SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૧-૩૩ સુધા-સાગર Y (નોંધઃ સકલ શાસ્ત્ર પારંગત, સ્યાદ્વાદસિદ્ધાંત સુધા-સાવી, આગમના અખંડ અભ્યાસી આગમોદ્ધારક પૂ. શ્રી જે <આચાર્યદેવેશ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીની મનનીય હદયંગમ દેશનામાંથી કેટલાક ઉદ્ભૂત કરેલ સુધા સમાન – આ વાક્ય બિંદુઓનો સંગ્રહ ભવ્ય જીવના જીવનને નવપલ્લવિત રાખવા માટે અમો છે એમ ધારી અત્રે અપાય છે. આ સંગ્રાહક ચંદ્રસાગર) જે ૨૩૩ જગતના તમામ જીવોને મમતાની કુટેવનું કારમું વ્યસન લાગ્યું છે. ૨૩૪ વ્યસન-વશવર્તી વિવેકીઓ પણ વિનાશકાલની (અંતિમ) અવસ્થાને અવલોકી શકતા જ નથી. ૨૩૫ વ્યભિચારના વ્યસનનો વ્યામોહી રાવણ રણસંગ્રામમાં રગદોળાઈ ગયો ! ૨૩૬ મમતામાં વાસ્તવિક તત્ત્વ નથી છતાં કર્મના ઉદયથી જીવો તેમાં (મમતામાં) મુંઝાયા છે. ૨૩૭ કર્મના ઉદયની સામે થવું એ જ કલ્યાણકાંક્ષી આત્માઓનું પરમ કર્તવ્ય છે. ૨૩૮ નવ માસથી કાંઈક અધિક સમય ગર્ભધારણ કરવાનું, જન્મ ન થાય ત્યાં સુધી ગર્ભ વધારવા સાચવવા પુરતી કાળજી રાખવાનું, જન્મ આપતી વખતે જમદ્વારનું દુઃખ દેખવાનું, જન્મ આપ્યા પછી સ્તનપાન કરાવવાનું, બાળકને ટાઢ-તાપ વિગેરે દુઃખથી બચાવવાનું, પોષણ કરવાનું, અનાજ ખવરાવવાનું, લુગડાંલત્તાં પહેરાવવાનું, દાગીનાથી શણગારવાનું, આ બધું દુઃખ પુત્રપુત્રીમાં સરખું હોવા છતાં એકમાં (પુત્રમાં) જીવના જોખમે રાખવાની બુદ્ધિ અને એકને (પુત્રીને) યેનકેન પ્રકારેણ બીજાને આપવાની બુદ્ધિ કરવી પડે છે. એ અંતર શાથી પડે છે એ વિચારો !. ૨૩૯ શુભ સામગ્રી માત્ર ધર્મથી ઉત્પન્ન થાય છે તો ધર્મોત્પન્ન સામગ્રી ધર્મને સમર્પણ કરવામાં સંકોચ શા માટે ? ૨૪૦ પુત્રીને બાર, તેર વર્ષની થાય ત્યારે જમાઈને જરૂર દેવાય, મરે ત્યારે જમને દીધા વિના છૂટકો તે નહીં, તો પછી જતિ (સાધુ) થાય તેમાં વાંધો કેમ? ૨૪૧ ચંદન છેદતાં સુગંધ આપે, બાળતાં સુગંધ આપે, ઘસતાં સુગંધ આપે, કારણ કે એ સ્વભાવે સુગંધી
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy