SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૦૬ તા. ૧૦-૨-૩૩ શ્રી સિદ્ધચક્ર श्री शंखेश्वरपार्श्वनाथाय नमः સાગર સમાધાન. સમાધાનકાર- સકલશાસ્ત્ર પારંગત સ્યાદ્વાદ સિદ્ધાંત સુધા-સ્ત્રાવી આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક-આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજજી. પ્રશ્નકાર- ચતુર્વિધ સંઘ (રૂબરૂ અગર પત્ર દ્વારાએ પૂછાવેલ પ્રશ્નો.) સંચયકાર- શ્રી ચંદ્રસાગરજી મહારાજ. પ્રશ્ન ૨૩૬- આજની દુનિયાને યુક્તિ પુરસ્સર, ચાલુ દૃષ્ટાંતથી વૈરાગ્યનું ફળદાયકપણું શા માટે સમજાવાય છે? સમાધાન જુના અપ્રસિદ્ધ દૃષ્ટાન્તો કરતાં વર્તમાન પ્રસિદ્ધ દૃષ્ટાન્તો અસરકારક નીવડે છે માટે ચાલુ દૃષ્ટાન્નોથી વૈરાગ્યનું ફળ ને સ્વરૂપે સમજવામાં ફાયદો છે. જેમ કહેવાય કે હાલની સ્વદેશી ચળવળનું જરા અવલોકન કરો ! પરદેશી ચીજનો બોયકોટ શા માટે છે એ વિચારો ! આનું ઊંડું રહસ્ય સમજશો તો માલમ પડશે કે પરદેશી માલ દેખીતો સારો, આંખને આનંદજનક, મનને મોહક અને દરેક ઈદ્રિયને પ્રિયંકર હોવા છતાં પણ પરિણામે બંધનની બેડીરૂપ તથા દેશને દારિદ્રરૂપી દાવાનળમાં હોમી દેનાર હોવાથી તેનો લોકો ત્યાગ કરે છે તેવી રીતે વિષય, કષાય દેખીતા આનંદજનક લાગે પણ પરિણામે ગાઢ બંધનરૂપ છે અને તેમાં ફસાયેલો આત્મા અનાદિકાલથી તેનો ગુલામ બનેલો છે. જો એ વસ્તુસ્થિતિ સમજાય તો વિષયાદિ પરિણામે દારૂણ હોવાથી ત્યાજ્ય લાગે અને મોક્ષ (સ્વસ્થાન) તરફ આત્મા હેજે આકર્ષાય. દારૂણ પરિણામદાયક પદાર્થો તરફ વૈરાગ્ય હોવો જોઈએ તે થાય એમાં આશ્ચર્ય શું ? . આજના જમાનામાં, ‘મુંબઈ સમાચાર' આદિ વર્તમાનપત્રો વાંચવાથી સાધુઓને શો લાભ? સમાધાન સમ્યગૃષ્ટિ આત્મા મિથ્યાત્વીના રચેલા કે લખેલા પુસ્તક, લેખ વિગેરેને વાંચી વિચારીને સમ્યરૂપે પરિણાવે છે. ઇ.સ. ૧૯૧૪ની લડાઇમાં સંધી કરી જર્મન સરકારે જણાવ્યું કે “અમારાં દોડો શસ્ત્રો તમારે હાથ આવશે, કુનેહથી તમામ કિલ્લાઓ કબજે કરશો, અમારું સર્વ લશ્કર તમે નાશ કરશો, ધન, માલ મિલકત, ખજાનો વિગેરે લૂટી લેશો પણ જેના બદનમાં જર્મન દેશનું લોહી વહી રહ્યું છે તેવા એકેએક (બચ્ચથી માંડીને મોટા સુધી) જર્મન પાસે એક શસ્ત્ર હજી સુધી અખંડિત છે અને રહેશે. તે હથિયારને કોઈ લઈ શક્યું નથી અને લઈ શકશે પણ નહીં. તે
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy