________________
૧૮૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩] ૨ જે સાધુ અથવા સાધ્વી સ્વદર્શનીથી થતા ઉપદ્રવો સહન કરે નહીં અને પરદર્શની
તરફથી થતા સમગ્ર ઉપદ્રવો સહન કરે તે ઘણે ભાગે વિરાધક અને અંશે આરાધક
થાય. ૩. સ્વદર્શની તથા પરદર્શની બને તરફથી થતા ઉપદ્રવોને જે સાધુ સાધ્વી સહન
કરે તે સર્વ આરાધક થાય, અંશે પણ વિરાધક થતા નથી. ૪. જે સાધુ સાધ્વી એક પણ દર્શનિના (સ્વ-પર) તરફથી તથા ઉપદ્રવોને સહન કરે
નહીં તે સર્વથા વિરાધક થાય. ઉપર કહેલી ચૌભંગી બરાબર વિચારીને આરાધક થવાની ઇચ્છાવાળાએ સહનશીલતા
કેળવવામાં ઉજમાલ થવું. પ્રશ્ન ૨૨૯- દેવતાઓ ચ્યવીને તેઉકાય અને વાયુકાર્યમાં જાય નહીં, અને વનસ્પતિકાય,અપકાય
(પાણી), તથા પૃથ્વીકાયમાં જાય એનું કારણ શું? સમાધાન- વાયુકાય અને તેઉકાય એ બેની ઉપર દેવતાઓને આસક્તિ થવાનો સંભવ જ નથી,
કારણ કે એ બે વસ્તુઓ તિહાં સુખના વ્યવહારમાં છે નહીં માટે એ બેમાં જાય નહિ, પણ ઉત્પલાદિમાં, વાવડીઓના પાણીમાં, અને રત્ન આભૂષણાદિ પૃથ્વીકાયમાં, અવતી વખતે મમતા રહે તો ઍવીને ત્યાં જાય. એમાં જવાનું કારણ મુખ્યતાએ
મમતા છે. પ્રશ્ન ૨૩૦- ક્ષાયિક સમકિતી શ્રીકૃષ્ણ વાસુદેવ કેટલે ભવે મોક્ષે જવાના? સમાધાન- કૃષ્ણ ક્ષાયિક સમકિતી હતા પણ તેમના ભવ શ્રી વાસુદેવહિંડી નામના ગ્રંથમાં પાંચ
કહેલા છે અને શ્રી હેમચંદ્રમહારાજે કરેલા શ્રીનેમિચરિત્રમાં ત્રણ ભવ કહ્યા છે તેથી એમાં ખરું તત્ત્વ કેવલીગમ્ય છે. શ્રી વીરવિજયજી પ્રશ્નોત્તરમાં તેને મળક્ષય ક્ષાયિક સમ્યકત્વ કહે છે અને શુદ્ધ ક્ષાયિક નહોતું એમ કહે છે. ત્રણ ભવનો નિયમ શુદ્ધક્ષયિક
સમ્યકત્વવાળાને માને છે. પ્રશ્ન ૨૩૧- દેવતાઓ આવીને કઈ ગતિઓમાં જાય? સમાધાન- દેવતાઓ આવીને મનુષ્ય અને તિર્યંચ એ બે ગતિમાં જ જાય. પ્રશ્ન ૨૩૨- દેવલોકમાં ઘોડા, હાથી, પાડા આદિક તિર્યંચો ખરા કે નહીં ? સમાધાન
ન હોય, દેવલોકમાં ઘોડા, હાથી વિગેરે તિર્યંચોનું શાસ્ત્રોમાં જે વર્ણન આવે છે ત્યાં સમજવાનું કે દેવતાઓ કાર્ય પ્રસંગે તેવાં રૂપ બનાવે છે, પણ ર્તિરછાલોકની માફક
દેવલોકમાં સ્વાભાવિક તિર્યંચ પંચેન્દ્રિયો હોય જ નહીં. પ્રશ્ન ૨૩૩- “જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મનો ખેહ' એ પદમાં જ્ઞાની ક્યો લેવો ? સમાધાન- એકલા પઠન માત્ર રૂપ જ્ઞાનથી જ (જ્ઞાનમાત્રથી જ) જ્ઞાની કર્મનો નાશ કરી લે એમ