________________
૨૦૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ જરા પૂછો કે સોળ વર્ષની વય પછીની દીક્ષામાં ચાર અદરમાંથી કર્યું અદત્ત છે? જો સ્વામીઅદત્ત કહો તો તે વયે માબાપ વગેરે સ્વામી જ નથી, જીવઅદત્ત કહી શકાય તેમ નથી, કેમકે જીવ પોતે તો દીક્ષા માટે તૈયાર છે, ને શ્રી તીર્થકરે પોતે તો તે સોળ પછી રજા વગર પણ દીક્ષા દેવાની આજ્ઞા આપી છે એટલે તીર્થંકર અદત્ત પણ નથી, તેમજ ગુરુ પણ દીક્ષા દેવાને તૈયાર છે, માટે ગુરુઅદત્ત પણ નથી, માટે ઉપર જણાવેલ આંબા તથા ઝાડની વ્યાતિ મુજબ શિષ્યચોરી તે માબાપની રજા વગરની દીક્ષામાં સંભવે, પણ માબાપની રજા વગરની દીક્ષા તે શિષ્યચોરી એમ કહેવાય તેમ નથી.
શ્રી સંઘને ભક્તિ કરવા સિવાય બીજી સત્તા નથી. વાલી થવા આવો તો છો પણ બધી જવાબદારી લઈને આવો. જે બધા બગડેલા છે તેની જોખમદારી તો ભરી આપો ! જેમ ઘરનાં છોકરાંને પોતે ભૂખ્યા રહીને પણ પાળવા પડે તેમ સંઘની સત્તાની વાતો કરનારા આટલું કરવા તો તૈયાર (કટિબદ્ધ) થાઓ ! કે તમારામાંથી એક મનુષ્ય ભૂખ્યો હોય ત્યાં સુધી ખાવું નહીં. મોક્ષની ઈચ્છા એ મોક્ષનું કારણ છે કે નહીં ?
ગયા ભવોમાં અજ્ઞાનતાથી કરેલી ક્રિયાને ત્રિવિધ ત્રિવિધ ન વોસિરાવીએ ને તેનાથી ત્રિકરણયોગે ન ખસીએ ત્યાં સુધી પેલું પાપ ખસતું નથી. જ્યાં સુધી જાહેરમાં સહી ખેંચી લેવામાં આવે નહીં
ત્યાં સુધી સહિયારીની જોખમદારીથી બચાતું નથી, તેમ સ્પષ્ટ રીતિએ દેવાદિ સાક્ષી સમક્ષ પાપ વોસરાવે નહીં ત્યાં સુધી તે કર્મથી બચતો નથી. ત્રિવિધ ત્રિવિધ વોસિરાવ્યા વિના કોઈપણ આત્મા કર્મના કારણોથી બચી શકતો નથી. માટે સર્વ પાપ વોસરાવવારૂપ દીક્ષાની સર્વને જરૂર તો છે જ આપણો મૂળ મુદો કયો છે? એક પુગલ પરાવર્ત સંસાર બાકી હોય તો જ (ત્યારે જ) મોક્ષની ઈચ્છા થાય છે એમ નથી. ત્યારે વ્યાપ્તિ કેટલા પૂરતી? મોક્ષની ઈચ્છા થયા પછી એક પુદ્ગલ પરાવર્તથી અધિક સંસાર ન જ હોય તથા સમ્યક્ત થયા પછી કાંઈક ન્યૂન અધપુદ્ગલ પરાવર્તથી અધિક સંસાર ન જ હોય. આ ઉપરથી એક વાત નક્કી થાય છે કે પહેલે ગુણસ્થાનકે પણ મોક્ષની ઈચ્છા, તથા તેની ક્રિયાઓ હોઈ શકે છે અને ચોથે ગુણસ્થાનકે (જ્યાં સમ્યત્ત્વ છે ત્યાં) પણ મોક્ષની ઈચ્છા અદ્વિતીય હોય છે. ચોથા ગુણસ્થાનકવાળો મોક્ષ સિવાય બીજા પદાર્થની પ્રાર્થના જ ન કરે. મોક્ષની ઈચ્છા થાવત્ છઠ્ઠા, સાતમા ગુણસ્થાનક સુધી છે. હવે મોક્ષની ઈચ્છાવાળા છતાં તે ચોથા પાંચમા વગેરે ગુણઠાણાવાળાને મોક્ષ મળ્યો નથી, મળતો નથી અને મળશે નહીં! ત્યારે મોક્ષ ક્યારે થાય?તેરમેથી આગલ ચૌદમે ગુણસ્થાનકે જાય ત્યારે? ત્યારે ત્યાં તે ઈચ્છા હોય ખરી?તેરમે ગુણસ્થાનકે પણ ઈચ્છા નથી. ચૌદમે ગુણસ્થાનકે તો મન, વચન, કાયા ત્રણેય યોગ નથી, તો ઈચ્છા તો ક્યાંથી લાવવી? પહેલે ગુણસ્થાનકેથી આગલા ગુણસ્થાનકે (ઈચ્છા છતાં) મોક્ષ મળતો નથી અને જ્યાં મોક્ષ મળે છે ત્યાં તેની ઈચ્છા નથી. શુભકાર્યમાં ઈચ્છાને કારણ ગણીએ તો ચૌદમે ગુણસ્થાનકે તો મોક્ષની ઈચ્છા નથી. છતાં મોક્ષ કેમ મળે છે?
ઉપર કહ્યા પ્રમાણે જ્યારે શુભ અને શુદ્ધ કાર્યમાં ઈચ્છા કારણરૂપે નિયમિત ન રહી ત્યારે શું ઈચ્છા નકામી છે? શરીરમાં થયેલ વાયુનો વિકાર મટાડવા રસાયણ લીધું. શરીર સ્વસ્થ થયું, પછી