________________
૨૦૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ માબાપની રજા વગર દીક્ષા એ શિષ્ય ચરા નથી!
હાલ કેટલાકો માબાપની રજા વગરની બધી દીક્ષાઓને શિષ્યચોરી કહે છે. આંબો એ ઝાડ ચોકસ, પણ ઝાડ એ આંબો નથી, આ કહેલું દ્રષ્ટાંત બરાબર ધ્યાનમાં રાખજો. માબાપની રજા વગરની જે દીક્ષા એ શિષ્યચોરી એ વાક્ય જો વિધાયક હોય તો જેને માબાપ જીવતાં ન હોય તેને દીક્ષાનો હક્ક જ નહીં, એમને? જેને જેને માબાપ ન હોય તેઓની દીક્ષા પણ શિષ્યચોરીમાં ગણાશે કે? એટલે માબાપ વગરના દીક્ષિતોની દીક્ષા એ પહેલા નંબરની શિષ્ય ચોરી ગણાશે, ભગવાન શ્રી મહાવીરદેવે દીક્ષા લીધી તેમાં માબાપની રજા લીધી કે નહીં? માબાપ તો પહેલાં જ સ્વર્ગે સંચરેલા છે. એટલે એમની દીક્ષા પણ શિષ્યચોરીરૂપ જ કે? આ ઉપરથી દીક્ષાના ઉમેદવાર માત્ર માબાપ જીવતાં જ દીક્ષા લઈ લેવી જોઈએ. જેમ કેટલાંક કાર્યોમાં શુકનરૂપે ચાર માબાપવાળી સોહાગણ શોધવામાં આવે છે તે કઈ ?, જેના ચાર માબાપ જીવતા હોય તેજ ને ?, તે રીતિએ માબાપની રજા વગરની દીક્ષાને શિષ્યચોરી ગણનારના હિસાબે માબાપના અવસાન પછીના દીક્ષિતોની દીક્ષા શિષ્યચોરીમાં જ ગણવાની કે !!
હવે માબાપની રજા ઉપર આવીએ ! રજા રાજીખુશીથી મેળવવી એવું વિધાન નથી. રંજાડીને, અકળાવીને, તોફાન કરીને, ભરમાવીને કે અનિષ્ટ દેખાડીને કોઈપણ પ્રકારે માત્ર રજા જ મેળવવી જોઈએ આટલો જ અર્થ થાય. ફારગતિ થયા પછી ભાગીદારીના જોખમમાંથી મુક્ત થવાય છે, તેવી રીતે અહીં પણ મોકળા થવું જોઈએ. ફારગતિમાંથી મુક્ત કઈ રીતિએ થવું કે થયો એ વાત કાંઈ કાયદામાં નથી, તેમ અહીં પણ કઈ રીતિએ છૂટા થવું એ વાતનો નિયમ નથી, જુઠું સમજાવીને જુઠું કહેવરાવીને સંસારિક નુકસાનીનો ભય દેખાડીને પણ છૂટા થવાય, ને તેને પણ રજા થઈ મનાય, આ સ્થાને શિષ્યચોરી એ આંબા તરીકે છે જ્યારે માતાપિતાની રજા વગરની દીક્ષા એ ઝાડ તરીકે છે, જેમ આંબા જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં ઝાડ છે, પણ જેટલાં ઝાડ એટલા આંબા નથી, તેમ જે જે શિષ્યચોરી છે તે માતાપિતાની રજા વગરની દીક્ષામાં છે એ વાત ખરી, પણ માતાપિતાની રજા વગરની દીક્ષા બધી શિષ્યચોરી છે એમ નથી. નાનો બાળક મોટાના વહીવટમાં, ફારગતિ થયા વિના પણ જોખમદાર કેમ નથી એ કાયદાની બારીકી જુદી છે. અત્યારે તો સામાન્ય કાયદેસરની વાત કરીએ છીએ.
- વળી, શાસ્ત્રકારોએ જીવઅદત્ત તથા સ્વામિઅદત્ત એ બે જુદાં કેમ પાડ્યાં ? જો જીંદગી પર્યંત સ્વામી જ માલિક રહેતો હોય તો પછી મનુષ્યપણાને અંગે જીવઅદત્ત જેવી વસ્તુ જ ક્યાં જુદી રહી? સ્વામી એ ઈવરકાલનો માલિક છે જ્યારે જીવે એ યાવત્ જીવનનો માલિક છે, માટે એ બેને જુદા પાડવા પડે; એક છોકરાનો માબાપ ક્યાં સુધી માલિક ?, ત્યાં સ્વામીઅદત્ત તથા જીવઅદત્તમાં
ક્યાં ફરક પાડશો ? અરે ! તમે તો છોકરા વગેરેને પણ સ્વામી તથા બાયડી વગેરેને પણ સ્વામિની બનાવો છો ને ! તમારે તો દીક્ષા લેવામાં છોકરાની તથા સ્ત્રીની પણ રજા જોઈએ છે, પછી શું થયું? રજા અધિપતિની હોય કે તાબેદારની ? તમારા હિસાબે તો તાબેદારની પણ રજા જોઈએ! જ્યાં સુધી છોકરો પુખ્ત વયનો ન હોય ત્યાં સુધી માબાપ માલિક તરીકે. જો વયમાં આવ્યા પછી પણ ત્યાં (માબાપની રજા વિના માત્રથી) શિષ્ય ચોરીનો દોષ લાગુ કરો તો સ્વામીઅદત્ત તથા જીવઅદત્તને જુદું
પાડવાનો પ્રસંગ નહીં રહે. સોળ વર્ષની અંદરની વયવાળાની દીક્ષા માટે સ્વામીઅદત્તના દોષની સંભાવના . ખરી પણ પછીની દીક્ષામાં એ દોષ લાગતો નથી. શિષ્યચોરી, શિષ્યચોરીનો પ્રબળ વિવાદ કરનારને