________________
૨ ૨૩
શ્રી સિદ્ધચક્ર :
તા. ૨૪-૨-૩૩ ત્યાગમાર્ગનું ઉંચામાં ઉંચું સ્વરૂપ ભાગવતી દીક્ષા જ છે કેમકે સર્વત્યાગ ત્યાં જ વિદ્યમાન છે. પૂજ્ય પરમેષ્ઠિ પંચક દીક્ષિત જ હોય છે. દીક્ષા યાને ઉત્તમ પ્રકારના ત્યાગમાર્ગ પરત્વે આવતા આક્રમણોથી ઇતરો ન ભડકે અને જૈનો ભડકે એ સ્વાભાવિક છે, કેમકે ઇતરને દરેક ધર્મકાર્યમાં ગૃહસ્થોથી ચાલી શકે છે પણ જૈનોને કોઈપણ ધર્મક્રિયામાં દીક્ષિત વિના ચાલતું નથી. ત્યાગમાર્ગને જરા પણ આંચ આવે તેમાં જૈનોનું તો સર્વસ્વ લૂટાય છે ! ત્યાગમાર્ગની વિદ્યમાનતામાં જ જૈનો પોતાનું અને જગતનું કલ્યાણ માને છે એટલે જ તેઓ ત્યાગમાર્ગને તથા ત્યાગીઓને પૂજે છે અને તેઓની સેવા, સંરક્ષણાદિ માટે તનતોડ મહેનત કરે છે. જૈનોને પોતાનું બીજું બધું જાય તે પાલવે તેમ છે પણ ત્યાગના કિલ્લાની એક કાંકરી પણ ખરે તે પરવડે તેમ નથી અને માટે જ તો કેટલાક વર્તમાન વાયરાથી વ્યામોહિત થઈ વિરુદ્ધ વર્તનારા, ત્યાગની સામે મોરચો માંડનારા ઘરનાઓનો પણ ત્યાગના સાચા
અનુયાયીઓ (જૈનો)ને પુરતો સામનો કરવો પડ્યો છે એ સુપ્રસિદ્ધ છે. ત્યાગમાર્ગની વચ્ચે રાજ્યની ડખલગીરી પણ પ્રભુમાર્ગથી અજાણ વર્ગને આભારી છે છતાંયે એ વાત એટલી જ સુનિશ્ચિત છે કે ત્યાગમાર્ગના સંરક્ષણ તથા વિજય માટે ત્યાગમાર્ગના અનુયાયીઓ (જૈનો) પોતાથી બનતું બધું જ ક્ય વિના રહેશે નહીં કેમકે ત્યાગ એ જ જૈનોનું જીવન છે !
7
7
7