________________
૧૬. દીક્ષા પહેલાં પરીક્ષા માનનારા “સવિદ પરિહરે' સ્વવપ્રનાવિના' “મશ્નવા મપિ' “પુ' “પવયવિદોએ” વિગેરેનો વિચાર કરતા નથી.
(પ્રબુદ્ધ.) ૧૭. સમ્યકત્વવાળા શ્રાવકોને માટે રૂાવ નિજાથે પાવયો બન્ને પરમક્કે ૨ તેણે મદ્દે રૂ
આવું શ્રી સૂત્રકૃતાંગનું સ્પષ્ટ વાક્ય અર્થ પરમાર્થ અને અનર્થના પગથીયાને સૂચવનાર છે. ૧૮. લોક-પ્ર-સર્ગ-૮ શ્લોક-૧૭ અંડગોલિકી ગુફામાં રહેનારા મનુષ્યો છે. અને તે અંડગોલિકોને
સ્ત્રીઓમાં આસક્ત માન્યા છે. ૧૯. લોક-પ્ર-સર્ગ-૮ શ્લોક ૨૩ બે ત્રણ દિવસ તે મનુષ્યો મઘમાંસ ખાતા સુખે રહે છે. એમ કહ્યું
છે. (સમય.). ૨૦. સુમિનિગોદમાં વ્યવહારમાં આવી ગયેલા વ્યવહાર રશિયા પણ અનંતા છે. ૨૧. વ્યવહાર રાશિમાં આવે ને સમ્યકત્વ પામે તે જ ભવ્ય છે એમ નથી. કારણ કે બધા ભવ્યોને
સમ્યકત્વ થાય અથવા સમ્યકત્વ પામે તેટલા જ ભવ્ય કહેવાય એવું જૈનદર્શનને માન્ય નથી. . ૨૨. સિધ્ધભગવાનના અનંતા જીવો જ્યોતમાં જ્યોત સમાય તેમ એક ક્ષેત્રે રહી શકે છે. ૨૩. પંચસૂત્રીમાં દુઃખ આદિ અને અલ્પઆયુષ્યનું જે ખોટું કથન છે તે માતપિતાના ધર્મ માટે નથી,
પણ પોતાને ચારિત્રની રજા મળવા માટે છે, વળી ત્યાં પ્રતિબોધ' શબ્દ સંયમ લેવાનાજ અર્થમાં
છે.
૨૪. “સમુદાયે કરેલાં કર્મ સમુદાયે ફળે છે ને તેથી સમુદાયનો સંબંધ સારું રહે છે એ કથન માબાપને
સાથે સાધુપણું લેવા માટે સમજાવવા સારું છે. ૨૫. “શ્રદ્ધા' શબ્દનો અર્થ જૈનશાસ્ત્રને જાણનારા “જંગલ' એવો કરે છે. “અધ્ધાણ'ની જગા પર
અાપ એવો પાઠ કરવો તે ભૂલ છે. ૨૬. અસંમત દીક્ષાને વિષમય કહેનારા રીતિની અયોગ્યતાને વસ્તુમાં નાંખી દઈ મોટી ભૂલ કરે છે,
શું તેઓ માતાપિતાની રજા વિના થયેલ લગ્નને ગેરકાયદેસર માને છે ? અથવા તેવા લગ્નથી થયેલા સંતાનને વારસદાર ગણતા નથી ? શાસ્ત્રમાં બાલ, વૃધ્ધ, ચોર અને નિષ્ફટિકાથી લીધેલ દીક્ષાવાલાને સાધુ, આચાર્ય, યુગપ્રધાન અને મોક્ષગામી માન્યા છે. આમ છતાં જેઓ દીક્ષા વસ્તુને જ અયોગ્ય ગણે તેઓની દાનત સાધુસંસ્થાનો નાશ કરવાની છે એમ સ્પષ્ટ થાય છે.
(જે. ધ.પ્ર.)
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રી પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચકસાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભુલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.