________________
૧૮૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩ સમજશો જ નહીં, કારણ કે ધર્મશાસ્ત્રકારો તો જ્ઞાની તેને જ કહે છે કે જે
ज्ञानी क्रियापरः शान्तो, भाविताडत्मा जितेन्द्रियः ।
स्वयं तीर्णो भवाम्भोघेः, परांस्तारयितुं क्षमः ॥ 1 ॥ ક્રિયામાં તત્પર, શાન્ત, ઉત્તમભાવનાઓથી જેણે આત્માને વાસિત બનાવ્યો હોય, તથા જિતેન્દ્રિય (ઇંદ્રિયોને જીતનાર) તે જ જ્ઞાની કહેવાય છે ને તે પોતે સંસાર સમુદ્રથી તરેલ છે અને અન્ય ભવ્યાત્માઓને તારવા સમર્થ છે. એને સ્વરૂપદર્શક માનીએ તો તન જ્ઞાનવિર મવતિ અથવા સત્ય શ્રદ્ધાવાળો, ચારિત્રની તીવ્ર અભિરૂચીવાળો, કથંચિત્ ક્રિયાને નહીં પામેલો છતાં આરિલાભુવનમાં રહેલા ભરત મહારાજા જેવો, જ્ઞાની તે જગા પર લઈ શકાય, પણ ક્રિયાની જરૂર નથી અથવા ક્રિયા કરનાર નકામો છે, તેમજ થઈ શકે તેવી ક્રિયા પ્રત્યે દુર્લક્ષ્યવાળા છે તે તો
પાઠવ્યસની કહેવાય, પણ કર્મનિર્જરા કરવાવાળા જ્ઞાની કહેવાય નહીં. પ્રશ્ન ૨૩૪- દિક્ષાને અક્ષમ એવા વૃધ્ધો માટે જેમ કેટલાક ૭૦ વર્ષ પછીની ઉંમર કહે છે
અને કેટલાકો ૬૦ વર્ષથી પછીની ઉંમર કહે છે એમ બે મત છે અને તે ખંડિત કરેલા નથી તેમ બાલ નામના દોષમાં જન્મથી આઠ વર્ષની અંદર જ બાલક દોષ
કે તેમાં પણ કોઈ અખંડિત સમાન્તર છે? સમાધાન - જેમ વૃદ્ધ અવસ્થા માટે ૬૦ થી ૭૦ વર્ષ પછી વૃદ્ધ ગણવાના અખંડિત બે મત
છે તેવી રીતે બાલક દોષમાં પણ અખંડિત એવા ત્રણ મતો છે. એકમતથી જન્મથી આઠ વર્ષ પૂરાં ન થયા હોય તેને બાલક કહે છે, બીજા મતથી જન્મથી આઠમું બેસે નહીં એટલે જન્મથી સાત પૂરાં ન થાય ત્યાં સુધી બાલદોષ માને છે, તેમજ ત્રીજા મતથી ગર્ભમાં આવ્યો ત્યારથી સાત વર્ષ પૂરાં થઈ આઠમું બેસે નહીં એટલે જન્મથી સવા છ વર્ષ થાય નહીં ત્યાં સુધી બાલદોષ માને છે. આ ત્રણે મતો શ્રી નિશીથચૂર્ણિમાં અખંડિતપણે જણાવેલ છે. શ્રીનિશીથ ભાષ્ય અને પંચકલ્પ ભાષ્યમાં પણ “મઝુમતિ વિશ્વહિવત્ત એમ ત્રણે મતો સૂચવનાર પાઠ છે. પ્રવચનસારોધ્ધારવૃત્તિ, પ્રવચનસારોદ્ધાર ટીપ્પન અને
ધર્મસંગ્રહ વિગેરેમાં જન્માષ્ટ અને ગર્ભષ્ટમાં એ બે પક્ષ લીધા છે. પ્રશ્ન ૨૩૫- ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં કોઈપણ આચાર્યે કોઈને ચોમાસામાં દીક્ષા
આપી છે? સમાધાન- હા, શાસન પ્રભાવક યુગપ્રધાન શ્રીકાલિકાચાર્ય મહારાજે બલભાનુને ચોમાસામાં દીક્ષા આપી છે.
(માવાર ૫)