________________
૨૦૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ દર્શનાદિ પદો સ્વરૂપે સાધ્ય નથી, પરરૂપે સાધ્ય છે.
અરિહંતો અરિહંત તરીકે, સિદ્ધો સિદ્ધ તરીકે, આચાર્યો, આચાર્ય તરીકે ઉપાધ્યાય, ઉપાધ્યાય તરીકે તેમજ સાધુઓ સાધુ તરીકે આરાધ્ય છે પણ દર્શન દર્શન તરીકે આરાધ્ય નથી, તથા જ્ઞાન જ્ઞાન તરીકે, ચારિત્ર ચારિત્ર તરીકે અને તપ તપ તરીકે આરાધ્ય નથી. તમે રોટલી પકવો તે ભોજનના સાધ્યથી, ચૂલો ધમો તે ચૂલો ધમવાના સાધ્યથી કે રસોઈના સાધ્યથી ?, ચૂલો ધમ્યા વિના રસોઈ પામવાના નથી, પણ તેમાં ચૂલાનું સ્વરૂપે સાધ્ય છે નહીં; ચૂલાનું સાધ્ય પરરૂપે છે. તે જ રીતે અત્રે પણ જ્ઞાનનું સાધ્યપણું નથી. આ ઉપરથી જ્ઞાનને નકામું કહેવામાં આવે છે એમ બડબડશો નહીં! ચૂલો ધમતાં સાધ્ય રસોઈ ઉપર રહેશે; ચૂલો ચૂલા તરીકે સાધ્ય નથી પણ રસોઈના મુદાએ સાધ્ય છે, તેવી રીતે જ્ઞાન જ્ઞાન તરીકે સાધ્ય નથી, પણ જ્ઞાન સંવર નિર્જરાને લાવે તે તરીકે જ સાધ્ય છે. પતi ના તો ત્યાં એ વાક્યનું રહસ્ય શું ?
અમુકની છોકરી સાથે અમુકના છોકરાના લગ્ન સંબંધી એક દસ્તાવેજ થયો, તેમાં લખવામાં આવ્યું કે જો સામો શબ્સ પોતાની છોકરી આ છોકરાને પરણાવે તો છોકરાના બાપે, વહુ તરીકે તેણીને પાંચ હજાર રૂપિયા આપવા, હવે પેલો છોકરીનો બાપ પોતાની છોકરીને પરણાવે નહીં, લગ્નની વાત ઉડાડી દે, અને પાંચ હજાર રૂપિયા માગે તો? દસ્તાવેજમાં તો સ્પષ્ટ પાંચ હજાર આપવાની શરત છે જ, પણ સાથેની શરતે ન જુએ અને થેલીને જ છે, તો તેને બેવકૂફ જ કહેવો ને ! તેવી રીતે કેટલાકો “પઢાં ના તો ત્યાં એ વાક્યને પકડી, “પહેલું જ્ઞાન' એવી બૂમ મારી રહ્યા છે. પહેલું જ્ઞાન એ વાત ખરી, પણ પછી ?, પછી શું એ જોવાનું કે નહીં ? તો ય એને ઉડાડી મૂકવાનું? પહેલું જ્ઞાન પામો અને પછી દયાવાળા થાઓ એવું તાત્પર્ય આમાં છે. આ તો પ્રથમ જ્ઞાન” એ વાત લેવી છે અને તો ત્યાં એ વાતને જલાંજલિ આપવી છે, એ ચાલે? સંયમ, દેશવિરતિ વિગેરે ક્રિયાથી નિરપેક્ષ થાય અને પઢાં ના બોલ્યા કરે એને બેઈમાન સિવાય શું કહેવું? પેલા છોકરીના બાપને પાંચ હજાર લેવા છે પણ છોકરી પરણાવવાનું મન નથી એટલે એને એ લીટી કાળજે કટાર જેવી લાગે છે, તેવી રીતે અહીં પણ “જ્ઞાન પહેલું એ વાત ગમે છે, પણ તો ય એ સાંભળી કાનમાં શૂળ વાગે છે એ શું? સામાયિકાદિ ક્રિયાકાષ્ઠ, વ્રત પચ્ચખ્ખાણ કરવાં નથી અને જ્ઞાન માટે મોટા ઠોડુજી બનવું છે તે ચાલે ? જરા એજ ગાથામાં આગળ ચાલો ! અન્ના લિં વદિ અજ્ઞાની કરશે શું? આ કથનથી જ્ઞાનને વખાણ્યું એ વાત ખરી, પણ જ્ઞાનને વખાણયું શા માટે? એટલાજ માટે કે જ્ઞાની કંઈક કરી શકે. અજ્ઞાની કાંઈ કરી ન શકે માટે અજ્ઞાનને વખોડ્યું. હવે જ્ઞાનના ઠોડુજી સમજ્યા છતાં ન કરે તો તેઓમાં અને અજ્ઞાનીમાં ફરક ક્યાં ? છોકરાનો બાપ પાંચ હજાર એટલા જ હેતુથી આપે છે કે પેલી છોકરી (વહુ) કોઇપણ સંયોગોમાં દુઃખી ન થાય, પણ તેય પેલો પરણાવે તોને !, તેવી જ રીતે જે કંઈ પણ કરવાને તૈયાર નથી તેથી પાસે જ્ઞાનની કોથળી ખાલી કરે કોણ ? આથી શાસ્ત્રકારો “આરંભી, પરિગ્રહી, ઘરબારી, અન્યતીથીને શાસ્ત્ર વંચાવે તો રોજનું પ્રાયશ્ચિત લાગે' એમ જણાવે છે, જ્ઞાન એ ક્રિયા માટે જ છે, માટે આ પ્રાયશ્ચિત લાગે છે. જ્ઞાન સંવરને નિર્જરાના માર્ગમાં પ્રવર્તવા માટે તથા આશ્રવને બંધથી હઠવા માટે છે. “ભલે લાખ ખોટના ગયા પણ મોતી તો દેખ્યું?” આવા શબ્દો ઝવેરીના મોંમાંથી નીકળે? એવી રીતે “ભલે ! અમે કાંઈ કર્યું નહીં પણ જાણ્યું તો ખરુંને !' આવું કહેનારને પણ “ભલે ખોટના ગયા” એ બોલનારના જેવો મૂર્ખ જ સમજવો. જે મનુષ્ય જ્ઞાન પામશે તે સર્વવિરતિ, દેશવિરતિ, અવિરતિ વિગેરે જાણશે પણ અજ્ઞાની શું જાણશે ? આવી રીતે સ્પષ્ટપણે સંવર ને નિર્જરા માટે જેમાં જ્ઞાનની