SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦. શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૨-૩૩. પ્રશ્ન ૨૫૮- શું મિથ્યાષ્ટિ નારકીઓ કરતાં સમ્યગૃષ્ટિનારકીઓને વધુ વેદને હોઈ શકે? સમાધાન- હા, શ્રી ભગવતીજી સૂત્રના પ્રથમશતકના બીજા ઉદેશામાં “તત્વ જ ને તે ભૂયા તે મહાવે , તથિ જ ને તે મબૂિથ તે છ ગણવેમાતરમ” નરકમાં જે નારકીઓ સમ્યગુદર્શનવાળા છે તેઓ વસ્તુસ્વરૂપની સાચી સમજણથી ગયો ભવ હારિ ગયા તેના પશ્ચાતાપવાળા હોઈ મહાવેદનાવાળા છે, અને જેઓ સમ્યગુદર્શન રહિત મિથ્યાત્વી છે તેઓ તો અણસમજવાળા હોવાથી માત્ર કાયિક અલ્પવેદનાવાળા છે. પ્રશ્ન ૨૫૯- દેશ ભૂખે કેમ કરે છે ? સમાધાન- એમાં એમ કહેવાય કે ધર્મની અપેક્ષાએ પૂછો છો કે દેશની અપેક્ષાએ? દેશની અપેક્ષાએ પૂછાતું હોય તો આળસથી ભૂખે મરે છે, કારણ કે ઉદ્યમનો અભાવ છે; ધર્મની અપેક્ષાએ તપાદિ ધર્મમાં તેની ગણતરી છે પણ ખાવાની ઈચ્છા છતાં ભૂખે મરવાનું તો પાપના ઉદયથી છે. પ્રશ્ન ૨૬૦- ઉદ્યમ કરવા છતાં ધારવા પ્રમાણે ઉદ્યોગ ક્યાં મળે છે ? સમાધાન- કેટલાકો કહે છે કે ઉદ્યોગની ખામી નથી પણ ઉદ્યમની ખામી છે. જરા ગણિતનો અભ્યાસ કરે.' પ્રથમના કાલમાં મજુરને રોજ રૂ . મળતું ત્યારે આજના મજુરને રોજ રૂ .મળે છે. ખામી શાની છે ? પ્રશ્ન ૨૬૧ જૈનોમાં ચોવીસ તીર્થંકર, વૈષ્ણવાદિમાં ચોવીસ અવતાર, બૌદ્ધમાં ચોવીસ બોધિસત્વો આનો હેતુ શો ? સમાધાન ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં શ્રીજિનેશ્વરમહારાજ જેવા ત્રણ લોકના નાથને જન્મવા લાયકનો સાતગ્રહ ઊંચાવાળો સમય ચોવીસ જ વખત હોય ને તેથી જ દરેક ઉત્સર્પિણીને અવસર્પિણીમાં ચોવીસ ચોવીસ જ તીર્થંકરો થાય. જૈનોને ચોવીશ તીર્થકરોને માનતા દેખીને બીજાઓએ તેનું અનુકરણ કર્યું હોય તે સંભવે છે. કારણ કે તેઓએ તેવાઓના જન્મમાં તેવા ગ્રહોની ઉગ્રતા વગેરે કારણો માન્યાં નથી. વળી વૈષ્ણવાદિઓએ શ્રી જિનેશ્વરોને અવતાર માન્યા છે માટે પણ તેઓની તે માન્યતા જૈનોને અનુસરીને છે. ખરી રીતે તો અનુયોગના મુદા પ્રમાણે શ્રી કૃષ્ણજી વગેરે ઐતિહાસિક પુરુષો હતા ને પાછળથી અવતારી પુરુષ તરીકે મનાય છે. એમ હોવાથી તો પછી ચોવીશ અવતારોની કલ્પના કેવલ અનુકરણવાલી જ છે એમ માનવું પડે ને બૌદ્ધો તો શ્રી પાર્શ્વનાથજીના તીર્થમાંથી જુદા પડ્યા છે તેથી ચોવીશી માને તેમાં શી નવાઈ ? પ્રશ્ન ૨૬૨- સૌ કોઈ પોતાના મતમાંજ સત્યધર્મ જણાવે છે તો સત્ય ધર્મ કયો માનવો? સમાધાન- દુનિયામાં કીમતી ચીજની જ નકલો થાય છે, સુવર્ણના સ્થળે પીંચગોળાદિ થયા, પણ પિત્તલની નકલ થઈ? જવાબમાં ના કહેવી પડશે. ઈમિટેશન પથ્થરને ખરો હીરો મનાવવા પ્રયત્ન થયો, પણ પથ્થરની નકલનો પ્રયત્ન કોઈ કરશે નહીં. સાચા હીરાની કિંમત તો સાચા ઝવેરીઓ જ કરશે અને તેમની કદર પણ ઝવેરી બજારમાં જ થશે, રખડતાઓ કાંઈ સાચા માલ કે સાચા માલધણીને પીછાણી શકશે નહીં? સાચો ધર્મ
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy