________________
૨ ૨.૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ નિરંતર પ્રભુપૂજન, સામાયિક, વ્યાખ્યાનશ્રવણ પૌષધ, ભાવના, પ્રભાવના, તીર્થયાત્રા, રથયાત્રા, સ્વામિવાત્સલ્ય, સંઘ કાઢવો તે, જ્ઞાનપૂજન, સુપાત્રદાન, અભયદાન, અમારિપડહ, શાંતિસ્નાત્ર, અષ્ટાનિકા મહોત્સવ, પ્રતિક્રમણ, બારવ્રત અગર ઓછા, યાવત્ એકવ્રતનો સ્વીકાર, તેટલાય સામાÁના અભાવે સમ્યકત્વનો સ્વીકાર વિગેરે વિગેરે જૈનોમાં ચાલુ હોય છે કે જે ક્રિયાઓ ત્યાગનું જ વાતાવરણ કેળવે છે. જૈન દર્શનની નાનામાં નાની ક્રિયા પણ સર્વવિરતિના (સર્વ ત્યાગના) ધ્યેયવાળી હોય છે. જે ક્રિયામાં આ ધ્યેય નથી તે ક્રિયા જૈન દર્શનની જ નથી. જુદી જુદી તિથિએ તપ કરવા, રોજ ચૌદ નિયમો ધારવા, અમુક ન ખાવું, વિગેરે વિગેરે ત્યાગ કેળવવાની વિવિધ ક્રિયાઓ રોજના રિવાજરૂપે જૈનોના એકેએક ઘેર વિદ્યમાન છે. જૈનો સંસારને કારાગાર માને છે, ગૃહસ્થાશ્રમને દુર્ગતિનો પ્રતિનિધિ માને છે અને તેથી પોતાને ત્યાં આવતા સાંસારિક (લગ્નાદિ) પ્રસંગોએ પણ ત્યાગના ધ્યેયને નહીં ભૂલવા માટે ધાર્મિક પ્રસંગો (અઠ્ઠાઈ ઉત્સવાદ) ને સંયોજે છે.
ફરીને સ્મરણ કરાવીએ કે જૈનદર્શન એટલે સર્વોપરી ત્યાગદર્શન, ત્યાગ માટે જૈનદર્શન મુસ્તાક છે, ગૌરવભર્યું છે. જો કે જૈનદર્શન રાગને અનિષ્ઠ માને છે છતાંય ત્યાગને માટે થતા રાગને પ્રશસ્ત ગણે છે જ્યારે રાગ માટે થતા ત્યાગને પણ વખોડે છે. જૈનોના પાંચે પરમેષ્ઠિ પ્રાતઃસ્મરણીય પરમપૂજ્ય છે કે જેઓ તમામ સર્વથા ત્યાગી છે. એક પણ રાગીને જૈનદર્શને પૂજ્યપદમાં, સત્કાર સન્માનના સ્થાનમાં સ્થાન આપ્યું નથી. જૈનો એટલે ત્યાગમાર્ગના પરમ અનુયાયીઓ.
ન્ટિંસા પરમો ધર્મ એ જૈનદર્શનનું પરમસૂત્ર છે. જૈનેતરો પણ એકી અવાજે એ કબુલ કરે છે કે તે હિંસાત્ સવળમૂતાનીત્યંત વિધિ અક્ષરશો નૈના અનુસરત |
આ રીતિએ અહિંસાનું પાલન વિશુદ્ધ ત્યાગથી જ બની શકે છે. વિશુદ્ધ ત્યાગ એટલા જ માટે કહેવો પડે છે કે ત્યાગ ત્યાગ માટે હોવો જોઈએ. રાગ માટે (દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ માટે) થતા ત્યાગથી પણ વસ્તુતઃ અહિંસાનું પાલન થતું નથી. અહિંસાની ઉદઘોષણા છતાંયે જ્યાં હિંસા દેખાય છે તેનું કારણ ત્યાં અહિંસાની ઉદઘોષણા ત્યાગ માટે નથી પણ રાગ માટે છે. રાગને જ માટે અહિંસા જેવા શ્રેષ્ઠ તત્ત્વને શસ્ત્ર બનાવવું એ તો ત્યાગનો પરમ વિદ્રોહ છે !