________________
૨૦૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ રસાયણની જરૂર ખરી? નહીં જ ! તેમ અહીં પણ મોક્ષને રોકનારાં કર્મોને નાશ કરનાર રસાયણ, સમ્યગદર્શનાદિ ત્રણ છે, ને તેને મોક્ષની ઇચ્છા મેળવી આપે છે, પણ એ ત્રણ મળ્યા પછી, પૂર્ણદશામાં આવ્યા પછી, ઈચ્છાની જરૂર નથી. જેમ રસાયણની જરૂર માત્ર વાયુના વિકારને વિદારવા માટે જ છે, તેમ અહીં પણ ઈચ્છા તે મોક્ષનાં કારણો મેળવી આપવા માટે જ જરૂરી છે. જો આમ છે તો તે ઈચ્છાને કારણરૂપે માનવી જ જોઈએ ! ઘડો થવાના કાર્યમાં દંડ સીધો કામ નથી લાગતો, પણ દંડે ઉભું કરેલ ભ્રમણ (વેગ) કામ લાગે છે. તેવી રીતે મોક્ષ થતી વખતે ઈચ્છા જાય ત્યારે જ ભલે મોક્ષ થતો હોય, પણ મોક્ષનાં કારણો જે સમ્યગ્દર્શનાદિ તેનો કર્તા કાં તો આત્મા છે, કાં તો કર્મના ક્ષયોપશમ આદિ છે. ખાણમાંથી માટી ગધેડો લાવ્યો, તે જ માટીનો ઘડો બન્યો, પણ તેથી ઘડાના કાર્ય સાથે ગધેડાને સંબંધ નથી, તેવી રીતે અહિં પણ ઈચ્છાથી સમ્યગદર્શનાદિ મેળવાયાં, છતાં તેનું કારણ કર્મનો ક્ષયોપશમ આદિ કે આત્મવીર્થોલ્લાસ હોવાથી ઈચ્છા એ અત્ર કારણ નથી, વળી દંડ કે ગધેડો કાંઈ ઘડો થવાની ક્રિયાને રોકનાર નથી, પણ અહીં તો ઈચ્છા મોક્ષને રોકનારી છે, કેમ કે અયોગીપણું ન થાય ત્યાં સુધી મોક્ષ થતો નથી, માટે ઈચ્છા એ મોક્ષને રોકનારી ચીજ છે, અને ઈચ્છાના નાશ મોક્ષ થાય છે, પણ ગધેડો મરે તો ઘડો થાય એવો નિયમ છે? ના ! આથી એ નક્કી થયું કે શુભ તથા શુદ્ધ કાર્યને અંગે ઈચ્છા એ સાધક વસ્તુ નથી. સાધક વસ્તુ તો મોક્ષનાં કારણો, સંપૂર્ણ દર્શન, જ્ઞાન, ચારિત્ર જ મળી ગયાં તો ઈચ્છા ન હોય તો પણ મોક્ષ થાય અને જો તે સંપૂર્ણ ન મળ્યાં હોય તો મોક્ષની ઈચ્છા ચાહે તેટલી હોય તો પણ મોક્ષ ન થાય. કાર્યસિદ્ધિ તેનાં કારણોથી છે; નહીં કે ઈચ્છાથી.
તીર્થંકર નામકર્મનો ઉત્કૃષ્ટ રસ કોણ બાંધે ? અવિરતિ સમ્યગ્ગદષ્ટિ ! દેશવિરતિ-સર્વ વિરતિવાળો કે અપ્રમત્ત સંયમી એ કર્મ એવું બાંધી શકતો નથી. અવિરતિ સમ્યગુદષ્ટિની જે ઈચ્છાની તીવ્રતા છે તે પાંચમે, છ કે સાતમે ગુણસ્થાનકે આવી શકતી નથી. આથી નક્કી થયું (કર્યું) કે કાર્યને સિદ્ધ કરનાર તેનાં કારણો છે; નહીં કે તેની ઈચ્છા ! તમે તો શ્રીપાલ મહારાજની કથા શ્રવણ કરી, ધન, કુટુંબાદિની ઈચ્છા કરો તો તે ઈચ્છા તમારા આત્માનું શું દારિદ્ર ફડશે ? સિદ્ધ કરનાર હેતુને શાસ્ત્રકારો કારણ માને છે, તો ત્યાં કાર્ય તરીકે મોક્ષને જ માનો અને તેના પણ હેતુભૂત નવપદનું આરાધન છે. જગતનો પુદ્ગલથી વ્યવહાર છે. જેમ પુદ્ગલ અધિક તેમ કાર્ય અધિક. દુનિયાનો વ્યવહાર લાગણી ઉપર નથી, પણ તે કેવળ પદાર્થ ઉપર છે, શાસ્ત્ર તો પદાર્થને પોગળ ગણે છે, તેનો વ્યવહાર લાગણી ઉપર છે. નિશ્ચયથી શાસ્ત્રકારોનું અંતઃકરણ અંતઃકરણને જોવા માગે છે. તત્ત્વથી શાસ્ત્ર કોને જોવા માગે છે ? જેવો વિવેક તેવો ધર્મ. તેમાં અંતઃકરણ કે વસ્તુને સીધો સંબંધ નથી. શાલિભદ્રના જીવે પૂર્વભવમાં (સંગમે), તેમજ ધન્નાજી તથા કાવનાજીના જીવે પૂર્વભવમાં એકજ વખત વહોરાવ્યું છે જ્યારે તમે તો સેંકડો વખત લાડુ, પેંડા, દૂધપાક વહોરાવો છો માટે તેમ તેમનાથી સેંકડો ગુણા ઉત્તમ થઈ જશો એમ કહેવું ને?, ના ! , શાસ્ત્રકાર વસ્તુ કે વિવેકશૂન્ય અંતઃકરણને વળગતા નથી, પણ વિવેકને વળગે છે. વારૂ ? વિવેક કોણ લાવે છે? વિવેકને લાવનાર વસ્તુના જ્ઞાન સાથે જોડાયેલું અંતઃકરણ છે, તે માટે નવપદ રૂપ વસ્તુનું જ્ઞાન કરાવવું, તે થાય એટલે તે વસ્તુ દ્વારાએ અંતઃકરણમાં વિવેક જાગે ને તેથી ફળની પ્રાપ્તિ થાય.