોને આદર્શ દેવતત્ત્વ જોઈ પોતાનું તેવું શુદ્ધ સ્વરૂપ સંપૂર્ણપણે પ્રગટાવવાની જિજ્ઞાસા થાય છે, પણ આચાર્યાદિ ગુરુતત્ત્વને આધીન રહેવામાં ન આવે, તેઓની શિક્ષાનુસાર વર્તવામાં ન આવે, તો એ જિજ્ઞાસા-એ મનના મનોરથ મનમાં જ રહે છે, આટલા જ માટે શાસ્ત્રકારોએ આચાર્યાદિ ત્રણને ગુરુતત્ત્વ તરીકે શિક્ષકના સ્થાને દાખલ કરેલા છે. દુન્યવી પદાર્થોની પ્રાપ્તિને ધ્યેય માનનાર વિદ્યાર્થીઓ આ શાળાના શિક્ષણને લાયક નથી
દેવતત્ત્વથી અરિહંત અને સિદ્ધ તથા ગુરુતત્ત્વથી આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ રીતિએ પાંચ પરમેષ્ઠિ આવી ગયા. આપણે એ જોઈ ગયા કે ગુણી એ ગુણને આભારી છે; હવે ધર્મતત્ત્વમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પદોને અંગે વિચારીએ. પ્લાન વિગેરે સુંદરમાં સુંદર હોય, લાગણીવાળા પ્રવીણ શિક્ષકો પણ હોય છતાં વિદ્યાર્થી જ એદી હોય, હાથમાં કલમ જ પકડે નહીં તો શું થાય? શીખનારે (વિદ્યાર્થીએ શીખવું જ છે એટલો નિર્ણય તો અવશ્ય કરવો જોઈએ અને એવા શીખનારે રમતમાત્રમાંથી પોતાનું મન ખીંચીને શીખવામાં જ સ્થાપન કરવું જોઈએ. દૃષ્ટિ અંકમાં જ, અક્ષરમાં જ, નકશામાં જ, પ્લાનમાં જ કે પુસ્તકમાં જ રાખવી જોઈએ. તેવી રીતે અહીં પણ આચાર્યાદિ (ગુરુતત્ત્વરૂપ) શિક્ષકો પાસે, દેવતત્ત્વના આદર્શ તત્ત્વને પ્રગટ કરવામાં તેવું જ વર્તન, તેવી જ ત્રણે યોગોની એકાગ્રતા જોઈએ. આદર્શને જ પરિપૂર્ણપણે ધ્યેય માનવું જોઈએ, જ્યાં સુધી બીજા પદાર્થોને ધ્યેય મનાય ત્યાં સુધી આદર્શ સ્વરૂપની પ્રાપ્તિના મનોરથો ફળી શકે નહીં. આટલા જ માટે શાસ્ત્રકારોએ પ્રવર્તનમય ચાર ગુણોને અંગે પહેલાં દર્શનપદની યોજના કરી છે. જેવી રીતે અભ્યાસમાં જ ચિત્ત ચોંટાડનાર વિદ્યાર્થી લાયક તથા આડા અવળા ડાફોળિયાં મારનાર વિદ્યાર્થી નાલાયક ગણાય છે તેવી રીતે દેવત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરનાર જ અત્રે આરાધનાની શિક્ષણ પદ્ધતિમાં લાયક ગણાય છે, વિષય, કષાય, આરંભ, સમારંભ, પરિગ્રહોમાંથી ચિત્ત નહીં ખસેડનાર લાયક ગણાતો નથી. આંબલી-પીપળીની રમતો રમતા કે ધૂળમાં આળોટતા લંગોટીયા છોકરાઓ ગમે તેટલા મોટા થયા હોય છતાં કાંઈ માસ્તરો (શિક્ષકો) તેઓને ત્યાં શીખવવા જતા નથી, અર્થાત્ તેઓ શિક્ષણને માટે સ્વયમ્ નાલાયક ઠરે છે, તેવી રીતે અહીં પણ જેઓનું ધ્યેય મોક્ષ ન હોય, તેમજ મોક્ષ વિના ઇતર (દુન્યવી) પદાર્થોને જેઓ ધ્યેય માનતા હોય, તેઓ આ શાળાના શિક્ષણને લાયક નથી. વિદ્યાર્થીએ કરવી જોઈતી ફરજિયાત પ્રતિજ્ઞા.
આથી હવે શીખનારે એ ધ્યાન રાખવું કે તેણે પોતાના મનથી આ નિશ્ચય તો કરવો જ પડશે કે “રૂપવિ નિષથે પાવય મ પરમÈ તેણે મળ શ્રી જિનેશ્વર મહારાજ પ્રણીત આ ત્યાગમય શાસન તે જ અર્થ તે જ પરમાર્થ અને એ સિવાયના જગતભરના મામ પદાર્થો અનર્થમય છે,