________________
૨૦૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ પ્રશ્ન ૨૪૨- શું દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ તથા ધર્મકથાનુયોગ એ ત્રણે અનુયોગો ચરણકરણાનુયોગ
માટે છે? સમાધાન - હા, આ કથન આચારાંગના પ્રથમ ભાગમાં છે, અને એ ગાથા ઓઘનિર્યુક્તિમાં છે.
વાસ્તવિક રીતિએ એ બિના માનવામાં બીજો કંઈ વિરોધ નથી. પ્રશ્ન ૨૪૩- દ્રવ્યાનુયોગ માટે ક્યા ગ્રંથો વાંચવા જોઈએ; રીતસરનો અભ્યાસ કરનારે ક્યા ક્રમે તેના
ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ ? સમાધાન
જીવને કર્મો આદિની અપેક્ષાએ કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ ને પદાર્થસિદ્ધિની
અપેક્ષાએ રત્નાકરાવતારિકા, અનેકાંતજ્યપતાકા, સંમતિતર્ક વગેરે. પ્રશ્ન ૨૪૪- ખરતર ગચ્છની માન્યતામાં ક્યો મતભેદ છે કે જેથી તેમની તપાગચ્છવાળા ને બીજા
ગચ્છવાળાની સાથે ભિન્નતા ગણે છે? સમાધાન- ગર્ભાપહારને કલ્યાણક માનવું, માસકલ્પનો વિચ્છેદ માનવો શ્રાવકપ્રતિમાનો વિચ્છેદ
માનવો, ષષ્ઠાદિપચ્ચખાણનો અભાવ માનવો શ્રાવિકા પ્રભુની અંગ પૂજા ન કરે આદિ
ઘણી માન્યતાઓ જુદી છે ને તેથી ભિન્નતા છે. પ્રશ્ન ૨૪૫- જૈનદર્શનની શૈલી મુજબ તે દ્રવ્યાનુયોગને અનુસાર પદ્ધવ્યાદિ બરાબર માને તો તેને
સમ્યગુદૃષ્ટિ કહી શકાય કે નહીં? આચરણાની ભિન્નતા તો ગચ્છ ગચ્છે દૃષ્ટિગોચર
થાય. સમાધાન- એક અક્ષર કે પદ પણ (સિદ્ધાન્તાનુસાર) ન માનવું તે મિથ્યાત્વ ગણાય, માન્યતા અને
આચરણા સાથે અત્રે સંબંધ નથી. પ્રશ્ન ૨૪૬- ગચ્છો તો ઘણા સંભળાય છે. ક્યા આરાધક? કયા વિરાધક ? સમાધાન- આશા સાપેક્ષ આચાર ને સત્યપ્રરૂપણા હોય ત્યાં આરાધકપણું છે. પ્રશ્ન ૨૪૭- શ્રી વીરપ્રભુ તો પરણેલા છે છતાં એમના માટે કુમારાવસ્થા કેમ જણાવી છે? સમાધાન- રાજ્ય પામ્યા સિવાયની અવસ્થાને રાજ્યરહિત કુમારાવસ્થા (પ્રથમવય) કહેવાય છે.
અર્થાત્ જે વિવાહિત તીર્થંકરોમાં કુમાર અવસ્થા વર્ણવેલી છે તે આ પ્રમાણે માની શકાય
પ્રશ્ન ૨૪૮- દ્રવ્યાનુયોગ એ સમ્યગદર્શનની પ્રાપ્તિનું સચોટ સાધન ક્યા કારણે ? સમાધાન- જીવાજીવાદિતત્ત્વોની યથાસ્થિત શ્રદ્ધા એ અનુયોગ દ્વારા થતા શાનથી થાય છે. માટે
દ્રવ્યાનુયોગના જ્ઞાનને સમ્યગ્દર્શનનું સચોટ સાધન માની શકાય. પ્રશ્ન ૨૪૯- દ્રવ્યગુણપર્યાય નામના રાસના રચનાર કોણ ? સમાધાન- ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીમદ્યશોવિજ્યજી મહારાજજી.