SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૨-૩૩ પાળવા માટે શુદ્ધ પુરુષને સંયમધર ગુરુની સેવના કરો ! પ્રશ્ન ૨૬૩- ધર્મ પર સામાન્ય આક્ષેપ થતાં જ બખાળા શા માટે ? ત્યાંયે ધીરજ કેમ નહીં ? સમાધાન- ધીરજ ધીરજના સ્થાને હોય. પાઈના પદાર્થમાં, રૂપિયાના માલમાં, હજારના હવેલી બંગલામાં, કરોડોની કીર્તિના નાશપ્રસંગમાં અને કુટુંબ, ભાઈ, ભાંડુ, માબાપ અને શરીર પરત્વે લાભ પ્રત્યે પ્રેમાળ રહેનારા તેના નાશના પ્રસંગમાં ધીરજ રાખનારા જવલ્લે જ મળશે; આવા નાશવંત પદાર્થોને અંગે પણ જો ધીરજ ન રાખી શકાય તો અવિનશ્વર એવા ધર્મ પર આક્ષેપ થાય ત્યારે ધીરજ રાખવા કહેવું યોગ્ય છે ? ધર્મને ધર્મ સ્વરૂપમાં અને અધર્મી પર આક્રમણ વગર અધર્મને અધર્મ સ્વરૂપમાં પ્રકાશ કરવો તે વસ્તુતઃ આક્ષેપ જ નથી. પ્રશ્ન ૨૬૪- યથાપ્રવૃત્તિનો વાસ્તવિક અર્થ શો? ને તેવી પ્રવૃત્તિવાળા કે અજ્ઞાનજીવોનું મિથ્યાત્વ શી રીતે વૃદ્ધિ પામ્યા કરે છે ? સમાધાન- અનાભોગ આચાર, અનેક ઉપયોગ પ્રવર્તન, શૂન્ય પ્રવૃત્તિવાળી વસ્તુતઃ શાસ્ત્ર વિહિત ધ્યેય વગરની કર્મ ક્ષયવાળી પ્રવૃત્તિ તે જ યથા પ્રવૃત્તિ. અસંખ્યાત પ્રદેશી આત્માને સ્વપ્નમાં પણ રસોળી ગડગુમડને પોષવાની લગીરે ઇચ્છા નથી, તેને પોષવા સંબંધી વચન પણ ઉચ્ચારતો નથી અને તેનાં પોષણ માટે કાંઈ પોતાની કાયાની પ્રવૃત્તિ નથી, છતાં જેમ શરીરની તુષ્ટી પુષ્ટી માટે લેવાતા ખોરાકથી બનતા રસમાંથી રસોળીનું પોષણ થયાં કરે છે, તેમ મિથ્યાત્વ એ પણ આત્માનો વિકાર છે. એને વધારવાનાં વિચાર, વચન અને વર્તન ન હોવા છતાંયે તે તે વખતે વધ્યા જ કરે છે. પ્રશ્ન ૨૬૫- કોઈ મનુષ્ય મોક્ષના ધ્યેયવગર સર્વશભાષિત કંઈ અનુષ્ઠાન કરે તો કેટલું કર્મ તૂટે? સમાધાન- સર્વશભાષિત અનુષ્ઠાન લાલચથી, અશાતાવસ્થામાં અગર ગમે તે ઈરાદે કરે પણ કરવાના પ્રથમ સમયમાં અગણોતર કોડાકોડી જેટલી મોહનીય કર્મની પ્રકૃતિ ખપ્યા વિના તેવું આચરણ પણ થતું નથી. પાંચ રૂપિયાની લાલચવાળો હરકોઈ નવકારનું પદ બોલે તો તે વખતે એની પણ તેટલી કર્મની સ્થિતિ ખપેલી છે. એમ શાસ્ત્ર અને અનુભવથી સમજી શકાય તેમ છે. પ્રશ્ન ૨૬૬- રાષ્ટ્રહિત અને સમાજહિતને સાચવીને ખરો ધર્મ જળવાય તો આજનો બધો કંકાસ શમી જાય ખરો કે નહીં ? સમાધાન- ના , શમે નહીં, પરંતુ વાસ્તવિક કલેશ દાવાનળનો દાહ વધારે વધે. રાષ્ટ્રહિત માટે આજે ધર્મને તિલાંજલિ અપાઈ છે. સમાજ કે રાષ્ટ્રહિત માટે ધર્મને ધક્કો મારવો એ મનુષ્યની મુખઈ છે. રાષ્ટ્ર અને સમાજ કર્મ બંધનોનાં કારણો છે. જ્યારે શુદ્ધ ધર્મ સંવર ને નિર્જરારૂપ હોય છે, તેથી હેય ને ઉપાદેય તરીકે વિભાગ કરવો જ પડશે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy