________________
૧૯૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૦-૨-૩૩ એ પણ ભલે ખરાબ છે છતાં પદાર્થ તો છે અને તે કાર્યરૂપ છે. જ્યારે દુઃખ પણ પદાર્થ અને કાર્યરૂપ છે તો તેની ચિકીષ કોને, ક્યાં લેવી? દુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા કોને હોય? પાપથી થતું આંધળાપણું, બહેરાપણું લુલાપણું વિગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા કોઈને હોય ખરી? જો કાર્યમાત્ર માટે ચિકીષ કારણ હોય તો પાપ, દુઃખ વિગેરે તમામ કાર્યો ઈચ્છાપૂર્વક હોવાં જોઈએ, પણ તેમાં તો અનુભવ જ કહી આપે છે કે તે વસ્તુની ઈચ્છા કોઈને પણ હોતી નથી, માટે જે ઈચ્છાને કારણમાં ગણી છે તે માત્ર શુભકાર્યોના જ કારણોમાં લેવી, પાપકાર્યોમાં તો ઈચ્છા ન હોય તો પણ પાપ તો લાગે છે, જ્યારે ધર્મકાર્યોમાં તો ઈચ્છા હોય તો જ પુણ્ય લાગે છે, અને સંવર વગેરે કરાય છે. તે કાર્યો કરવા છતાં જો ત્યાં ઈચ્છા ન હોય તો પુણ્ય વગેરે થતું નથી. ઈચ્છા પણ યોગ્ય જોઈએ, નહીંતર “જગતના નિધાનો તીર્થંકરના દાનમાં કામ લાગવાના છે માટે હું દાન પુણ્ય ન કરું ને આ પદાર્થોને હું ઉપયોગમાં નહીં લઉં તો જ આનો ઉપયોગ તીર્થંકરના દાનમાં થશે,' આમ કોઈ ધારીને દાન દેતો બંધ થાય તો શું પુણ્ય થઈ જાય? કારણકે તે અયોગ્ય ઈચ્છા છે. પુણ્ય એ ઈચ્છાથી આવનારી ચીજ છે, પણ જ્ઞાન, સંવર, નિર્જરા, સ્વર્ગ તથા મોક્ષ આ તમામ ઈચ્છાપૂર્વકના પ્રયત્નોથી પ્રાપ્ય છે. નૈયાયિકોની પ્રક્રિયા કોરાણે મૂકવાનું કારણ એ જ કે તેઓ કાર્યમાત્ર પ્રત્યે ઈચ્છાને કારણભૂત ગણે છે, પણ લૌકિકનીતિને શાસ્ત્રથી તો સામાન્ય રીતે શુભકાર્ય પ્રત્યે જ માત્ર ઈચ્છા કારણરૂપ છે. આથી બધા કાર્યોમાં ઈચ્છા એ કારણભૂત નથી એ સામાન્યતઃ સાબીત થયું. અર્ધ તથા એક પુદગલ પરાવર્ત સંસાર તથા સમ્યકત્વ અને મોક્ષની ઈચ્છાના સંબંધ (વ્યામિ)ની સમજણ.
હવે જૈનશાસનની ઊંડી રીતિમાં જઈએ (ઊતરીએ) તો ઈચ્છા એ પરમપદમાં વ્યાઘાત કરનારી ચીજ છે. ઈચ્છા હોય ત્યાં સુધી તે થાય નહીં, તે કાર્ય ઈચ્છા ગયા પછી જ થાય છે. વિચારો કે મોક્ષની ઈચ્છા ક્યાંથી શરૂ થઈ ? ચોથે ગુણસ્થાનકેથી કે પહેલેથી? તત્ત્વ શ્રદ્ધા વગર પણ મોક્ષની ઈચ્છા એ તો સમ્યકત્વની પણ પહેલાં શરૂ થાય છે. સમ્યકત્વ અને મોક્ષ પ્રાપ્તિને કાંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલા સમયનું અંતર છે. જ્યારે મોક્ષની ઈચ્છાને અને મોક્ષપ્રાપ્તિને એક પુલ પરાવર્ત જેટલા સમયનું અંતર છે. આથી વધારે જેને સંસાર હોય તેને મોક્ષની ઈચ્છા થાય જ નહીં. અર્ધ પુગલપરાવર્તથી વધારે સંસાર જેને ન હોય તેને સમ્યકત્વ થાય જ એમ નહીં, તથા પ્રથમ સમ્યકત્વ થાય એટલે અધપુગલ પરાવર્ત સમયનો સંસાર હોયજ એમ પણ નહીં, તથા પ્રથમ મોક્ષની ઈચ્છાવાળાને એક પુદ્ગલ પરાવર્ત સમયનો સંસાર હોય જ એમ પણ નથીઃ પણ સમ્યકત્વ જેને થાય તેને કાંઈક ન્યૂન અર્ધપુગલ પરાવર્તથી વધારે સંસાર હોય નહીં તથા મોક્ષની જેને ઈચ્છા થાય તેને એક પુદગલ પરાવર્તથી વધારે સંસાર હોય નહીં. અત્રે વ્યાતિ છે. તે કેવી રીતે ? ઝાડ એ આંબો નથી પણ આંબો એ ઝાડ છે, એવી રીતે અહિં સમ્યકત્વમાં પણ સમજવું કાંઈક ન્યૂન અર્ધપુગલ પરાવર્ત સંસાર હોય ત્યાં સમ્યકત્વ થાય જ એ નિયમ નથી, તેમજ “સમ્યકત્વ હોય ત્યાં કાંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો સંસાર હોય જ એ પણ નિયમ નથી, ત્યારે નિયમ કયો?, સમ્યકત્વ થયા બાદ કાંઈક ન્યૂન અર્ધપુલ પરાવર્તથી અધિક સંસાર હોય નહીં એ નિયમ. એવી રીતે મોક્ષઈચ્છા જે પુદગલા પરાવમાં પણ સમજવું. આ વાત ધ્યાનમાં રાખશો એટલે ચાલુ ચર્ચાનો વિષય પણ બરાબર સમજાશે.