________________
શ્રિી નવપદ આરાધક સમાજ
ચાલુ વર્ષની ચૈત્ર માસની ઓળી 5 તેની આરાધના માટે બામણ વાડજીને બદલે શ્રી તાલધ્વજગિરિ જવાનો નિર્ણય.
શ્રી નવપદ આરાધક સમાજની કારોબારી કમિટિની એક બેઠક તા. ૧૪-૧-૩૩ શનિવારે રાત્રે શેઠ નગીનદાસ કરમચંદ સંઘવીના પ્રમુખપણા નીચે મળી હતી. ગત વર્ષે શ્રી ભોયણીજીમાં ચાલુ વર્ષે મારવાડ શ્રી બામણવાડજી તીર્થે જવા જે વિચાર દર્શાવ્યો હતો, તે કેટલાક કારણોને અંગે હાલ તુરત મુલ્લવી રાખી શ્રી તાલધ્વજગિરિજી અર્થાત્ શ્રી સિદ્ધગિરિજીની બીજી ટુંક શ્રી તળાજા તીર્થે જવા કમીટીએ સર્વાનુમતે નિર્ણય કર્યો છે. આ પ્રસંગ ઉપર પધારવા માટે આચાર્ય શ્રીમદ વિજયનેમીસૂરીશ્વરજી તથા બીજા મુનિમહારાજાઓને વિનંતિ કરવાનો ઠરાવ થયો હતો. ત્યાર બાદ . ૫ માં આમંત્રણ કરનાર શેઠ રૂગનાથમલજી તથા શેઠ રાજમલજી ભીમાજીને પ્રમુખ સાહેબે કુંકુમના તિલક કર્યા બાદ પ્રમુખ સાહેબનો આભાર માની “શ્રી નવપદજી મહારાજની જય' એવી ઉદ્ઘોષણા સાથે કમીટી વિસર્જન થઈ હતી.
કિંમત ૮-૪-0
તૈયાર છે !!
તૈયાર છે !!! પર્વાધિરાજ અણન્ડિકા વ્યાખ્યાન. વિજ્યલક્ષ્મીસૂરી કૃત.
પોસ્ટેજ જુ. આવશ્યક ક્રિયાના સૂત્રો (પૂ. સાધુ, પૂ. સાધ્વી સારૂ) ભેટ.
ફક્ત પોસ્ટેજથી મંગાવી લો. સંશોધક :- આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ સાગરાનંદસૂરીશ્વરજી.
આ પાક્ષિક “જૈન વિજ્યાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર સુરતમાં શા. મોહનલાલ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઇમાંથી પ્રગટ કર્યું.