________________
૨૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ ૧૯. પા. ૪૫૮. ગા. ૪૪ થી ૭૪. સુત્રકૃતાંગ. અધ્ય. ૫ પહેલાં ઉદેશ. ગાથા-૩
પ-૧૪૦ પ્રશ્ન ૨૭૫- વિરાધક સાધુની દશા અત્યંત ખરાબ છે એવું કયા શાસ્ત્રમાં છે ? સમાધાન- ઉત્તરાધ્યયન અ. ૨૦. ગા. ૩૯૫૦ પ્રશ્ન ૨૭૬- વ્યાજ વટાવથી ધંધા કરનારાઓ રૂપિયા બીજાને દે છે તે પણ લેવા માટે આપે છે તેમ
સાધુ મહારાજને અપાતું દાન પણ મેળવવા માટે એમ ખરું કે નહીં? સમાધાન- આણાહારી પદ લેવા માટે તે દાન દેવાય છે તેમાં વાંધો નથી, અને તેથી જ ગૃહસ્થ
રોટલીનો ટુકડો, કે પાણીનું પવાલું સરખું સાધુને દે છે તે અણાહારી પદ માટે જ. અણાહારી પદના અપૂર્વમાલથી તે બનશીબ છે જેથી મુનિમહાત્માઓ પાસે આવા દાન દ્વારા તે માલ ગૃહસ્થ માગે છે અને સાધુ મહારાજના ધ્યેયને અને તેઓને દાન દેવાથી તેમાં થતી મદદથી થતા તેના અનુમોદનથી તે ધ્યેય મળવાનું સમજનાર માણસો પછીથી તે મળે તેના સાટા તરીકે દાન આપી કબૂલાત કરે છે. જેમ કરોડોના સોદા કરનારને બે પાંચ રૂપિયા સાટામાં આપવા પડે છે અને પછી મુદત પાકે બધો માલ મળે છે તેમ અહીં પણ સમજવું.
પ્રશ્ન ૨૭૭- હાલના ઝઘડાની જડ શી ?
સમાધાન
પાશ્ચાત્ય કેળવણી લીધેલા કહેવાતા શિક્ષિતો પોતાના તે શિક્ષણમાત્રથી જૈન કોમમાં અગ્રણી ગણાવવા માંગે છે. પણ જૈન કોમ સન અને ત્યાગ સાથેના ધટ શ્રદ્ધાવાળા જ્ઞાનને માનનારી હોવાથી તે કહેવાતા શિક્ષિતોને તેમના ધાર્યા પ્રમાણે માન આપતી નથી. તેથી તે શિક્ષિતો સાધુઓની સંસ્થા અને ત્યાગના વિરોધી બને છે, ને તેથી ત્યાગ અને ભોગના વિરુદ્ધપણાથી ઝઘડો જામ્યો છે એમ ઘણાઓનું વકતવ્ય છે.
*