________________
૧૯૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩
સમાલોચના.
૧.
૨.
(નોંધ-દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક વિગેરે પત્રો તથા ટપાલ વિગેરેને અંગે.)
તંત્રી. ગઈ વખતના અમારા સાતમા અંકમાં પત્રકારના ખુલાસા એ મથાળામાં જણાવેલ મલિન માન્યતાઓ અને અન્ય પત્રકારોની માન્યતાઓ હતી અને તે મલિન હતી, તેથી તે મલિન માન્યતાઓને નામે લખી છે.
શ્રી આચારાંગમાં મૃગપ્રશ્નના અધિકારમાં પહેલાં મૌન રહેવાનું કહ્યું અને પછી પક્ષાંતરે જાણતો છતાં પણ નથી જાણતો એમ કહે એવું કહ્યું છે. ત્યાં જો કે “વા” શબ્દ છે છતાં તે ન હોય તો પણ પક્ષાંતર લઈ શકાય. તેમ બીજે પણ સમજવું, એ જણાવવા પૃષ્ઠ ૧૭૭માં “વા” શબ્દનો પ્રશ્નોત્તર છે.
શ્રી ઉપાસક દશાંગ વિગેરેમાં સર્વવિરતિમય નિગ્રંથ પ્રવચન શાસનને રૂપે જણાવ્યું છે. માટે અને જિન કર્મ તેજ બાંધે કે જે આખા જગતને સંયમ માર્ગે જોડવા માગે એ માટે શાસનરસી એ સ્થાને કૌંસમાં સંયમ શબ્દ હેલેલો છે. શ્રી યોગ બિન્દુના ભવોત્તરણ અધિકારથી પણ યોગ્ય તે નથી સમ્યકત્વ પણ સર્વવિરતિના ધ્યેયથી જ છે.
૩.
*
*