________________
| શૂરા સરદારોની ઉમતિ !
અણસમજના અગાધ વારિપ્રવાહમાં વિવિધ ક્રીડા કરનારા બાળકોના વિશ્વસનીય વિશ્રામ સ્થાનરૂપ જનેતાઓ જ છે; એવું જય ઇચ્છક જનેતાઓએ મગરૂરપણે જગતમાં જાહેર કર્યું છે.
દેવામાં આવતું દુધ, પાવામાં આવતું પાણી, ગળાવવામાં આવતી ગળથુથી વિગેરે વિગેરે શારીરિક તુષ્ટી પુષ્ટી વિદ્ધક પદાર્થોનું વિજ્ઞાન જયઈચ્છકે જનતામાંજ હોઈ શકે એવો જયઘોષ જગતભરમાં ગાજી ઊઠયો છે !!
બબ્બે શારીરિક સ્થિતિથી લઈને મરણપર્યત એટલે કે શરૂઆતથી આખીએ જિંદગીમાં, અમારા વંશ-વેલીના ફલરૂપ બાળકોની આર્થિક, માનસિક, શારીરિક વિગેરે સર્વ સ્થિતિને અનેકવિધ સંયોગોમાં પગભર બનાવવા હરહંમેશ અમે તૈયાર છીએ એવું જન્મદાતા તથા સંરક્ષક જનેતાઓની જાણ બહાર નથી જ.
જય-પરાજ્યની સાદી, સરળ, અને નાની સરખી વ્યાખ્યાનું વિજ્ઞાન આગમ અનુસાર અવલોકન કર્યા વગર બાલુડાંનો જય ઈચ્છવામાં આવે છે વસ્તુતઃપરાજ્યની અંશે પણ ઇચ્છા નથી આવી વિચારણાના વાયરલેસ ટેલીગ્રામ છોડતાં પહેલાં હૃદયથી વિચારો કે જય-પરાજ્ય એટલે શું? (જય એટલે શું ? પરાજ્ય એટલે શું ?)
જય” શબ્દના ઉચ્ચાર માત્રથી જીતનાં નિશાન વાગી જાય અને “પરાજ્ય” શબ્દના પોકાર માત્રથી પાયમાલીજ થઈ જાય એમ નથી અર્થાત્ તેવું સામર્થ્ય તે શબ્દ માત્રમાં નથી જ!
જય-ઈચ્છક જૈન સમુદાય જયવર્તક વૃક્ષને ઇચ્છે છે; જયવર્તક વૃક્ષના વનની પરંપરાનો અભિલાષી છે પણ જય-બીજ તે શું અને તે બીજ વાવવાની જમીન કઈ ? જયબીજ જમીનમાં વાવ્યા વિના ફળ પ્રાપ્તિ પણ કયાંથી ? જયવદ્ધક વૃક્ષના મૂલ કારણરૂપ જય-બીજની પીછાણ પણ નથી.
પારણામાં પોઢેલા બાળકો પ્રભુમાર્ગની અવિચ્છિન્ન ઐતિહાસિક પ્રણાલિકા પ્રૌઢ શબ્દોમાં સાંભળે, પ્રભુમાર્ગના પ્રણેતા અને પાલનહારોની પરિચર્યાનું પળે પળે તથા પ્રભુમાર્ગમાં સ્થિત બનેલા માતાપિતાની જીવનચર્યાનું ક્ષણે ક્ષણે નિરીક્ષણ કરે. તેવી પ્રાચીન બીજ વાનરૂઢી-પુરાણી ક્યાં છે ? અનાદિનો જીવ, ભવપરંપરા, અને કર્મસંયોગ અનાદિનાં છે એવું એ બાળ દયમાં સિંચન ક્યારે થયું ? જો આ રીતિએ સંસ્કાર (બીજ) સીંચાત તો તે જય-બીજના પુષ્ટ પરિણામથી પરિપકવ બનેલા, જયપરાજયને બરાબર પિછાણનારા બાળકો આજે સંવેગના સમરાંગણમાં બાહોશ અને બહાદુરો હોત ! બ્લકે બેહોશ કે ન્હાવરા ન હોત ! અર્થાત નાશવંત પદાર્થોના ઉપભોગમાં નિષ્ણાત બનેલી જનેતાઓએ પ્રાચીન સૌમ્ય-સુખદ સંસ્કૃતિનો સંયોગવશાત્ અગર બેદરકારીથી આજે ઉચ્છેદ કર્યો છે. જેના પરિણામે બાલ્યકાલમાં બાહોશ અને બહાદુર બનાવવાના બીજ વાવવાને બદલે વિષમય વિષયાદિ અનેકાનેક સંહારક સંસ્કાર સમર્પણ કર્યા છે અને એ વિષબીજ વૃદ્ધિ પામ્યા પછી એ ઝેરી વૃક્ષ એટલું વિષમ અને વિક્રાલ બને છે કે જેનાં કટુફલ માટે જયઇચ્છક જનેતાઓની આંખો અશ્રુથી ઝળહળે
| દૃય ઝરે છે ! જય ઈચ્છક જનેતાઓએ બચ્ચાંઓનો બાલ્યકાલ એવો સરસ અને સુદ્રઢ, સંગીનનીતિ રીતિએ, વ્યવસ્થિત ઘડવો જોઇએ કે ભવિષ્યમાં તે માટે બળાપાનું નામનિશાન રહે નહીં !
જીવ અનાદિનો છે, ભવઅનાદિથી છે, કર્મસંયોગ અનાદિથી છે, આ સંસ્કારોથી ગીત, હાલરડાં, વાર્તા, ઈતિહાસ દ્વારા તમારા બચ્ચાંઓને જન્મથી વાસિત કરશો તો જ તે સંવેગની સમરાંગણ ભૂમિ પર જય પતાકા ફરકાવનારા શૂરા સરદારો થશે !!!
ચંદ્રસા.