________________
શ્રી સિદ્ધચક્ર
છે, તેવી રીતે સમ્યક્ત્વ રૂપ સુધાથી સીંચાયેલ સભ્યષ્ટિ પણ સમભાવરૂપ સ્વભાવથી સુગંધ આપે છે એટલે હરકોઈને આનંદજનક બને છે. માખીને ચંદન ન ગમે તેમાં કોનો વાંક ? ૨૪૨ નાશવંત પદાર્થોને તમે તમારું ધન માન્યું, પણ વસ્તુતઃ તે પણ ધર્મનું (ધર્મથી મળેલું) ધન છે. ૨૪૩ રાજીનામું આપી રાજી થાઓ, નહીં તો રજા પામી સંસારમાં સડવું પડશે.
૨૪૪ ગુમાનમાં ગરકાવ થયેલાઓ ગુલામીની ખરીદી કરે છે.
૨૪૫ હાલની કાર્યવાહી જોતાં મિનિટભર પણ મ્હાલવું તે તમારા માટે હિતાવહ નથી.
૧૮૯
તા. ૨૫-૧-૩૩
૨૪૬ કરેલા ઉપકારને અન્ય પણ ભૂલતો નથી અર્થાત્ અવસરે શરમ રાખી ઉપકારનો બદલો વાળવા તૈયાર થાય છે, પણ તમારા હકદાર પુત્રો લોભાદિએ અંધ બનીને તમારી પ્રત્યે લેશભર શરમ રાખતા નથી.
૨૪૭ શેરીના કુતરા અને ભંગીઆ જેવી માલિકી ધરાવે છે તેવી માલિકી તમે ધરાવી શકતા નથી. ૨૪૮ વસ્તુતઃ અત્યારની ચાલુ કાર્યવાહી જોતાં સંસારી આત્મા માલિક નથી, નોકર નથી પણ ગુલામ છે. ૨૪૯ મનથી ભલે તમે માલિકી માનો, પરંતુ કુટુંબકબીલા માટે તમે તમારું ગુલામીખત લખી દીધું છે, ૨૫૦ નોકરી અને ગુલામીમાં પણ જ્યારે મહાન અંતર છે. તો પછી માલિકી માનતાં પહેલાં તો જરૂર વિચાર કરો.
૨૫૧ નોકર નોકરીમાંથી છૂટવા માગે તો છૂટી શકે છે, જ્યારે ગુલામ ગુલામીમાંથી છૂટવા મહેનત કરે તો પણ છૂટી શકતો જ નથી. તેમ તમે ધનમાલ ને કુટુંબકબીલાથી છૂટવા માગો તો પણ સહેજે છૂટી શકો તેમ નથી.
૨૫૨ સ્વતંત્રપણે છૂટી શકનારાઓ જ ખરેખરા માલિક છે.
૨૫૩ કાલાવાલા કરીને છૂટનારાઓ ખરેખરા નોકર છે.
૨૫૪ છૂટવા જેવું માને છે છતાં છોડી શકતા નથી તે ગુલામ છે.