SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૧-૩૩ ૨૫૫ છૂટવા જેવું છે એવું માનતા પણ નથી તેઓ તો અધમગુલામ છે. ૨૫૬ ગુલામીમાં મોંઘું મનુષ્ય જીવન સર્વથા વેડફી નંખાય છે તે માટે જરૂર નજર કરો ! ૨૫૭ જગતના જાનવરો પણ સ્વાશ્રયી છે જ્યારે માથું માનવજીવન જીવનાર મનુષ્ય પરાધીનતાના . પિંજરમાં પુરાઈ ગુલામીમાં ગુંગળાય છે. ૨૫૮ નાશવંત પદાર્થોની સારપણાની સમજણના સંગીન સડામાં સડતા સંસારીઓ કીડીઓના દરની જેમ ઉભરાય છે. ૨૫૯ કાલાવાલાની કીકીયારી છતાં રાજીનામું દઈને નીકળનારા પુણ્યાત્માનાં યશોગાન જગબત્રીશીએ ચહ્યાં છે. તે ૨૬૦“નીકળો, નીકળો' કહેવામાં આવ્યા પછી નીકળનાર અર્થાત્ રજા પામીને જનારાની અપકીર્તિ અખિલ વિશ્વમાં ફેલાય છે. ૨૬૧ રજા પામી (આડા પગે) નીકળનારાઓને લોકો “કાઢો ! કાઢો !' કહે છે જ્યારે ઊભા પગે (રાજીનામાપૂર્વક) જનારાઓને “રહો ! રહો !' કહે છે તે ભૂલવા જેવું નથી. ૨૬૨ સારા શબ્દ શ્રવણમાં રસિક મુગ્ધજન સારા શબ્દો માગે છે ! ૨૬૩ ‘નાસ્તિક' આદિ શબ્દો દરેકના કર્ણમાં કટુતા ઉત્પન્ન કરે છે. ૨૬૪ સમ્યકત્વ બિરૂદધારીના પનારે પડેલાં છોકરાં પુણ્યને પાપ, પાપને પુણ્ય, આશ્રવને સંવર ને સંવરને આશ્રવ, કહી દે, લખી દે, લખાવી દે, તેનું અનુમોદન આપી દે, કે તેવી જાહેર પ્રવૃત્તિ શરૂ કરે છતાં તમારા પેટનું પાણી હાલતું નથી તેનું કારણ શું? ૨૬૫ સમ્યકત્વની સમજણ જેના હૃદયમાં વસે તેના હૃદયમાં અસત્ય પ્રવૃત્તિઓ માટે જરૂર બળાપો થાય. ૨૬૬ આ ફાની દુનિયામાં સંસારપોષક દરેકે દરેક વૃત્તિઓ પાપમય છે. ર૬૭ પાપમય માર્ગમાં પ્રવર્તેલાઓને ઠેકાણે લાવવા હરદમ હૃદય ઝુરે તેવી તત્ત્વદૃષ્ટિથી અલંકૃત થયેલા પુણ્યાત્માઓ વિરલ છે.
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy