SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૨-૩૩ પ્રશ્ન ૨૬૭- ઘરનની શર્મિલા એવો પાઠ મોટી શાંતિમાં છે. તો તમે ધર્મને આગળ કેમ કરો છો ? સમાધાન- મહાનુભાવ ! પ્રથમનું પદ શ્રમસિંથથ શાંતિમવતુ એ કેમ વિસરી ગયા? જો લક્ષ્યમાં લેશો તો સમજશે કે તે ઉદ્દેશથી જ બીજી શાંતિઓ જણાવી છે. પ્રશ્ન ૨૬૮- તમારે રોટલાની ચિંતા ખરી કે નહીં? સમાધાન- રાજાને રોટલા કે રહેઠાણ વિગેરેની ચિંતા ખરી? નહીં જ ! તે પુણ્યવાનને બધી અનુકૂળતા તેની પ્રજાને સેવકો સેવાધર્મ સમજી પૂરી પાડી દે, તેવી રીતે સાધુ - ' મહાત્માઓના પ્રબળ પુણ્ય પ્રભાવે શ્રાવકોનાં હૃદયો ઉપાસનામાં તત્પર રહે છે. પ્રશ્ન ૨૬૯- સાધુજીવનથી પતિત થનારની કઈ ગતિ ? અને તે ક્યાં જણાવેલ છે ? સમાધાન- પતિત કંડરીક સાતમી નરકે ગયા. જુઓ, ઉત્તરાધ્યયન રપ. ૧૦પા. ૩૩૧ તથા દશવૈકાલિકની ચૂલિકામાં પણ પતિતની નરકગતિ જણાવેલી છે. પ્રશ્ન ૨૭૦- સમાધિયોગથી ભ્રષ્ટ થયેલ સાધુઓની શી દશા ? સમાધાન- તેવાઓ હલકી જાતિના દેવલોકમાં જાય, ઘણો જ સંસાર ભમે, અને તેવા બહુલકર્મીઓને ફરીથી ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય. ઉ. અ. ૮ પા. ૨૯૫-૨૯૬ ગા. ૧૪-૧૫ પ્રશ્ન ૨૭૧- પોષહવ્રતધારી ગૃહસ્થની સરખામણી સાધુ સાથે થઈ શકે કે કેમ? સમાધાન- ના, કારણ કે અનુમોદનાનો અંશથી થતો આશ્રવ એ પણ નાનો સૂનો નથી; રાસની તુલના ગજરાજ સાથે ન જ કરાય. તેવા મહિને મહિને દશલાખ ગાયોનું દાન દેનાર હોય તેનાથી પણ સાધુનું સંયમ શ્રેષ્ઠ છે. ઉ. અ. ૯. પા. ૩૦૬ થી ૩૧૪. ગા. ૪૦. 'પ્રશ્ન ૨૭૨- સર્વવિરતિમાર્ગ અને તેની મુખ્યતાવાળા જૈનદર્શનને નિગ્રંથ પ્રવચન તરીકે ક્યા સૂત્રમાં ગણાવ્યા છે ? સમાધાન શ્રમણ સૂત્ર તથા સૂત્રકૃતાંગસૂત્રના બીજા સ્કંધના ક્રિયાસ્થાન અધ્યયનમાં તેનો ઉલ્લેખ છે. ખેલ નિવે-પાવપણે ત્યાદિ શ્રી ઉપાસકદશાંગમાં આન્દક શ્રાવકના અધિકાર પણ તે જ કહ્યું છે ! : પ્રશ્ન ૨૭૩- વિરતિ વગેરેથી ત્યાગ કરીને ફેર પુત્ર, પિતા, બંધુ, સ્ત્રી પ્રત્યે પ્રેમથી અને ધન વિગેરે તરફ લલચાઈને તે નાશવંત પદાર્થો લેવા જાય તેને વાતા શી તરીકે દોષિત કહ્યા છે તે કથન ક્યા શાસ્ત્રમાં છે ? સમાધાન- સ્ત્રી ધનાદિ તજીને તેને ફેર લેવા જનારાને તો વમેલું ખાવાને તૈયાર થનાર કૂતરા જેવા - શાસ્ત્રકારોએ કથન કરેલા છે. ઉત્તરાધ્યયન. અ. ૧૦ પા. ૩૩૯ ગા. ૩૦. પ્રશ્ન ૨૭૪- નરકની વેદનાઓ ભય માટે દર્શાવાય છે કે શાસ્ત્રમાં તેનું વાસ્તવિક કથન છે ? સમાધાન- નરકની અસહ્ય વેદનાઓને બતાવાય તેવા દુઃખદ પ્રસંગો સંસારમાં જડતા નથી જેથી અત્યંત ભયાનક બનાવો દર્શાવીને બતાવાય છે ને તેથી તે સ્થાને છે; જુઓ. ઉત્ત. અ.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy