________________
૨૦૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ શસ્ત્ર કયું “દુશમન પ્રત્યે ધિક્કારની નજર” આ ઉપરથી અમે તમને એ કહેવા માગીએ કે જે નિર્માલ્ય છે, નાશવંત છે, જન્મતા સાથે આવેલ નથી, મરતાં સાથે લઈ જવાય તેમ નથી અને વચલા કાળમાં (જન્મ-મરણના મધ્ય કાળમાં) પણ નિયમિત રહેશે તેવો વિશ્વાસ પણ નથી એવા આ નશ્વર ને કટુ પરિણામી પદાર્થો માટે શૌર્ય કેળવી ધિક્કાર રાખવો શક્ય શું નથી ? તેમજ જે દુષ્ટ કર્મ રાજાએ ભવ્યોની અનંત અવ્યાહત મિલ્કતની બરબાદી કરી તે (કર્મ) તરફ ધિક્કારની નજર કેમ ન રાખીએ? સંસારરસિક જીવોને આ રીતે દુન્યવી તાજાં દૃષ્ટાંતોથી ધાર્મિક પ્રસંગોની ઘટના સમજાવાય તો જલદી અસર કરે તે હેતુથી વર્તમાનપત્રાદિનાં વાંચનો
થાય તો સંતવ્ય છે. પ્રશ્ન ૨૩૮- ધર્મી અને ધર્મનાં સાધન માટે આટલા બધા બંદોબસ્ત શા માટે ? એના માટે જીવનાં
જોખમ સુધીનાં તોફાન શા માટે ? સમાધાન- દુનિયામાં પણ કીમતી ચીજો અને તેના માલિકોની રક્ષા માટે જ જબરજસ્ત તિજોરીઓ
અને પૂરતો ચોકી પહેરો રખાય છે. ધૂળ, ઢેફાં, પથરા માટે કે કંગાલો માટે કશુંયે હોતું
નથી. શું ધર્મ તથા ધર્મનાં સાધનો ઓછાં કીંમતી છે ! પ્રશ્ન ૨૩૯- આ જીવે મોક્ષના ધ્યેય વિનાનાં અનંતા દ્રવ્યચારિત્ર કર્યા તે ભાવચારિત્રનું કારણ કેવી
રીતે ગણાય ? કેમકે અભવ્યને અનંતા તેવાં ચરિત્રો છતાં ભાવચારિત્ર થતું નથી. સમાધાન- ભવ્યમાં યોગ્યતા હોવાથી તેવા દ્રવ્યચારિત્રો પણ ભાવચારિત્રનું કારણ ગણાય એમ શ્રી
પંચવસ્તુમાં સ્પષ્ટ જણાવેલ છે. પ્રશ્ન ૨૪૦- જેમ પ્રભુની પૂજા કરતાં શ્રાવક સર્વવિરતિનું ધ્યેય રાખે ને એ વાસ્તવિક દ્રવ્યપૂજા
કહેવાય, તેમ જે ચારિત્રમાં ઉપયોગ રહિત ક્રિયા સંવરની થાય તે ભાવચારિત્રને લાવી આપનારી હોવાથી દ્રવ્યચારિત્ર ગણી શકાય કે નહીં? અર્થાત્ તે ભાવચારિત્રના કારણ
સિવાયનાં ચારિત્ર તો અભવીની પેઠે અપ્રધાન દ્રવ્ય ગણાય કે નહીં ? સમાધાન- સ્વરૂપે અપ્રધાન છતાં યોગ્યતા હોવાથી તે ચારિત્રો ભાવચારિત્રનું કારણ બને. રેતને
મળેલી ઘાણી આદિની સામગ્રી તેલ ન નિપજાવે તો પણ તે જ સામગ્રી તલને મળે તો તેલ ન નિપજાવે તેમ નહીં. અર્થાત્ ભવ્યજીવન તેવા ચારિત્રમાં દ્રવ્યશબ્દ કારણને
કહેનાર ગણાય અને અભિવ્યમાં તે દ્રવ્યશબ્દ માત્ર અપ્રધાન અર્થ વાળો ગણાય. પ્રશ્ન ૨૪૧- અભવીના બેય જેવું ધ્યેય રાખી ચારિત્ર પાળે તે ભવિને દ્રવ્યચારિત્ર (ભાવનું કારણ
થનાર) ગણાય કે જેમાં કર્મક્ષયનો મુદો આવે તે જ દ્રવ્યચારિત્ર ગણાય? સમાધાન- મોક્ષના મુદાવાળું તો ભાવચારિત્ર કહેવાય, પણ પૌગ્લિક ઇચ્છાદિના ધ્યેયવાળું તે
દ્રવ્યચારિત્ર અને તેવું ચારિત્ર પણ ભવ્યને ભાવચારિત્ર લાવી આપનાર થાય.