________________
૨૨૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૨-૩૩ મોટાની વાતો મોટા જાણે, દેવગુરુ કહે તે સાંભળવું પણ એમની કરણી તરફ ન જોવું એવી પોલ જૈન દર્શનમાં નથી. પ્રભુએ કહ્યું તે કરવું પણ કર્યું તે નહીં કરવું એમ નથી. સામર્થ્યના અભાવે ન થઈ શકે તે વાત જુદી પણ એ કરણીય છે તે તો કરણીય જ. રાઈપ્રતિક્રમણના તપચિંતામણિના કાયોત્સર્ગમાં “વીર ભગવાને છ માસનો તપ ર્યો હતો, જીવ ! શું કરી શકીશ? એ રીતે ચિંતવવામાં આવતી ભાવના પણ એ જ વાત પુરવાર કરે છે. ઈતરની દેવમૂર્તિના સ્વરૂપમાં અને તીર્થંકર દેવની મૂર્તિના સ્વરૂપમાં રહેલ રાગ તથા વિરાગનું અંતર પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે. અન્ય દેવોની મૂર્તિ હથિયાર, માળા, સ્ત્રી વિગેરે રાગદ્વેષ તથા અજ્ઞાનની સામગ્રી સંયુક્ત છે, તથા અપૂર્ણતાની પ્રતીતિ કરાવે છે. જ્યારે જૈનોના તીર્થંકર દેવોની મૂર્તિ વીતરાગપણું તથા સંપૂર્ણ દેવત્વને દર્શાવે છે. યતઃ
प्रशम रस निमग्नं, दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनी संग शून्यः करयुगमपियत्ते, शस्त्र संबंध वंध्यं
तदसि जगतिदेवो, वीतरागस्त्वमेवः। જૈનોના ગુરુ પણ ત્યાગી હોય છે. જિંદગીભરને માટે કંચન-કામિનીનો ત્યાગ કરી ઘરથી નીકળીને પાંચ મહાવ્રત ઉચ્ચરી તેનું તેઓ કાયમ પાલન કરે છે. કંચન-કામિની યાને રમા રામાની જ આ જગતમાં રામાયણ છે. કહેવત છે કે, “જર, જમીન, જોરુ એ ત્રણ કજીયાનાં છોરું. આથી એક વાત સિદ્ધ છે કે ક્લેશનું વાસ્તવિક નિવારણ ઈચ્છનારાઓએ કંચન-કામિનીનો ત્યાગ કર્યે જ છૂટકો એટલે કે ગૃહત્યાગ કર્યો જ છૂટકો. ઇતરમાં ગૃહસ્થાશ્રમ પણ આવશ્યક મનાય છે. જ્યારે જૈનદર્શનમાં એથી જુદું જ છે. પોતાનાથી બાલ્યવયમાં સંયમ ન સ્વીકારાયા માટે પશ્ચાતાપ કરી જેમ બને તેમ સંસારથી જલદી નીકળવાનું જૈન દર્શનનું ફરમાન છે, અર્થાત્ બાલ્યવયથી જ ત્યાગ આચરવાનો આદેશ છે.
જૈનોના ગુરુઓ એક ફૂટી કોડી પણ પાસે રાખતા નથી, વાહનનો ઉપયોગ કરતા નથી, સંયમનિર્વાહ પૂરતી ભિક્ષાના આધારે દેહ દ્વારા જ્ઞાનધ્યાનાદિમાં નિમગ્ન રહેવા ઉપરાંત કર્મ નિર્જરાર્થે તેઓ વિવિધ પ્રકારની તપશ્ચર્યા, ઉગ્રઅભિગ્રહો આદિ કરે છે. આવા મહર્ષિઓના પાત્રમાં સૂઝતા (નિર્દોષ) આહારાદિના દાનથી જૈનો પોતાનો વિસ્તાર માને છે (આ દાનને જૈનદર્શન સુપાત્રદાન ગણે છે) તે તેમનામાં રહેલા તીવ્ર ત્યાગને જ આભારી છે. જૈનો તેઓનો પ્રવેશ મહોત્સવાદિ અતિ આડંબરથી કરે છે. તેઓની બેઠક આસપાસ કીંમતી જરીયાન