SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ શ્રી સિદ્ધચક્ર તા. ૧૦-૨-૩૩. પ્રશ્ન ૨૫૦- રજા વગરની દીક્ષા સાધુ આપે તો મોટી ઉંમરના માટે નિષ્ફટિકા દોષ નથી, પણ તેને સંસાર છોડવામાં પડતી મુશ્કેલીઓમાં સાધુ આદેશાદિ આપી બધી પંચાતોમાં પડે તો તેમાં દોષ લાગે કે નહીં ? સમાધાન- દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, સુચ્છિને અને સુહડે એ બે પદોની વ્યાખ્યાથી તથા મૃષાવાદનો કલ્પ જોવાથી પણ જણાશે કે પંચાત વગર ન બને તેવી દીક્ષાના પ્રસંગે સાધુને અલિપ્તપણે તેમાં પ્રવર્તવું પડે તો કલ્પાચરણા ગણાય પણ દોષ ન ગણાય. પ્રશ્ન ૨૫૧- દેરાસર જેવી બાબતોમાં પણ માત્ર ઉપદેશ અપાય, કે આદેશ અપાય ખરો ? સમાધાન- કારણસર તેમાં પણ કરવું કરાવવું પડે છે અને અનુમોદવું તો હંમેશાં છે. પણ વગર કારણે તો મુખ્ય માર્ગ કરવાનો હોય ને તે મુખ્ય માર્ગ તો ઉપદેશમાં જ છે. પ્રશ્ન ૨૫૨- સ્વદયા સિવાય પરદયા કરવાની જૈનદર્શનમાં મનાઈ છે તો બીજાને છ કાયના કુટામાંથી છોડવવાના બહાને પોતાના વ્રતમાં ખામી લાગે તેમાં સ્વદયા ચુકાય કે નહીં? સમાધાન- ચારિત્રમાં મદદગાર થનાર સ્વદયાથી ચુકે નહીં, અપવાદરૂપ દીક્ષાથી પણ કાંઈ પોતાના વ્રતમાં ખામી લાગતી નથી, કર્મબંધનથી નિરપેક્ષપણું હોય ત્યાં સ્વદયાનો લોપ થાય છે. પ્રશ્ન ૨પ૩- સાધુ તો શાસ્ત્રની આજ્ઞા મુજબ માત્ર ઉપદેશને જ વળગી રહેને? સમાધાન- સમજુ શ્રાવકો હોય ત્યાં એમ જ બને, અણસમજુ શ્રાવકોને માર્ગે લાવવા માટે પણ અનેક વિધાનો છે. પ્રશ્ન ૨૫૪- દેરાસર, જીર્ણોદ્ધાર, ઉપધાન, સર્વવિરતિ આદિ માટે આદેશની પ્રવૃત્તિમાં પડનાર સાધુને બંધ થોડો અને નિર્જરા વધારે કે કેમ ? સમાધાન- કથંચિત્ પ્રમાદ આદિથી દોષ લાગે તો દોષ માનવો. થોડો બંધ અને ઘણી નિર્જરાએ પક્ષ જ તત્ત્વથી નકામો છે; નહીં તો નદી ઉતરવાની આજ્ઞા કરનારનું શું થાય? સ્વરૂપ હિંસાથી સકષાયિને થયેલું કર્મ તત્કાલ પણ શુભભાવનાથી નિર્જરિત થાય છે. પ્રશ્ન ૨૫૫- નલિની ગુલ્મ વિમાન કયા દેવલોકમાં છે ? સમાધાન- પ્રાયઃ સૌધર્મદેવલોકમાં છે. સેનપ્રશ્નમાં જોવાથી માલુમ પડશે. પ્રશ્ન ૨પ- વિહારમાં પાણી તથા વનસ્પતિવાળા બે માર્ગ આવે તેમાં સાધુ કયા માર્ગે વિહરે ? સમાધાન- વનસ્પતિ કરતાં પાણીમાં વધારે વિરાધના છે. એમ ધારી પાણીવાળે માર્ગે ન જાય. પ્રશ્ન ૨૫૭- તત્ત્વાર્થસૂત્ર અધ્યાય બીજોને ચૌદમા સૂત્રમાં તેઉકાય તથા વાઉકાયને સ્થાવર ન ગણતાં ત્રસ કેમ ગણ્યા? સમાધાન- તેઉને વાયુ એ બે ચાલવારૂપ ગતિની અપેક્ષાએ ગતિસત્ર કહેવાય ને શક્તિરૂપ લબ્ધિની અપેક્ષાએ લબ્ધિત્રસ પણ ગણાય, તેથી શ્રીઆચારાંગવૃત્તિ ને તત્ત્વાર્થમાં વિરોધ નહીં આવે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy