________________
૨૨૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩
ચંદરવાઓ બાંધી ભક્તિ કરે છે પણ તે તમામ ગુરુના ત્યાગને જ આભારી છે. તેમજ જૈનો પોતે પણ ત્યાગના અભિલાષી છે માટે જ જેને જે વસ્તુ જોઈએ તેણે તે વસ્તુ ધરાવનારનાં સન્માન કરવાં જ જોઈએ. ઇતરો ગુરુઓને ચરણે ધનના ઢગલા ધરે છે, જ્યારે જૈનો સંયમપોષણાર્થે ગુરુની ભક્તિમાં ગમે તેટલો દ્રવ્યવ્યય કરે પણ ગુરુને પોતાને અલંકાર પહેરાવી ત્યાગને વિકૃત કરતા નથી, અર્થાત્ કહેવાનું તાત્પર્ય એ છે કે જૈનોના દેવ, ગુરુ ત્યાગી છે, એમના સત્કાર સન્માન, પૂજનાદિ પણ ત્યાગને આભારી છે, ત્યાગ માટે છે તથા ત્યાગનું સ્વરૂપ સાચવીને છે.
જગતના સમગ્ર વિવેકી ગણાતા મનુષ્યો જેઓ જૈનો હોય કે જૈનેતરો હોય તે સર્વ જૈનોના સાધુઓ માટે ઇતર સર્વ ધર્મના ગુરુઓ કરતાં અધિક ત્યાગ તથા સુંદર ત્યાગની મુક્તકંઠે પ્રશંસા કરે છે તે વાત દરેક સુજ્ઞને વિદિત છે પણ જેમ નિર્મલકલાના સમુદાયપૂર્ણ એવા પૂર્ણિમાના ચંદ્રમાં ચિહ્નરૂપે રહેલ શ્યામરત્વના પણ મૃગને ભોળી જનતા કલંકરૂપે ગણે છે તેવી રીતે કેટલાક અજ્ઞાન અને અસત્યવાદિ પ્રચારકોના છાપાની દેવડીએ દેવાતી દોટના પ્રભાવે કેટલાક મુગ્ધ મનુષ્યો તેઓશ્રીના ત્યાગને દૂષિત ગણી ભોગ પિપાસાની તૃપ્તિમાં તલ્લીન થયેલાને શુદ્ધ સાધુઓથી અગ્રકોટીમાં લઈ જવા તત્પર થાય છે પણ તેઓને તેવા છાપાઓની છેતરપિંડીથી સાવચેત થવા અને શુદ્ધ સાધુઓના સમાગમથી કે શાસ્ત્રોના સાચા અર્થોથી પરિચિત થવાની સૂચના કરવા સિવાય આ પ્રસંગે વધુ કહેવું ઉચિત નથી.
જૈન દર્શનનાં અનુષ્ઠાન માત્ર ત્યાગથી ઓતપ્રોત છે જ્યારે ઈતરના અનુષ્ઠાનોમાં ત્યાગની ગંધ પણ હોતી નથી, બલ્બ રાગભોગનાં જ સત્કાર સન્માન હોય છે. બાલ જીવોને સમજાવવા ધર્મની સમજણ અનેક પ્રકારે આપવામાં આવી છે. દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે પણ ધર્મ કહ્યો છે. તેમાં દાનમાં દ્રવ્યનો ત્યાગ છે. દ્રવ્યની મૂછ ઉતાર્યા વિના દ્રવ્યનો ત્યાગ થતો નથી, શીલ (બ્રહ્મચર્ય) પાલનમાં વિષયનો ત્યાગ છે, તપમાં આહાર તથા રસનો ત્યાગ (રસત્યાગ માટે ખાસ તપ આયંબિલ છે અને તેમાં પ્રગતિમાન થવા માટે વર્ધમાન આયંબિલ તપ છે) છે તથા સુંદર ભાવનામાં મલીન ભાવોનો ત્યાગ છે. આ બાબતમાં જે ત્યાગ છે તે પણ ત્યાગને માટે જ, જ્યારે ઈતરમાં તેમ નથી.ત્યાં પણ દાન, શીલ, તપ વિગેરે છે ખરા પણ તેના સ્વરૂપ, પ્રકાર તથા ધ્યેયમાં તથા જૈનોના દાનાદિના સ્વરૂપાદિમાં આસમાન જમીનનું અંતર છે. બીજે દાન પણ ઘણું મળવા માટે છે, શીલ તથા તપ પણ શરીર સ્વાથ્ય, સૌંદર્ય, સ્વર્ગસંપત્તિ, અપ્સરાદિની પ્રાપ્તિ માટે છે. જૈનોના તપમાં રસનો ત્યાગ જ હોય છે ત્યારે બીજે રસગૃદ્ધિની વૃદ્ધિ હોય છે.