________________
તા. ૨૫-૧-૩૩
૧૯૧
શ્રી સિદ્ધચક્ર ૨૬૮ રાજેશ્વરી તે નરકેશ્વરી એ કહેવતનો પરમાર્થ ગુરુગમથી શ્રવણ કરો !
૨૬૯ ભૌતિક સમૃદ્ધિ તરફ જેવી દૃષ્ટિ ખીલી છે તેવી દૃષ્ટિ પ્રભુપ્રણીત તત્ત્વ પર આ આત્માને જાગી
નથી.
૨૭૦ હેય ઉપાદેય પદાર્થોની સમજણ આવ્યા છતાં, વર્તમાનમાં હેય પદાર્થોને મૂકવાનો પ્રસંગ આવવાથી
જીવને ગભરામણ થાય છે તેનું કારણ તપાસો ! ૨૭૧ ઈહલોકના સુખને ઇચ્છે, નરકાદિક દુઃખોથી ન ડરે, દિવ્ય સુખો (વસ્તુતઃ દુસહ દુઃખો)ને ઇચ્છે
એવા કહેવાતા આસ્તિકોને જૈનદર્શનમાં સ્થાન નથી.
લેિખકોને સૂચના
આથી દરેક લેખકોને આમંત્રણ આપીએ છીએ કે તેઓ શ્રી નવપદજીના સંબંધમાં એટલે નવે પદો સુરક્ષિત રાખવા અને તેના પ્રત્યે સન્માન તેમજ પૂજ્યભાવ વધારવા અંગે જે કાંઈપણ લખાણો એક બાજુ સૌમ્ય અને રસમય ભાષામાં સારા અક્ષરે શાહીથી લખીને મોકલાવશે તો તે સહર્ષ સ્વીકારી યોગ્ય જગ્યાએ જલદી પ્રગટ કરવા ઘટતું કરવામાં આવશે.
તા.ક. પ્રશ્નકારો પણ શ્રી નવપદજીના સંબંધમાં ઉદભવતા પ્રશ્નો પત્ર દ્વારાએ લખી મોકલશે તો સમાધાન મેળવી શાસનના હીત ખાતર પ્રગટ કરવામાં આવશે.
- તંત્રી.
તમોને શાની જરૂર છે !!! જૈનધર્મનાં પ્રાચીન અને અર્વાચીન જૈન સાહીત્યની જરૂર છે? તો તુરત નીચેના સરનામે પત્રવ્યવહારથી પૂછો
દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ ગોપીપુરા, સુરત.