________________
૨૧૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩.
સમાલોચના. (નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિક ને અંગે કરેલ પ્રશ્નો, આક્ષેપો, અને જિજ્ઞાસાના સમાધાનો અત્રે છે.)
(તંત્રી) ૧. આ ભવમાં પણ લોકોત્તર કાર્ય માટે તપ જપ કરવામાં અડચણ નથી; નિષ્ફળ થવામાં તે મંત્રનું - પદ કે આખાય અને વિધિની ખાત્રી ધ્યાનમાં રહેશે તો શ્રદ્ધામાં અડચણ નહીં આવે. ૨. જેઓને સુદેવાદિની મોક્ષનાં કારણપણે શ્રદ્ધા હોય નહીં તેઓ જો આ લોકના ફળ માટે જ
સુદેવાદિને માને તો અર્થદીપિકા વગેરેમાં મિથ્યાત્વ જણાવેલ છે. ૩. શ્રી ઋષભદેવજી મહારાજના નવ્વાણું પુત્રોની સ્તૂપોનો લેખ આવશ્યકમાં છે. ૪. સરસ્વતીને આરાધનારે મંત્ર આપ્નાયને વિધિ વિગેરે બરોબર જોવાં ને નિશ્ચિત કરવાં જોઈએ. ૫. પુણીયાશેઠની પહેલી અવસ્થાને સામાયિકની અપૂર્વતા સાથે સંબંધ નથી. ૬. ગુરુણીજી એકલી શ્રાવિકાઓ આગળ વ્યાખ્યાન વાંચે તેમાં અડચણ નથી. શ્રાવકો સન્મુખ વાંચવું
શોભે નહીં. ઉપધાનમાં એકાસણા વિગેરેને સ્થાને આયંબિલ વિગેરે કરે તેથી ગણે છે. શાસ્ત્રના લેખથી વિરુદ્ધ
લાગતું નથી. ૮. વિમાનોમાં શાશ્વતી શ્રી જિનમૂર્તિઓ જ છે. વિમાનનો માલિક મિથ્યાત્વી હોય તોપણ પૂજા કરે. ૯. છતી શક્તિ પણ ધર્મકાર્યમાં ન ફોરવાય તે પણ આલોચનાદિ યોગ્ય તો છે જ. ૧૦. “મુઠિસહિય' પચ્ચખાણ સાથે લેવાતું હોવાથી આગળનું ને તે બને પચ્ચખાણ તેના કાલ
ઉલ્લંઘન છતાં પણ થઈ શકે. ૧૧. સમુદ્રની વેલાથી થતી જીવવિરાધનાનું કર્મ તેમાં સંબંધવાળા બધા બધા જીવોને લાગે. ૧૨. આત્માના કલ્યાણ માટે કરેલા સ્તોત્રોથી કોઈ લૌકિક સિદ્ધિ મેળવે તેમાં સ્તોત્રકારને દોષ નથી.
(ટપાલ.) ૧૩. સાત રાતદિવસ ચાર માસને છ માસની પરીક્ષા વડી દીક્ષાને અંગે જ પંચવસ્તુમાં કહી છે. ૧૪. પુરાણ અને શ્રાદ્ધને છોડીને જ ચોમાસામાં દીક્ષાનો નિષેધ છે. અપવાદે તો તે સિવાયને પણ દીક્ષા
દેવાની શાસ્ત્રકારની રજા છે. કોઈ પણ પુરાણ અને શ્રાદ્ધને ઉદેશીને નિષેધ કરે નહીં. સામાન્ય
નિષેધ કરે તો વિશેષ વિધિને બાધ આવે નહીં. • ૧૫. દીક્ષા પહેલાં છ માસની કે ઓછા વત્તા કાલની પરીક્ષા લેવાના પ્રકારનું વિધાન કોઈ પણ શાસ્ત્રમાં
નથી. પંચવસ્તુમાં પ્રવચનવિધિથી જે પરીક્ષા કહી છે તે દીક્ષા પછી લેવાની છે. એ જાણવાના અર્થીઓએ આચાર પ્રકલ્પમાં દીક્ષાને વડી દીક્ષાનો વિધિ જોવો.