________________
૨૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩
...
સુધા-સાગર (નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી ૮ આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામાંથી કેટલાક ઉદ્ભૂત કરેલ સુધા સમાન વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમોઘ છે એમ ધારી અત્રે અપાય છે. જે
| (સંગ્રાહક ચંદ્રસાગર) –
૨૭૨ મોક્ષ અને મોક્ષના ઉપાયની માન્યતા આવે ત્યારે જ જૈનદર્શનનું આસ્તિક્ય આવ્યું ગણાય. ૨૭૩ આસ્તિક્યતા અંગિકાર કરનાર સમ્યગૃષ્ટિના સુધામય સદ્વિચારોથી સૃષ્ટિમાં સર્વત્ર શાંતિ છે. ૨૭૪ પેટપાલનનું જે પોષણ કરનાર ને શ્રદ્ધાને સડાવનાર સંસ્થાઓને એથી જે પોલાણ પડે તે પરવડતી
નથી.
૨૭૫ સંસાર રસિક જીવોથી પેટલાદપુરીના રક્ષણ માટે રાત દિવસ, ધર્મઅધર્મ, ને દેવગુરુધર્મ પ્રાયઃ
શુદ્ધ દૃષ્ટિથી જોવાતાં નથી. ૨૭૬ આત્મપુરીની અખંડ જમાવટ માટે સંવર કાર્યમાં સતત્ પ્રયત્ન કરો ને સાથે જ નિર્જરાનું નિરંતર
સેવન કરો. ૨૭૭ જ્યાં સુધી મોક્ષ માર્ગની સર્વ મુરાદો બર લાવવા માટે સર્વ સમર્પણીય છે, એ વિચારતું નથી
ત્યાં જૈન દર્શનમાં એકી અવાજે પંકાયેલ સમ્યગદર્શનની ગેરહાજરી છે. ૨૭૮ નાશવંત પદાર્થમાં કારમી મમતાનું યથાર્થ સ્વરૂપ સમજનાર સમ્યગુષ્ટિ સર્વત્ર સુવાસનાના
નિર્ઝરણાં અસ્મલિત કરાવે છે ! ૨૭૯ આસ્તિક જીવો શત્રુને પણ મિત્ર બનાવે છે. ૨૮૦ ઘુવડ દિવસે આંધળો, કાગડો રાત્રે આંધળો પણ કામાંધ તો કાયમ (રાત્રિ દિવસ) આંધળો છે.
વસ્તુતઃ સાચું સ્વરૂપ દેખી શકતો જ નથી. ૨૮૧ કુલાંગર કામાંધો જગતમાં કાળો કેર વર્તાવે, છતાં તેમાં જો કોઈ સમ્યગુદૃષ્ટિ હોય તો તે
અંતઅવસ્થાએ પાપકર્મથી ગોશાળાની જેમ પાછો હઠે છે ને સન્માર્ગ તથા સન્માર્ગવાળાની જાહેર રીતે અનુમોદના કરે છે.