________________
તા. ૧૦-૨-૩૩
૧૯૮
શ્રી સિદ્ધચક્ર •••••••••••••••••••••••••••••••••••••••••
श्री शंखेश्वरपार्श्वनाथाय नमः
“આગમોદ્ધારકની અમોઘ દેશના”
90 સમ્યજ્ઞાન ,
કાર્યમાત્રમાં ઈચ્છા કારણભૂત નથી !! મોક્ષમાર્ગની મુસાફરીના નિયતકાળનું અવલોકન. શું માબાપની રજા વગરની દીક્ષા એ શિષ્ય ચોરી? સમ માટે જ્ઞાનની જરૂરિયાત જગતે પણ સ્વીકારી નથી?
(નોંધ :-: ઈ પાયધુનીપર, શ્રી ગોડીજી મહારાજજીના ઉપાશ્રયમાં ગયા વર્ષના ચૈત્ર માસમાં નવપદની આરાધના અંગે પૂ. આગમોદ્ધારકદેવે આપેલી આ દેશના રોચક, મનનીય તેમજ આરાધકોની આરાધનામાં અારો ઉત્સાહ ઉત્પન કરનારી હોવાથી અત્રે અપાય છે...તંત્રી.)
जीवाजीवाइपयत्थसा तत्तोवबोहरुवंच ।
नाणं सव्वगुणाणं मूलं सिक्खेह विणएणं ॥ १ ॥ કાર્યમાત્રમાં ઈચ્છા કારણભૂત નથી.
જ શા) સ્ત્રકાર મહારાજા શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી ભવ્યજીવોના ઉપકાર માટે K 18 શ્રીપાલચરિત્રમાં ફરમાવે છે કે તેઓ (શ્રીપાલ મહારાજ) જે જે સમૃદ્ધિ પામ્યા,
- દેવલોકની પ્રાપ્તિ તથા છેલ્લે મોક્ષે પણ જવાના છે એ તમામનું મૂળ કારણ જો
જે કાંઈપણ હોય તો મુખ્યતાએ શ્રી નવપદોનું આરાધન છે. મનુષ્ય જેની ઈચ્છા થાય તેની પ્રાપ્તિના મૂળ કારણ તરફ આદરવાળા થવું જોઈએ. જો તે તરફ આદરવાળો ન હોય તો ફળને માટે ઉત્કંઠા ધારણ કરે છતાં તે તેને મેળવી શકે નહીં, જ્યારે મૂળ કારણને આરાધનારો વગર ઈચ્છાએ પણ તે વસ્તુ મેળવી લે છે, અર્થાત્ તેને સામે આવી મળે છે. આટલા માટે જૈનશાસ્ત્રકારોએ તૈયાયિકની પ્રક્રિયા કોરાણે મૂકી, જે કાર્ય કરવું હોય તેમાં ઈચ્છા મુખ્ય કારણ છે એમ તૈયાયિકોએ માન્યું છે, ને તેથી દરેક કાર્ય પ્રત્યે ચિકીષને સાધન તરીકે માની છે. શુભકાર્યો માટે ચિકીર્ષાને કારણ કહીએ તો હજુ પણ ચાલે, પણ કાર્યમાત્રને અંગે જો ઈચ્છાને કારણે માનીએ તો તે ટકી શકે નહીં. જગતમાં દુઃખ